Home> World
Advertisement
Prev
Next

ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો, Facebook એ બે વર્ષ માટે સસ્પેન્ડ કર્યું પૂર્વ રાષ્ટ્રપતિનું એકાઉન્ટ

ફેસબુકે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યએ ગંભીર રૂપથી અમારા નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે, જે નવા પ્રોટોકોલ હેઠળ ઉપલબ્ધ ઉચ્ચ દંડ માટે યોગ્ય છે. 
 

ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો, Facebook એ બે વર્ષ માટે સસ્પેન્ડ કર્યું પૂર્વ રાષ્ટ્રપતિનું એકાઉન્ટ

નવી દિલ્હીઃ ફેસબુકે શુક્રવારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધુ છે. આ નિયમોનું ઉલ્લંઘન કરવા પર જાહેર હસ્તિઓના એકાઉન્ટને સસ્પેન્ડ કરવા માટે નવા નિયમો હેઠળ પેનલ્ટી છે. 

fallbacks

ટ્રમ્પનું ફેસબુક એકાઉન્ટ બે વર્ષ માટે સસ્પેન્ડ
નિક ક્લેગ, ફેસબુક પર વૈશ્વિક મામલાના ઉપાધ્યક્ષે એક જાહેરાતમાં કહ્યુ કે, આજે અમે અસાધારણ મામલાને લાગૂ થનારા નવા પ્રોટોકોલની જાહેરાત કરી રહ્યાં છીએ અને અમે તે પ્રોટોકોલને અનુરૂપ દંડની પુષ્ટિ કરી રહ્યાં છે, જે અમે ટ્રમ્પના એકાઉન્ટ પર લાગૂ કરી રહ્યાં છીએ. 

અમારું માનવું છે કે તેમની ક્રિયાઓએ અમારા નિયમનોનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે, જે નવા અમલીકરણ પ્રોટોકોલ હેઠળ ઉપલબ્ધ ઉચ્ચતમ દંડને પાત્ર છે. અમે તેના ખાતાને બે વર્ષ માટે સસ્પેન્ડ કરી રહ્યા છીએ, જે આ વર્ષે 7 જાન્યુઆરીથી શરૂ થશે અને જાન્યુઆરી 2023 સુધી લાગૂ રહેશે. 

આ પણ વાંચોઃ World Environment Day 2021: આ વખતે પાકિસ્તાન છે વિશ્વ પર્યાવરણ દિવસનું યજમાન, જાણો શું છે આ વર્ષની થીમ

ફેસબુક પ્રતિબંધના નિર્ણયનું ફરી મૂલ્યાંકન કરશે
સમાચાર એજન્સી સિન્હુઆના રિપોર્ટ અનુસાર કંપનીએ કહ્યું કે, તે પ્રતિબંધનું પુનઃમૂલ્યાંકન કરશે અને નિર્ણય લેશે કે તેને ખતમ કરવામાં આવે કે આગળ વધારવામાં આવે. 

ક્લેગે કહ્યુ કે, અમે તે નક્કી કરીએ છીએ કે જાહેર સુરક્ષા માટે હજુ તે એક ગંભીર જોખમ છે, તો આ પ્રતિબંધનો વિસ્તાર થશે અને જોખમ ઓછુ થવા પર પુનઃમૂલ્યાંકન કરવામાં આવશે. 

આખરે સસ્પેન્શન હટાવવામાં આવશે ત્યારે ટ્રમ્પ દ્વારા વધુ ઉલ્લંઘન થાય તો ટ્રમ્પના પેજ અને એકાઉન્ટને કાયમી ધોરણે ડિલીટ કરી દેવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More