Home> World
Advertisement
Prev
Next

Fact-check: શું ખરેખર રશિયાએ કોરોના વેક્સિન તૈયાર કરી નાખી છે?

કોરોના મહામારીના વધતા પ્રકોપ વચ્ચે રશિયા (Russia) એ વેક્સિન તૈયાર કરી લીધી હોવાનો દાવો કર્યો હતો પરંતુ હવે આ દાવો આશંકામાં ઘેરાતો જોવા મળી રહ્યો છે. હાલમાં જ રશિયાની સેચેનોવ યુનિવર્સિટી (Sechenov University) દ્વારા કહેવાયું હતું કે તેણે દુનિયાની પહેલી કોરોના રસી (Corona Vaccine) તૈયાર કરી લીધી છે અને તેની મનુષ્યો પર ટ્રાયલ સફળ રહી છે. 

Fact-check: શું ખરેખર રશિયાએ કોરોના વેક્સિન તૈયાર કરી નાખી છે?

મોસ્કો: કોરોના મહામારીના વધતા પ્રકોપ વચ્ચે રશિયા (Russia) એ વેક્સિન તૈયાર કરી લીધી હોવાનો દાવો કર્યો હતો પરંતુ હવે આ દાવો આશંકામાં ઘેરાતો જોવા મળી રહ્યો છે. હાલમાં જ રશિયાની સેચેનોવ યુનિવર્સિટી (Sechenov University) દ્વારા કહેવાયું હતું કે તેણે દુનિયાની પહેલી કોરોના રસી (Corona Vaccine) તૈયાર કરી લીધી છે અને તેની મનુષ્યો પર ટ્રાયલ સફળ રહી છે. 

fallbacks

રશિયાની રસીને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ સાત જુલાઈએ કહ્યું હતું કે વેક્સિન હજુ પહેલા તબક્કામાં છે. જેનો અર્થ એ થયો કે તેને સુરક્ષિત ગણવા માટે ઓછામાં ઓછા 3થી 4 ટ્રાયલમાંથી પસાર થવાનું છે. તો પછી સેચેનોવ યુનિવર્સિટી આટલી જલદી રસી તૈયાર થઈ હોવાનો દાવો કેવી રીતે કરી શકે? આ ઉપરાંત WHOએ 21 સંભવિત રસીઓને સૂચિબદ્ધ કરી છે અને તેમાંથી ફક્ત બે હ્યુમન ટ્રાયલના એડવાન્સ સ્ટેજમાં પહોંચ્યા છે. જેમાં ચીનની સિનોવેક અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી એસ્ટ્રાજેનેકાની વાયરલ વેક્ટર રસી સામેલ છે. 

હવે રશિયાના દાવા પર નજીકથી નજર ફેરવીએ. રશિયા વિશ્વ વિદ્યાલયના મુખ્ય શોધકર્તાનો દાવો છે કે વેક્સિનની તમામ હ્યુમન ટ્રાયલ પૂરી થઈ ગઈ છે. પરંતુ રિસર્ચમાં ફક્ત 40 વોલેન્ટિયર્સને જ સામેલ કર્યા હતાં. જ્યારે WHOના જણાવ્યાં મુજબ બીજા તબક્કામાં ઓછામાં ઓછા 100 અને ત્રીજા તબક્કામાં હજારો વોલિન્ટિયર્સનું સામેલ થવું જરૂરી છે. જેનાથી માલુમ પડે છે કે રશિયાએ વેક્સિનનો હજુ પહેલો તબક્કો જ પૂરો કર્યો છે. 

તથ્યોની તપાસથી એ પણ વાત સામે આવી છે કે પરીક્ષણ 18 જૂને શરૂ થયું હતું જેનો અર્થ એ છે કે ફક્ત એક મહિનામાં રશિયાએ તમામ ટ્રાયલ કરીને વેક્સિન મનુષ્યો માટે સુરક્ષિત જાહેર કરી દીધી. મેલેરિયા, ઈબોલા, અને ડેન્ગ્યુના હાલમાં જ વિક્સિત થયેલી રસીને ઓછામાં ઓછા ચાર વર્ષ લાગ્યા હતાં. ભલે રશિયાની રસીમાં જબરદસ્ત ક્ષમતા હોય પરંતુ આટલું જલદી માનવ ઉપયોગ માટે સુરક્ષિત જાહેર કરી શકાય નહીં. આથી એમ કહેવું ખોટું નહીં હોય કે વેક્સિનને લઈને રશિયાએ જે દાવો કર્યો છે તે સંપૂર્ણ રીતે સાચો નથી. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More