Home> World
Advertisement
Prev
Next

પાકિસ્તાન નવી મુશ્કેલીમાં મૂકાયું, FATFના સણસણતા 150 સવાલથી સ્તબ્ધ

દુનિયાભરમાં આતંકવાદના ફંડિંગ અને મની લોન્ડરિંગના મામલાઓ  પર નજર રાખતી સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ પાકિસ્તાને ફરીથી 150 સવાલ પૂછી નાખ્યા છે. જેમાંથી મોટાભાગના સવાલ પાકિસ્તાનની ઈમરાન ખાન (Imran Khan) સરકાર તરફથી આતંકવાદ પર થયેલી કાર્યવાહી સંબંધિત છે.

પાકિસ્તાન નવી મુશ્કેલીમાં મૂકાયું, FATFના સણસણતા 150 સવાલથી સ્તબ્ધ

ઈસ્લામાબાદ: દુનિયાભરમાં આતંકવાદના ફંડિંગ અને મની લોન્ડરિંગના મામલાઓ  પર નજર રાખતી સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ પાકિસ્તાને ફરીથી 150 સવાલ પૂછી નાખ્યા છે. જેમાંથી મોટાભાગના સવાલ પાકિસ્તાનની ઈમરાન ખાન (Imran Khan) સરકાર તરફથી આતંકવાદ પર થયેલી કાર્યવાહી સંબંધિત છે. પાકિસ્તાને (Pakistan) આ સવાલોના જવાબ 8 જાન્યુઆરી સુધીમાં આપવાના છે. 

fallbacks

એફએટીએફ (FATF) એ પાકિસ્તાન ઓથોરિટીઝને એ સુનિશ્ચિત કરવાનું કહ્યું છે કે જે પણ લોકો આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા છે તેમને કોર્ટમાં દોષિત ઠેરવવામાં આવે. આ વૈશ્વિક સંસ્થાએ પાકિસ્તાનમાં ચાલતી મદરેસાઓને સ્વચ્છ બનાવવા માટે કરાયેલી કાયદાકીય કાર્યવાહીની પણ ડીટેલ માંગી છે. 

પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રીબ્યુને ત્યાંના નાણા મંત્રાલયના સૂત્રોના હવાલે અહેવાલમાં જણાવ્યું છે કે પાકિસ્તાને 7 ડિસેમ્બરે જ FATFના 22 સવાલના જવાબ આપ્યાં હતાં. તે જવાબો પર FATFએ ફરીથી 150 સવાલો પૂછી નાખ્યાં. હવે પાકિસ્તાને મની લોન્ડરિંગ અને ટેરર ફાઈનાન્સિંગ પર નવા સવાલોના જવાબ આપવા પડશે. 

પાકિસ્તાન FAFTને એ પણ જણાવશે કે તેણે મની લોન્ડરિંગ થતા રોકવા માટે શું પગલાં લીધા. 7 ડિસેમ્બરે પાકિસ્તને જે કમ્પ્લાયન્સ રિપોર્ટ સોંપ્યો હતો તેમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી સંગઠન જાહેર થયેલા સમૂહો પર ઈમરાન સરકારની કાર્યવાહી અને તેમને કોર્ટમાંથી મળેલી સજા અંગે વિસ્તૃત જાણકારી સામેલ હતી. 

જુઓ LIVE TV

આગામી મીટિંગમાં બ્લેક લિસ્ટ થઈ શકે છે પાકિસ્તાન
FATFની મીટિંગ આગામી વર્ષે ફેબ્રુઆરીમાં થવા જઈ રહી છે. જેમાં નક્કી થશે કે પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવું કે નહીં. ગત ફેબ્રુઆરીમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાખવામાં આવ્યું હતું. પાકિસ્તાન એ આશામાં જીવી રહ્યું છે કે હવે પછીની બેઠકમાં પણ તેને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય ટળશે અને તેને જૂન 2020 સુધી નવી સમય મર્યાદા મળશે. જો કે FATFએ ગત મીટિંગમાં પાકિસ્તાનને કડક શબ્દોમાં કહ્યું હતું કે જો તેણે નક્કી સમય મર્યાદામાં એન્ટી મની લોન્ડરિંગ અને કાઉન્ટર ટેરર ફાઈનાન્સિંગના 27માંથી બાકીના વધેલા 22 પોઈન્ટ પર યોગ્ય કાર્યવાહી ન કરી તો તેને બ્લેક લિસ્ટમાં નાખવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More