Home> World
Advertisement
Prev
Next

દિકરી ઘરે ન આવતાં પિતા એપની મદદથી પીછો કરી પહોંચ્યો અને જોયું તો.....

પિતાનો આક્ષેપ છે કે, 'ઉબર'નો ડ્રાઈવર તેમની દિકરીને શહેરથી દૂર નિર્જન વિસ્તારમાં લઈ ગયો હતો અને બળજબરીપૂર્વક તેના પર બળાત્કાર ગુજારી રહ્યો હતો ત્યારે તેઓ ત્યાં પહોંચી ગયા હતા. યુવતિના પિતાને જોતાં જ ઉબરનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો 

દિકરી ઘરે ન આવતાં પિતા એપની મદદથી પીછો કરી પહોંચ્યો અને જોયું તો.....

બાલ્ટીમોર(મેરીલેન્ડ): અમેરિકાના મેરીલેન્ડના બાલ્ટીમોર શહેરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. એક પિતાએ આરોપ લગાવ્યો છે કે, તેઓ જ્યારે તેમની દિકરી ઘરે ન આવી અને તેને ટ્રેક કરતા-કરતા જ્યારે તેઓ તેની પાસે પહોંચ્યા ત્યારે ઉબર કારનો ડ્રાઈવર તેમની દીકરી પર બળાત્કાર ગુજારી રહ્યો હતો. તેમને જોતાં જ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બાલ્ટીમોર કાઉન્ટી પોલીસ 'સેકન્ડ ડિગ્રી રેપ' અપરાધ તરીકે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. 

fallbacks

પોલીસે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, "બાલ્ટીમોર શહેરના ઉત્તરમાં મેયઝ ચેપલ વિસ્તારમાં જાતીય અત્યાચારની આ ઘટના ઘટી છે. પિતાએ એક નિર્જન વિસ્તારમાં સડકની એક બાજુ પર રાત્રે 11.30 કલાકે એક વ્હીકલ પાર્ક કરેલું જોયું હતું. તેઓ જ્યારે વ્હીકલ પાસે પહોંચ્યા ત્યારે ડ્રાઈવર અને તેમની દીકરી કારની પાછળી સીટમાં વાંધાજનક સ્થિતીમાં હતા. પિતાને જોતાં જ ડ્રાઈવરે તેમના પર યુવતીની કોલેજ બેગ ફેંકી હતી અને પછી ફરાર થઈ ગયો હતો."

પાકિસ્તાનમાં હિન્દુ બાળકીને દારૂ પીવડાવી ગેંગરેપ ગુજારી તરફડીયા મારતી ફેંકી દીધી ખુલ્લા મેદાનમાં

બાલ્ટીમોર કાઉન્ટિ પોલીસના પ્રવક્તા શોન વિન્સને વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, "યુવતીનો પિતા જ્યારે કારની પાસે પહોંચ્યો અને કારને નોક કરી ત્યારે તેણે જોયું કે, ડ્રાઈવર અને પીડીત યુવતી કારની પાછળની સીટમાં વાંધાનજક સ્થિતીમાં હતા. પિતા અને ઉબર ડ્રાઈવર વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યાર પછી ઉબર ડ્રાઈવર કારની ફ્રન્ટ સીટમાં બેસી ગયો અને કાર લઈને ભાગી છૂટ્યો હતો."

શોન વિન્સને કહ્યું કે, "આ એક ગંભીર આરોપ છે. પીડિતના પિતાએ પોલીસને બોલાવી હતી અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરી લીધી છે, પરંતુ હજુ સુધી તેને જાહેર કરવામાં આવી નથી." જોકે, પિતા કઈ એપ્લીકેશનનો ઉપયોગ કરતા હતા તે હજુ સુધી જાણી શકાયું નથી. 

 દિલ્હીમાં ભરબજારમાં કોઈ મહિલાનું માથું કાપેલું અર્ધનગ્ન ધડ બોક્સમાં ફેંકી ગયું 

આ અંગે ઉબરના પ્રવક્તાએ જણાવ્યું કે, "ઘટનાની માહિતી મળ્યા પછી શંકાસ્પદ ઉબર ડ્રાઈવરને તાત્કાલિક ધોરણે એપ્લિકેશનમાંથી દૂર કરી દેવાયો છે. અમે પોલીસને તેની તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશું."

fallbacks

ઉલ્લેખનીય છે કે, CNN દ્વારા ગયા વર્ષે જે વિસ્તૃત અહેવાલ તૈયાર કરાયો હતો તેના અનુસાર છેલ્લા 4 વર્ષ દરમિયાન ઉબરના 100થી વધુ ડ્રાઈવર પર બળાત્કાર કે જાતીય સતામણીના આરોપ લાગી ચૂક્યા છે, જેના કારણે કંપનીની અનેક વખત ટીકા થઈ છે. કંપનીનો દાવો છે કે, આવી ઘટનાઓ પછી તેના દ્વારા અનેક સુરક્ષા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. 

જૂઓ LIVE TV....

દુનિયાના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More