Home> World
Advertisement
Prev
Next

અમેરિકાના આ રાજ્યોમાં મહિલાઓને જાહેરમાં 'ટોપલેસ' ફરવાની મળી કાયદેસર માન્યતા

કેટલીક મહિલાઓએ 'ફ્રી ધ નિપ્પલ'(Free The Nipple) નામથી એક ગ્લોબલ મૂવમેન્ટ ચલાવી હતી. આ આંદોલનમાં મહિલાઓએ માગ કરી હતી કે તેમને પણ પુરુષોની જેમ જાહેરમાં ટોપલેસ ફરવાનો અધિકાર મળવો જોઈએ. તેમનું માનવું હતું કે, મહિલાઓનું શરીર માત્ર 'સેક્સ્યુઅલ ઓબ્જેક્ટ'(Sexual Object) નથી. તેમને પણ પુરુષોની જેમ સમાન અધિકાર મળવા જોઈએ. આ મૂવમેન્ટના આધારે જ કોર્ટે 'ટોપલેસ બેન' દૂર કર્યો છે. 
 

અમેરિકાના આ રાજ્યોમાં મહિલાઓને જાહેરમાં 'ટોપલેસ' ફરવાની મળી કાયદેસર માન્યતા

વોશિંગટનઃ અમેરિકાના(America) 6 રાજ્યોમાં મહિલાઓ હવે બિન્દાસ રીતે 'ટોપલેસ'(Topless) થઈને જાહેરમાં ફરી શકશે. તાજેતરમાં જ અમેરિકાની 10મી સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સ દ્વારા આ અંગેનો ચૂકાદો આપવામાં આવ્યો છે. કોલોરાડોની કોર્ટે મહિલાઓને જાહેરમાં ટોપલેસ ફરવા માટે કાયદેસરની માન્યતા આપી છે. કોલોરાડોના શહેર ફોર્ટ કોલિન્સે આ પ્રકારનો ચૂકાદો આવતો રોકવા માટેની કાયદાકીય લડાઈ પાછળ રૂ.2 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો, પરંતુ ચૂકાદો મહિલાઓની તરફેણમાં આવતાં આ ખર્ચ વ્યર્થ ગયો છે. 

fallbacks

કયા-કયા રાજ્યમાં ટોપલેસની મળી મુક્તી
પશ્ચિમ અમેરિકાના છ રાજ્યઃ વ્યોમિંગ (Wyoming), ઉટાહ (Utah), કોલોરાડો (Colorado), કેન્સાસ (Kansas), ન્યૂ મેક્સિકો(New Mexico) અને ઓક્લાહોમા(Oklahoma). 

પીએમ મોદીને 'સ્વચ્છ ભારત' માટે મળ્યું વૈશ્વિક સન્માન, ભારતીયોને કર્યું સમર્પિત

'ફ્રી ધ નિપ્પલ'(Fee The Nipple) મૂવમેન્ટ
કેટલીક મહિલાઓએ 'ફ્રી ધ નિપ્પલ' નામથી એક ગ્લોબલ મૂવમેન્ટ ચલાવી હતી. આ આંદોલનમાં મહિલાઓએ માગ કરી હતી કે તેમને પણ પુરુષોની જેમ જાહેરમાં ટોપલેસ ફરવાનો અધિકાર મળવો જોઈએ. તેમનું માનવું હતું કે, મહિલાઓનું શરીર માત્ર 'સેક્સ્યુઅલ ઓબ્જેક્ટ' નથી. તેમને પણ પુરુષોની જેમ સમાન અધિકાર મળવા જોઈએ. મહિલાઓએ આ બાબતને જાતિય અસમાનતા સાથે સરખાવી હતી. આ મૂવમેન્ટના આધારે જ કોર્ટે 'ટોપલેસ બેન' દૂર કર્યો છે. 

જળવાયુ પરિવર્તન કાર્યકર્તા ગ્રેટા થનબર્ગને મળ્યો 'ઓલ્ટરનેટિવ નોબલ પ્રાઈઝ'

વોશિંગટન ટાઈમ્સ અનુસાર કોલોરાડોના શહેર ફોર્ટ કોલિન્સમાં સૌ પ્રથમ વખત ફેબ્રુઆરીમાં અપીલ કરાઈ હતી ત્યારે કોર્ટે એન્ટી-ટોપલેસ કાયદાને ગેરબંધારણિય જણાવ્યો હતો. કોર્ટે પોતાના એ ચૂકાદામાં જણાવ્યું હતું કે, "આ કાયદો કેટલાક રૂઢિવાદો લોકોની નકારાત્મક માન્યતાને દર્શાવે છે, જેમાં મહિલાઓની છાતી સેક્સ ઓબ્જેક્ટ છે, જ્યારે પુરુષોની છાતી સેક્સ ઓબ્જેક્ટ કહેવાતી નથી." ત્યાર પછી મહિલાઓએ 'ફ્રી ધ નિપ્પલ' નામની વિશ્વવ્યાપી લડત ચલાવી હતી અને કોર્ટમાં આ મુદ્દે લાંબી સુનાવણી ચાલી હતી. 

હવે આ પ્રતિબંધ કાયદેસર રીતે જ દૂર થવાની સાથે ફોર્ટ કોલિન્સ શહેરમાં સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહથી જ મહિલાઓ ટોપલેસ થઈને જાહેરમાં ફરી શકશે. આ અગાઉ માત્ર 10 વર્ષથી નાની વયની બાળકીઓ જ ટોપલેસ થઈને જાહેર સ્થળોએ જઈ શકતી હતી. જોકે, ફોર્ટ કોલિન્સ શહેરને આ ચૂકાદા સામે સુપ્રીમ કોર્ટમાં જવાનો અધિકાર છે. 

જૂઓ LIVE TV....

દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More