Home> World
Advertisement
Prev
Next

અમેઝનના વર્ષાવનોમાં આગઃ આખરે બ્રાઝીલે ફ્રાન્સની 20 મિલિયન ડોલરની મદદ સ્વીકારી

અમેઝનના વર્ષાવનોમાં આગઃ આખરે બ્રાઝીલે ફ્રાન્સની 20 મિલિયન ડોલરની મદદ સ્વીકારી

બ્રાઝિલિયાઃ 'ધરતીના ફેફસાં' કહેવાતા અમેઝનના જંગલમાં છેલ્લા કેટલાય દિવસથી વિકરાળ આગ લાગેલી છે, જેને કાબુમાં લેવા માટે ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, પરંતુ હજુ સુધી આ આગ પર કાબુ મેળવી શકાયો નથી. બુધવારે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલસોનારોએ જણાવ્યું કે, અમેઝનના વર્ષાવનો અંગે એક સર્વસામાન્ય નીતિ બનાવવા માટે દક્ષિણ અમેરિકાના દેશો એક્ઠા કરશે. અમે ફ્રાન્સની 20 મિલિયન ડોલરની ઓફરને સ્વીકારવાનો નિર્ણય લીધો છે.

fallbacks

આ સાથે જ તેમણે ચીલી દ્વારા કરવામાં આવેલી ચાર ફાયર વિમાનની ઓફર પણ સ્વીકારી લીધી છે. આ અંગે માહિતી આપતા ચીલીના રાષ્ટ્રપતિ સેબાસ્ટિયન પિનેરાએ બ્રાઝિલિયામાં જણાવ્યું કે, વેનેઝુએલા સિવાયના પડોશી દેશો સાથે બોલસોનારો 6 સપ્ટેમ્બરના રોજ કોલંબિયાના લેટિસિયા શહેરમાં એક બેઠક કરશે અને તેમાં અમેઝોનના જંગલોની સુરક્ષા અંગે એક સમાન નીતિ ઘડવા અંગે ચર્ચા કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જળવાયુ પરિવર્તન અંગે બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસોનારો પર ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેકરો દ્વારા જુઠું બોલવાનો આરોપ લગાવાયા પછી બ્રાઝીલે જી-7 દેશો દ્વારા આગ પર કાબુ મેળવવા માટે કરવામાં આવેલી 20 મિલિયન ડોલરની મદદને ફગાવી દીધી હતી. 

યુરોપિય અંતરિક્ષ એજન્સીના અંતરિક્ષ યાત્રી લુકા પર્મિટાનોએ સોમવારે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાંથી અમેઝનના જંગલના ધૂમાડાની એક તસવીર ટ્વીટ કરી હતી. પરમિટાનોએ જણાવ્યું કે, ધૂમાડો એટલો વ્યાપક છે કે કેટલીક તસવીરોમાં તે વાદળો જોવો દેખાય છે. 

જળવાયુ પરિવર્તનઃ અમેઝન પછી હવે આફ્રિકાના જંગલોમાં લાગી છે વિકરાળ આગ

અમેઝનના જંગલોમાં આગ કેવી રીતે લાગી?
અમેઝનના જંગલ સામાન્ય રીતે ભીનું અને ભેજવાળું હોય છે, પરંતુ જુલાઈથી ઓક્ટોબર દરમિયાન અહીં ઉનાળાની ઋતુમાં આગ લાગવાની ઘટનાઓ થતી રહે છે. અમેઝન વોચ નામની એનજીઓના પ્રોગ્રામ ડાયરેક્ટર ક્રિશ્ચન પોયરિયરે જણાવ્યું હતું કે, ખેતી અને પશુપાલન માટે જમીનને સ્વચ્છ કરવા માટે હંમેશાં આગ લગાડવામાં આવે છે. તેના કારણે કેટલીક વખત આગ જંગલો સુધી ફેલાઈ જતી હોય છે. 

આગથી પ્રભાવિત વિસ્તારો
અમેઝનના જંગલોમાં લાગેલી આગથી અનેક વિસ્તારો પ્રભાવિત થયેલા છે. બ્રાઝીલના અનેક રાજ્યોમાં આગના કારણે નિકળી રહેલા ધૂમાડાની અસર જોવા મળી રહી છે. NASA દ્વારા બહાર પાડવામાં આવેલી સેટેલાઈટ તસવીરોથી જાણવા મળે છે કે, અમેઝોનાઝ, રોન્ડોનિયા, પારા અને મોટો ગ્રોસો રાજ્ય આ ધૂમાડાથી પ્રભાવિત છે. 

સંયુક્ત રાષ્ટ્રોની વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઈઝેશને ટ્વીટ કરીને માહિતી આપી છે કે, બ્રાઝીલના અનેક રાજ્યોમાં ધૂમાડો ફેલાઈ ગયો છે. આ આગમાં પ્રદૂષક તત્વો અને કાર્બન મોનોક્સાઈડ, નાઈટ્રોજન મોનોક્સાઈડ અને બિમ-મિતેન ઓર્ગેનિક કંમ્પાઉન્ડ વાતાવરણમાં ભેળવી રહી છે. 

2,500થી વધુ સ્થળો પર આગ સક્રિય
બીબીસીના અનુસાર અમેઝનના જંગલોમાં 2,500થી વધુ સ્થળોએ આગ સક્રિય છે. અંતરિક્ષમાંથી આગનો ધૂમાડો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી યુરોપીય સંઘ અને નાસાના ઉપગ્રહ દ્વારા ખેંચવામાં આવેલી તસવીરો પણ સોશિયલ મીડિયામાં ટ્વીટ કરવામાં આવી રહી છે. 

જુઓ LIVE TV....

દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More