Home> World
Advertisement
Prev
Next

Shooting in South Africa: સાઉથ આફ્રિકાના જોહાન્સબર્ગ પાસે ફાયરિંગ, 14 લોકોના મોત

South Africa Shootout: સાઉથ આફ્રિકાના સોવેટો ટાઉનશિપમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ફાયરિંગમાં 14 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું કે, આ ફાયરિંગ મોડી રાતે થયું હતું.

Shooting in South Africa: સાઉથ આફ્રિકાના જોહાન્સબર્ગ પાસે ફાયરિંગ, 14 લોકોના મોત

South Africa Shootout: સાઉથ આફ્રિકાના સોવેટો ટાઉનશિપમાં જોહાન્સબર્ગ પાસે ફરી એકવાર ગોળીબાર થયો છે. આ ફાયરિંગમાં 14 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. પોલીસ લેફ્ટનેન્ટ ઇલિયાસ માવેલાએ જણાવ્યું કે, ગોળીબાર મોડી રાતે લગભગ 12.30 વાગ્યાની આસપાસ થયો હતો.

fallbacks

પોલીસ લેફટનેન્ટે જણાવ્યું કે જ્યારે અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે 12 લોકોના મોત થયા હતા. માવેલાએ કહ્યું કે 11 અન્ય ઘાયલોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, પરંતુ બાદમાં વધુ બે લોકોના મોત થયા. જે બાદ મૃતકોની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે.

હુમલાખોર ગોળીબારી બાદ સ્થળ પરથી ફરાર
પ્રાપ્ત માહિત અનુસાર, જે બારમાં હુમલો કરવામાં આવ્યો તે વેટોના ઓરલેન્ડો જિલ્લામાં છે. તે જોહાન્સબર્ગની સૌથી મોટી વસાહત છે. હુમલાખોર અડધી રાતે બારમાં ઘુસ્યો અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. કહેવામાં આવી રહ્યું છે કે, ગોળીબાર કરી હુમલાખોર સ્થળેથી ભાગી ગયો હતો. આ હુમલામાં ઘાયલ 9 લોકો સારવાર હેઠળ છે.

પોલીસ કરી રહી છે તપાસ
પોલીસ લેફ્ટનેન્ટ ઇલિયાસ માવેલાએ કહ્યું શરૂઆતી તપાસમાં જાણવા મળ્યું છે કે લોકો બારમાં મસ્તી કરી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં હુમલાખોર પહોંચ્યો અને ગોળીબાર કરવા લાગ્યો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More