Home> World
Advertisement
Prev
Next

S jaishankar અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીના વચ્ચે દુશાંબેમાં એક કલાક ચાલી બેઠક, LAC પર થઇ ચર્ચા

Foreign Minister Meets Chinese Counterpart: વિદેશ મંત્રી એસ જયશંકર (External Affairs Minister S jaishankar) એ દુશાંબેમાં શંઘાઇ સહયોગ સંગઠન (SCO) ની બેઠકથી અગલ ચીનના પોતાના સમકક્ષ વાંગ યી સાથે મુલાકાત કરી હતી.

S jaishankar અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીના વચ્ચે દુશાંબેમાં એક કલાક ચાલી બેઠક, LAC પર થઇ ચર્ચા

નવી દિલ્હી/દુશાંબે: Foreign Minister Meets Chinese Counterpart: વિદેશ મંત્રી એસ જયશંકર (External Affairs Minister S jaishankar) એ દુશાંબેમાં શંઘાઇ સહયોગ સંગઠન (SCO) ની બેઠકથી અગલ ચીનના પોતાના સમકક્ષ વાંગ યી સાથે મુલાકાત કરી હતી. દુશાંબેમાં ચીની સમકક્ષ સાથે વાતચીત પર એસ જયશંકરે કહ્યું કે ચીનના વિદેશ મંત્રી વાંગ યી (Wang Yi) સાથે એક કલાક ચાલેલી દ્વીપક્ષીય વાર્તા દરમિયાન પશ્વિમી ક્ષેત્રમાં એલએસી (LAC) સંબંધિત પેન્ડીંગ મુદ્દાઓ પર ચર્ચા કરી. 

fallbacks

સંસદીય રક્ષા કમિટીની બેઠકમાંથી Rahul Gandhi નું વોકઆઉટ, LAC પર ઇચ્છતા હતા ચર્ચા

'સંબંધોના વિકાસ માટે પૂર્ણ શાંતિ બહાલી જરૂરી'
લદ્દાખ સીમાને લઇને ચીની વિદેશ મંત્રી સાથે વાતચીત પર વિદેશમંત્રી એસ જયશંકર (External Affairs Minister S jaishankar) એ કહ્યું કે 'બેઠક દરમિયાન સ્પષ્ટ કર્યું કે યથાસ્થિતિમાં એકતરફી ફેરફાર સ્વિકાર્ય નથી. સંબંધોના વિકાસ માટે સીમાવર્તી ક્ષેત્રોમાં પૂર્ણ શાંતિ બહાલી અને સમરસતાને યથાવત રાખવી જરૂરી છે.' 

સૈન્ય કમાંડરોની ટૂંક સમયમાં બેઠક'
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મેથી જ ભારત અને ચીન વચ્ચે LAC ગરિરોધ ચાલી રહ્યો છે. સૈન્ય અને કૂટનીતિક સ્તરની વાર્તા બાદ કેટલાક સ્થળો પરથી બંને દેશોના સૈનિક પોતાના પૂર્વવર્તી જગ્યા પર જતા રહ્યા, પરંતુ અત્યારે પણ એલએસીને લગતા ઘણા વિસ્તારોમાંથી સૈનિકોની વાપસી થઇ શકી નથી. આ બેઠક બાદ વિદેશ મંત્રીએ કહ્યું કે, વરિષ્ઠ સૈન્ય કમાંડ્કરોની જલદી જ બેઠક બોલાવવા પર સહમતિ બની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More