Home> World
Advertisement
Prev
Next

આર્જેન્ટિનાના બ્યુનસ આયરસ ખાતે યોજાનારી જી-20 સમિટનો એજન્ડા

આર્જેન્ટનાના બ્યુનસ આયરસ ખાતે આગામી 30 નવેમ્બર અને 1 ડિસેમ્બર દરમિયાન G20 દેશોની બેઠક મળવાની છે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ G20 બેઠકમાં ભાગ લેવા માટે ભારતથી રવાના થઈ ગયા છે 

આર્જેન્ટિનાના બ્યુનસ આયરસ ખાતે યોજાનારી જી-20 સમિટનો એજન્ડા

નવી દિલ્હીઃ આર્જેન્ટનાના બ્યુનસ આયરસ ખાતે આગામી 30 નવેમ્બર અને 1 ડિસેમ્બર દરમિયાન G20 દેશોની બેઠક મળવાની છે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ G20 બેઠકમાં ભાગ લેવા માટે ભારતથી રવાના થઈ ગયા છે. વડા પ્રદાન નરેન્દ્ર મોદી G20 સમિટમાં ભાગ લેવા ઉપરાંત અહીં આવેલા વિશ્વનાં દેશોના સાથે પણ વાટાઘાટો કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વડા પ્રધાન મોદીની મુલાકાત પ્રસ્તાવિત છે. 

fallbacks

વર્ષ 2018ની આ સમિટ પ્રથી જી20 સમિટની 10મી વર્ષગાંઠ પણ છે. જી20 દેશોની પ્રથમ બેઠક વર્ષ 2008માં વૈશ્વિક આર્થિક મંદીનો સામનો કરવા માટે મળી હતી. G20 એ વિશ્વના 19 દેશ અને યુરોપિયન યુનિયનનું બનેલું એક સંગઠન છે. G20 દેશો ભેગા મળીને વિશ્વના સરેરાશ ઘરેલુ ઉત્પાદન (GDP)નો 80% હિસ્સો ધરાવે છે. આ દેશોમાં વિશ્વની બે તૃતિયાંશ વસતી રહે છે. 

fallbacks

G20ની સ્થાપના વર્ષ 2008માં આવેલી વૈશ્વિક મંદીનો સામનો કરવા માટે થઈ હતી. હવે આ બેઠકમાં વૈશ્વિક આર્થિક સહકાર, આર્થિક નીતિઓ, જળવાયુ પરિવર્તન, વિકાસ અને ઊર્જા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે અને ટાર્ગેટ નક્કી કરવામાં આવે છે. 

G20 બેઠકનો એજન્ડાઃ  મહત્વના ત્રણ મુદ્દાઓ પર હાથ ધરાશે ચર્ચા 
1. ભવિષ્યનું આયોજન - માનવમૂડીનો મહત્તમ ઉપયોગ 
2. માળખાગત સુવિધાઓનો વિકાસ - ઉપલબ્ધ તમામ સ્રોતનો માળખાગત સુવિધાઓના વિકાસમાં ઉપયોગ 
3. ટકાઉ ખાદ્ય ભવિષ્ય - જમીનની ફળદ્રુપતામાં વધારો કરવો 

G20માં ચર્ચાનારા અન્ય મુદ્દાઓ 
ભ્રષ્ટાચાર નાબૂદી
આંતરરાષ્ટ્રીય વેપાર અને રોકાણ
સર્વસમાવેશક વિકાસ 
આરોગ્ય
પર્યાવરણ અને ઊર્જા 

ભારતના વિદેશ મંત્રાલયના સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે, "G20 સમિટમાં ભાગ લેવા ઉપરાંત વડા પ્રધાન મોદી વિશ્વના ટોચના નેતાઓ સાથે પણ બેઠક કરશે. ભારત વિશ્વના વિકાસમાં ભાગીદાર બનવા માટે હંમેશાં તૈયાર રહ્યું છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More