Home> World
Advertisement
Prev
Next

આ છોકરી પોતાનું થૂંક વેચીને કમાય છે લાખો રૂપિયા, કિંમત જાણીને ચોંકી જશો

Spit Selling: લતીશા જોન્સે પોતાના સપનાને પૂરા કરવા માટે યુનિવર્સિટીમાં બાયોમેડિકલ સાયન્સનો અભ્યાસ શરૂ કર્યો. તેને ફી ભરવા માટે પાર્ટ ટાઈમ નોકરી કરવાની પણ જરૂર પડી હતી. 

આ છોકરી પોતાનું થૂંક વેચીને કમાય છે લાખો રૂપિયા, કિંમત જાણીને ચોંકી જશો

નવી દિલ્હીઃ Trending News: લતિશા જોન્સ, એક છોકરી જે હંમેશા ડૉક્ટર બનવાની ઈચ્છા રાખતી હતી, તે હવે બોટલોમાં થૂંક વેચીને અદ્ભુત કમાણી કરી રહી છે. આ અનોખી પદ્ધતિ તેને દર મહિને 41 લાખ રૂપિયાથી વધુ કમાવાનો મોકો આપી રહી છે. લતિશા જોન્સે પોતાના સપના પૂરા કરવા યુનિવર્સિટીમાં બાયોમેડિકલ સાયન્સનો અભ્યાસ શરૂ કર્યો. ફી ભરવા માટે તેને પાર્ટ ટાઈમ જોબ કરવાની જરૂર પડી. જો કે, જીવનના એક તબક્કે, તેણે કમાણીનું એક અલગ સાધન કાઢ્યું, જેના કારણે તે હવે ખૂબ જ અમીર બની રહી છે.

fallbacks

પોતાની થૂંક વેચીને લાખો રૂપિયા કમાઈ છે યુવતી
લતીશા જોન્સે પોતાની બોટલમાં પોતાની થૂંક ભરીને તેને વેચવાની રીત અપનાવી છે. આ વિચિત્ર બિઝનેસ તેને પૈસા કમાવાનો નવો રસ્તો દેખાડી રહ્યો છે. લતીશા જોન્સ એક 22 વર્ષની મહિલા છે, જે સફળ કારોબાર મોડલ બની ગઈ. તેણે પોતાની લોનની ચુકવણી કરી દીધી છે અને એક નવો ફ્લેટ ખરીદી લીધો. આ સમાચાર મિરર યૂકેના રિપોર્ટમાં શેર કરવામાં આવ્યા છે. આ સિવાય જ્યારે તેને ખબર પડી કે લોકો કપાયેલા નખ, જૂની ચાદર અને થૂંકના બદલામાં 300 પાઉન્ડથી લઈને 1500 પાઉન્ડ આપવા તૈયાર છે, તો તે પણ આ કામ શરૂ કર્યું.

આ પણ વાંચોઃ નમસ્તે ઓસ્ટ્રેલિયા! અહીંનું પેરામાટા સ્ટ્રીટ પ્રભાતચોક, હેરિસ પાર્ક હરિશ પાર્ક બન્યુ

લોકો કરે છે વિચિત્ર ડિમાન્ડ
યુવતીએ કહ્યું કે મને લોકો તરફથી વિચિત્ર રીતે થૂંકની ડિમાન્ડ મળી. એક વ્યક્તિએ કહ્યું કે તમે મને તમારૂ થૂંક આપો હું 300 પાઉન્ડ આપીશ. તેવામાં મેં થૂંક વેચવાનું શરૂ કરી દીધું. તેણે મારી બેંકની વિગત માંગી અને ખાતામાં પૈસા મોકલી દીધા. તમને વિશ્વાસ નહીં થાય કે આ કઈ રીતે શક્ય બન્યું. તે એક દિવસમાં ત્રણ બોટલ જેટલી થૂંક ભેગી કરે છે. એક વ્યક્તિ તો તેની પાસેથી આશરે દોઢ લાખ રૂપિયા જેટલી થૂંક ખરીદી ચુક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More