નવી દિલ્હીઃ આજના સમયમાં ટેટૂ (Tatoo) બનાવવું સામાન્ય વાત છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આ સિલસિલામાં ઘણા લોકો ટેટૂમાં પોતાની પસંદગીની ડિઝાઇન બનાવે છે. તો કેટલાક લોકો એવા છે જે પોતાના જીવનમાં રહેલી ખાસ વ્યક્તિનું નામ લખાવે છે. તમે પણ તમારા મિત્રોને તેની ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્સનું નામ લખાવતા જોયા હશે. પરંતુ તમે સાંભળ્યું છે કે ટેટૂ બનાવ્યા બાદ તેનું બ્રેકઅપ થઈ ગયું. લગભગ નહીં! પરંતુ તમને જણાવી દઈએ કે આ સત્ય છે.
7 દિવસમાં થયું બ્રેકઅપ
ન્યૂયોર્ક પોસ્ટમાં પ્રકાશિત અહેવાલ અનુસાર એક યુવતીએ પોતાના બોયફ્રેન્ડના નામનું મોટું ટેટૂ પોતાના કમર સુધી બનાવ્યું હતું, ત્યારબાદ તેનું બ્રેકઅપ થયું. ત્યારબાદ તે તેને અનલકી માનવા લાગી. 21 વર્ષની એશ્લિન ગ્રેસ (Ashlyn Grace) હંમેશા પોતાની કહાની ટિકટોક દ્વારા શેર કરે છે. આ વખતે પણ તેણે કરી છે. સોશિયલ મીડિયા પર બે વીડિયો શેર કરતા તેણે પોતાની વાત રજૂ કરી છે.
આ પણ વાંચોઃ વેચાઈ રહ્યું છે વિશ્વનું સૌથી 'ગંદુ' ઘર, હાલત જોઈને તમે વિચારમાં પડી જશો
ગર્લફ્રેન્ડને પસ્તાવો
એશ્લિન ગ્રેસ માટે આ બધુ સરળ નહોતું. હકીકતમાં તેના પ્રેમીનું નામ Alexander હતું. તેવામાં આટલું લાંબુ નામ લખાવવા માટે તેણે ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. યુવતીએ લોકોની સામે ટેટૂ દેખાડતા કહ્યું કે, તેને તે વાતનો પસ્તાવો છે કે ટેટૂ બનાવી લીધું.
યૂઝર્સે આપ્યું રિએક્શન
આ કહાની સામે આવ્યા બાદ લોકો અનેક પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ઘણા યૂઝર્સ યુવતીને સાંત્વના આપી રહ્યાં છે. ત્યારબાદ કેટલાક લોકોએ કહ્યું કે, આટલા મોટા નામનું ટેટૂ પ્રથમવાર જોયું છે. તો એક યૂઝર્સે મજાકમાં કહ્યું કે, તે પોતાની પીઠ પર વર્ડ સર્ચ બનાવી લે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે