Home> World
Advertisement
Prev
Next

Coronavirus: ભારતમાં કોરોનાની કથળેલી સ્થિતિથી Google પણ વ્યથિત, અધધધ...મદદની કરી જાહેરાત

ગૂગલે ભારતને મદદ કરવાની જાહેરાત કરી છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ(Sundar Pichai) એ ટ્વીટ કરીને આ જાણકારી આપી. 

Coronavirus: ભારતમાં કોરોનાની કથળેલી સ્થિતિથી Google પણ વ્યથિત, અધધધ...મદદની કરી જાહેરાત

વોશિંગ્ટન: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) નો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. નવા કેસ અને મૃત્યુના આંકડા રોજેરોજ નવા રેકોર્ડ સર્જી રહ્યા છે. આ બધા વચ્ચે અનેક દેશ ભારતની મદદે પણ આવ્યા છે. ગૂગલે પણ ભારતને મદદ કરવાની જાહેરાત કરી છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ(Sundar Pichai) એ ટ્વીટ કરીને આ જાણકારી આપી. 

fallbacks

ગૂગલે કરી 135 કરોડ રૂપિયાના ફંડની જાહેરાત
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ટ્વીટ કરીને કહ્યું કે ભારતમાં બગડી રહેલા કોવિડ સંકટથી ટૂટી ગયો છું. ગૂગલ અને સૂગલર્સ 135 કરોડ રૂપિયાનું ફંડિંગ Give India  અને યુનિસેફને મેડિકલ સપ્લાય માટે, હાઈ રિસ્કવાળી કમ્યુનિટીને સપોર્ટ કરનારા સંગઠનો અને મહત્વપૂર્ણ ઈન્ફોર્મેશન આપવામાં મદદ કરનારાઓને ગ્રાન્ટ તરીકે આપી રહ્યા છે. 

એક જ દિવસમાં 3.52 લાખથી વધુ કેસ
અત્રે જણાવવાનું કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3,52,991 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1,73,13,163 થઈ છે. જ્યારે એક જ દિવસમાં 2,19,272 લોકો રિકવર થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 1,43,04,382 લોકો રિકવર થયા છે. હજુ પણ દેશમાં 28,13,658  દર્દીઓ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ 2812 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કુલ મૃત્યુઆંક 1,95,123 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ 14,19,11,223 લોકોને અત્યાર સુધીમાં રસી આપવામાં આવી છે.  

Corona: અમેરિકા પણ મદદ માટે આવ્યું આગળ, ભારતને વેક્સિન માટે આપશે કાચો માલ

Corona વિરુદ્ધ લડતમાં ભારતને મળ્યો UK નો સાથ, જીવનરક્ષક ઈક્વિપમેન્ટ્સ આવશે ભારત 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More