Home> World
Advertisement
Prev
Next

અફઘાનિસ્તાનમાં સ્થિતિ ખરાબ, સાવચેત રહો અને યાત્રા ન કરો, ભારતીય દૂતાવાસે આપી સલાહ

ભારતીય દૂતાવાસે બે પેજની યાત્રા સલાહમાં જણાવ્યું કે, સામાન્ય નાગરિકોને નિશાન બનાવવા સહિત હિંસક ગતિવિધિઓ વધી રહી છે. ભારતીય નાગરિક પણ તેનાથી બચેલા નથી, તેણે પણ અપહરણ જેવી ગંભીર ધમકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 

અફઘાનિસ્તાનમાં સ્થિતિ ખરાબ, સાવચેત રહો અને યાત્રા ન કરો, ભારતીય દૂતાવાસે આપી સલાહ

કાબુલઃ અફઘાનિસ્તાનમાં રહેતા ભારતીયોની સુરક્ષાને લઈને કાબુલ સ્થિત ભારતીય દૂતાવાસે સુરક્ષા સલાહ જારી કરી છે. આ એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં રહેવા, આવવા અને કામ કરનારા ભારતીયોએ દરેક સમયે વધુ સાવચેતી રાખવાની જરૂર છે. દૂતાવાસે  તે પણ કહ્યું કે અફઘાનિસ્તાનના ઘણા પ્રાંતોમાં સુરક્ષાની સ્થિતિ ખતરનાક બનેલી છે. જો તેવામાં જરૂર ન હોય તો ભારતીય નાગરિક આ દેશની યાત્રા પણ ન કરે. 

fallbacks

ગાડીઓની અવરજવરમાં સાચવેતી રાખવાનો નિર્દેશ
ભારતીય દૂતાવાસે બે પેજની યાત્રા સલાહમાં જણાવ્યું કે, સામાન્ય નાગરિકોને નિશાન બનાવવા સહિત હિંસક ગતિવિધિઓ વધી રહી છે. ભારતીય નાગરિક પણ તેનાથી બચેલા નથી, તેણે પણ અપહરણ જેવી ગંભીર ધમકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા કિનારે આઈઈડી લગાવી અને મેગ્નેટિક આઈઈડી દ્વારા નાગરિકોની ગાડીઓને નિશાન બનાવવામાં આવી રહી છે. તેથી કોઈપણ વાહનની અવરજવર દરમિયાન સાવચેતી રાખવી જોઈએ.

જાહેર સ્થળોએ જવાની પાડી ના
અફઘાનિસ્તાનમાં આવનાર, રહેતા અને કામ કરતા બધા ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે ઓફિસ, નિવાસ્થાન અને ઓફિસ જવા દરમિયાન સુરક્ષાના સંબંધમાં વધુ સાવચેતી અને સાવધાની રાખશે. ભારતીય દૂતાવાસે પોતાના નાગરિકોને બધી બિનજરૂરી યાત્રા કરવાથી બચવાની સલાહ આપી છે. ખાસ કરીને ભીડવાળી જગ્યા, કોઈ કાફલો કે સરકારી વાહનોથી લોકોને દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. 

આ પણ વાંચોઃ 'આઝાદી'ના નામે પર Pakistan ને ફરી આપ્યો કાશ્મીરીઓને ઠપકો, પીએમ Imran Khan ને આપ્યું આ વચન

મુખ્ય શહેરોની બહાર જવા પાડી ના
ભારતીય દૂતાવાસે અફઘાનિસ્તામાં રહેતા ભારતીયોને મુખ્ય શહેરથી બહાર ન નિકળવાની ચેતવણી આપી છે. લોકોને શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટ, રેસ્ટોરન્ટ અને બીજા જાહેર સ્થળોએ જવાની ના પાડી છે. મુખ્ય શહેરોથી બહાર જવા પર ભારતીયોના અપહરણનો ખતરો છે. દૂતાવાસે અફઘાનિસ્તાન પહોંચનાર બધા ભારતીયોને વાણિજ્ય દૂતાવાસની વેબસાઇટ પર કે ઈમેલ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાની વિનંતી કરી છે. 

અફઘાનિસ્તાનની સરહદો પર તાલિબાનનો કબજો
આ દિવસોમાં તાલિબાને અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં પોતાના હુમલા તેજ કરી દીધા છે. તાલિબાનનો દાવો છે કે તેણે દેશના 90 ટકા બહારી વિસ્તાર પર કબજો કરી લીધો છે પરંતુ અમેરિકાનું માનવું છે કે દેશના અડધા ભાગ પર તાલિબાન રાજ છે તાલિબાને તાજિકિસ્તાન સાથે લાગતી મુખ્ય સરહદ ચોકી શિર ખાન બંદર પર કબજો કરી લીધો છે. જે બોર્ડર પોસ્ટ પર તાલિબાનનું નિયંત્રણ છે, ત્યાં વેપાર રોકાય ગયો છે. તેવામાં અફઘાન સરકારે મહેસૂલમાં મોટુ નુકસાન ઉઠાવવુ પડી રહ્યું છે. આ સિવાય ટ્રાન્સપોર્ટ્રેશનમાં વિઘ્ન આવતા રાજધાની કાબુલમાં ખાવા-પીવાની વસ્તુઓની કમી થવા લાગી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More