Home> World
Advertisement
Prev
Next

ચીનની યુક્તિઓ પર નજર રાખવાની કરી તૈયારી, સરકારે બોર્ડર પર કર્યું આ પ્લાનિંગ

કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ (સીપીડબ્લ્યૂડી)ની આ મહિને જાહેર કરાયેલ વાર્ષિક રિપોર્ટ (2018-19)ના અનુસાર એજન્સીને ભારત-ચીન બોર્ડર પર 44 ‘વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ’ માર્ગોનું નિર્માણ માટે કહેવામાં આવ્યું છે જેથી સંધર્ષની સ્થિતિમાં સેનાને તાત્કાલિક ગોઠવવાનું સરળ બની રહે.

ચીનની યુક્તિઓ પર નજર રાખવાની કરી તૈયારી, સરકારે બોર્ડર પર કર્યું આ પ્લાનિંગ

નવી દિલ્હી: સરકાર ચીનથી અડીને બોર્ડર પર 44 વ્યૂહાત્મક માર્ગોનું નિર્માણની સાથે પાકિસ્તાનથી અડીને પંજાબ તેમજ રાજસ્થાનમાં લગભગ 2100 કિલોમીટરની મુખ્ય તેમજ સંપર્ક માર્ગોનું નિર્માણ કરશે. કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ (સીપીડબ્લ્યૂડી)ની આ મહિને જાહેર કરાયેલ વાર્ષિક રિપોર્ટ (2018-19)ના અનુસાર એજન્સીને ભારત-ચીન બોર્ડર પર 44 ‘વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ’ માર્ગોનું નિર્માણ માટે કહેવામાં આવ્યું છે જેથી સંધર્ષની સ્થિતિમાં સેનાને તાત્કાલિક ગોઠવવાનું સરળ બની રહે.

fallbacks

વધુમાં વાંચો: પાકિસ્તાનનો બદલાયો મૂડ, હવે વિદેશી એન્જિનથી ચાલશે અલ ખાલિદ ટેંક-2

ભારત તેમજ ચીનની વચ્ચે લગભગ 4000 કિલોમીટરની વાસ્તવિક નિયંત્રણ રેખા જમ્મૂ-કાશ્મીરથી લઅને અરૂણાચલ પ્રદેશ સુધીના વિસ્તારથી પસાર થાય છે. આ રિપોર્ટ એવા સમયે આવી છે જ્યારે ચીન ભારતની સાથે કરવામાં આવતા સરહદ પર પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપી રહ્યું છે. ગત વર્ષે ડોકલામમાં ચીને માર્ગ બનાવવાનું કાર્ય શરૂ કર્યા પછી બંને દેશોના સૈનિકોમાં અવરોધની પરિસ્થિતિ ઉભી થઇ ગઇ હતી.

વધુમાં વાંચો: ઉદ્ધવ ઠાકરેએ PM મોદીને આપ્યો પડકાર, ‘છે હિમ્મત તો રામ મંદિર બનાવો’

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારત-ચીન પર વ્યૂહાત્મ દ્રષ્ટીથી મહત્વપૂર્ણ આ 44 માર્ગોનું નિર્માણ લગભગ 21 હજાર કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા સંબંધી મામલે મંત્રીમંડળ સમિતિ (સીસીએસ)થી વિસ્તૃત પરિયોજના રિપોર્ટ પર મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

વધુમાં વાંચો: સવર્ણોને 10 ટકા અનામત આપનાર પહેલુ રાજ્ય બનશે ગુજરાત, જાણો ક્યારથી થશે લાગું

સાથે જ સીપીડબ્લ્યૂડીના રિપોરટમાં આ જણાવવામાં આવ્યું છે કે ભારત-પાકિસ્તાન બોર્ડર પર રાજસ્થાન તેમજ પંજાબમાં 5,400 કરોડ રૂપિયાના ખર્ચથી 2100 કિલોમીટરના મુખ્ય તેમજ સંપર્ક માર્ગોનું નિર્માણ કરવામાં આવશે.

વધુમાં વાંચો: 2016થી ગુમ છે ‘મુન્નાભાઇ’નો આ એક્ટર, ફિલ્મ જોવા ગયો હતો, હજુ સુધી પરત નથી ફર્યો

રિપોર્ટના અનુસાર, સીપીડબ્લ્યૂડીના ભારત-ચીન બોર્ડરથી અડીને પાંચ રાજ્યો જમ્મૂ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ તેમજ અરૂણાચલ પ્રદેશમાં 44 વ્યૂહાત્મક રીતથી મહત્વપૂર્ણ માર્ગોનું નિમાણનું કાર્ય સોંપવામાં આવ્યું છે.

દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More