Home> World
Advertisement
Prev
Next

ઇઝરાયલના હવાઈ હુમલામાં ગયો હમાસના કમાન્ડરનો જીવ, આતંકી સંગઠને કહ્યું- મોટુ નુકસાન

એક નિવેદનમાં હમાસે કહ્યું કે, બે દિવસથી ગાઝામાં જારી લડાઈમાં ઈસા બીજા અન્ય સાથીઓની સાથે મોતને ભેટ્યો છે. આ પહેલા ઈઝરાયલની આંતરિક ગુપ્ત એજન્સીએ કહ્યું હતું કે, ઇઝરાયલના હવાઈ હુમલામાં ઈસા અને હમાસના બીજા ઉગ્રવાદી માર્યા ગયા છે. 

ઇઝરાયલના હવાઈ હુમલામાં ગયો હમાસના કમાન્ડરનો જીવ, આતંકી સંગઠને કહ્યું- મોટુ નુકસાન

યરૂશલમઃ ઇઝરાયલના હવાઈ હુમલામાં ઉગ્રવાદી સંગઠન હમાસના ગાઝા સિટી કમાન્ડરનું મોત થયુ છે. હમાસે તેની પુષ્ટિ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે 2014માં ગાઝાના જંગ બાદ બુધવારે હુમલામાં મોતને ભેટનાર બસમ ઈસા  (Bassem Issa) હમાસનો અત્યાર સુધીનો સૌથી મોટો અધિકારી હતી. તો ઇઝરાયલ હુમલામાં ગાઝામાં મૃત્યુ પામનારની સંખ્યા 43 થઈ ગઈ છે. તેમાંથી 13 બાળકો અને 3 મહિલાઓ સામેલ છે. આશરે 300 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

fallbacks

એક નિવેદનમાં હમાસે કહ્યું કે, બે દિવસથી ગાઝામાં જારી લડાઈમાં ઈસા બીજા અન્ય સાથીઓની સાથે મોતને ભેટ્યો છે. આ પહેલા ઈઝરાયલની આંતરિક ગુપ્ત એજન્સીએ કહ્યું હતું કે, ઇઝરાયલના હવાઈ હુમલામાં ઈસા અને હમાસના બીજા ઉગ્રવાદી માર્યા ગયા છે. ગાઝા પટ્ટીમાં ઈસા અને બીજા કમાન્ડરોને અલગ-અલગ જગ્યાઓની જવાબદારી સોંપવામાં આવી હતી. 

હાઈ લા...એક કવિતા શેર કરી અને ચાઈનીઝ અબજપતિને થયું 18,365 કરોડ રૂપિયાનું નુકસાન

ઇઝરાયલી હવાઈ હુમલાના જવાબમાં હમાસે અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો અને એક બાદ એક 130 રોકેટ તેલઅવીવ અને અન્ય વસ્તીવાળા વિસ્તાર તરફ ફાયર કર્યા છે. આ હુમલાની ઝપેટમાં આવતા એક ભારતીય નર્સનું મોત થયું છે. આ પહેલા ઇઝરાયલે મંગળવારે ગાઝા પર હવાઈ હુમલો કરી બે બહુમાળી ઇમારતને નિશાન બનાવી હતી. તેમાં હનાદી ટાવર પણ સામેલ છે. 

આ ટાવર વિશે તેનું કહેવું હતું કે તેમાં ઉગ્રવાદી છુપાયા હતા, તો હમાસ અને અન્ય સશસ્ત્ર સમૂહોએ દક્ષિણી ઇઝરાયલ પર રોકેટ ફાયર કર્યા. બન્ને તરફથી આ હુમલામાં બાળકો સહિત 28 લોકોના મોત થયા, જ્યારે બે ઇઝરાયલી મહિલાના મોત થયા. યરૂશલમમાં સપ્તાહના તણાવ બાદ આ ઘર્ષણ થયું છે. 
 

દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More