Home> World
Advertisement
Prev
Next

કેનેડાના જંગલમાં ફરી રહી છે બે ડાકણ, કપડાં વગર હરણનું માંસ ખાતી જોવા મળી

Haunted Place In canada : તમને યકીન ના આવે એવી ઘટના સામે આવી છે. ગુજરાતીઓ માટે કેનેડા એ મનપસંદ સ્થળ છે ત્યારે કોરિનાએ કહ્યું કે, અમે સીસીટીવી ચેક કરતા ડરામણા દ્રષ્યો જોવા મળ્યા હતા. બે અર્ધનગ્ન સ્ત્રીઓ હરણના શબ પાસે આવી હતી. પછી તે થયું તેના પર વિશ્વાસ પણ ન કરી શકાય
 

કેનેડાના જંગલમાં ફરી રહી છે બે ડાકણ, કપડાં વગર હરણનું માંસ ખાતી જોવા મળી

viral news : કેનેડાના જંગલનો એક વીડિયો હાલ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે મહિલાઓ અર્ધનગ્ન હાલતમાં હરણનું માંસ ખાઈ રહી છે. હાલ આ વીડિયો કેનેડાના લોકોને ડરાવી રહ્યો છે. લોકોમાં ફફડાટ પેસી ગયો છે કે, આ હકીકતમાં શું થઈ રહ્યું છે. બ્રિટિશ કોલંબિયાની એક નર્સે દાવો કર્યો કે, તેના ઘર પાસે લગાવાયેલા સીસીટીવી ફૂટેજમાં એક વિચિત્ર ઘટના કેદ થઈ છે. સીસીટીવીમાં દેખાય છે કે, બે મહિલાઓના શરીર પર કપડાં નથી, અને તે નીચે પડેલું માંસ ખાઈ રહી છે. 

fallbacks

બ્રિટિશ કોલંબિયામાં નદી પાસે 36 વર્ષીય કોરિના સ્ટેનહોપ (Corinea Stanhope)  રહે છે. તે નર્સ તરીકે કામ કરે છે. સ્ટેનહોપે દાવો કર્યો કે, તેના ઘરના બગીચામાં એક હરણનું શબ દફન કરવામાં આવ્યું હતું. પછી તેઓએ કૅમેરો ગોઠવ્યો કે કોઈને ખરેખર મૃત પ્રાણીમાં રસ હશે કે કેમ? પ્રાણીઓ તેમના બગીચાની મુલાકાત લે છે કે કેમ? તે જોવા માટે સ્ટેનહોપ અને તેના દાદાએ ટ્રેઇલ કૅમેરો સેટ કર્યો હતો. પરંતુ તેમાં જે કેદ થયું તે અમારા માટે બહુ જ ચોંકાવનારું હતું.

 

ગુજરાતની વધુ નજીક આવ્યું વાવાઝોડું, દરિયામાં કરંટ છતાં ભાવનગર રો-રો ફેરી ચાલુ રખાઈ

કોરિનાએ કહ્યું કે, અમે સીસીટીવી ચેક કરતા ડરામણા દ્રષ્યો જોવા મળ્યા હતા. બે અર્ધનગ્ન સ્ત્રીઓ હરણના શબ પાસે આવી હતી. પછી તે થયું તેના પર વિશ્વાસ પણ ન કરી શકાય. કારણ કે, આ મહિલાઓ સૂર્યાસ્તના 10 મિનિટ પછી આવી હતી અને ખૂબ જ ઉદાસ દેખાતી હતી. પણ આ મહિલાઓએ આવીને હરણના માંસને પહેલા સૂઁધ્યુ અને બાદમાં ખાવાનું શરૂ કર્યુ હતું. 

હાઈકોર્ટના જજે સગીરાના ગર્ભપાત કેસમાં વકીલને કહ્યું, ખબર ન હોય તો મનુ સ્મૃતિ વાંચો

કોરિના સ્ટેનહોપના પરિવાર માટે આ દ્રષ્ય કોઈ હોરર ફિલ્મ જેવુ હતું. જેને કારણે તેઓને હવે ડર લાગવા લાગ્યો છે. કોરિના સ્ટેનહોપના દાવા બાદ હવે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, કેનેડાના જંગલમાં ચુડેલ ફરી રહી છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે તે બંને મહિલાઓ શેતાન હતી અને કેટલાક એવું પણ કહી રહ્યા છે કે આજુબાજુ કોઈ ભૂતિયા શક્તિ છે. એક યુઝરે લખ્યું કે તે વાસ્તવમાં નરકમાંથી ચાલતો રાક્ષસ છે. જો તમે તેમને રડતા સાંભળો છો, તો પછી ઘરની અંદર રહો અને તેને એકલા છોડી દો.

 

અમદાવાદીઓ આ રોડ પરથી નીકળો તો સાવધાન, ટ્રાફિકથી સતત ધમધમતો આ બ્રિજ બંધ રહેશે

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More