Home> World
Advertisement
Prev
Next

અમેરિકાની રાજધાની વોશિંગટન ડીસીમાં ભારે પૂર, વ્હાઈટ હાઉસમાં ઘુસ્યું પાણી

વ્હાઈટ હાઉસની વેસ્ટ વિંગની નજીક આવેલા પ્રેસ વર્કશોપના ભોંયરામાં પાણી ઘુસી જતાં કર્મચારીઓએ વેક્યુમ ક્લિનરની મદદથી પાણી કાઢ્યું હતું, ભારે પૂરના કારણે સડકો પર કેડ સમા પાણી વહેતા થઈ જતાં વાહનો ફસાઈ ગયા હતા 
 

અમેરિકાની રાજધાની વોશિંગટન ડીસીમાં ભારે પૂર, વ્હાઈટ હાઉસમાં ઘુસ્યું પાણી

વોશિંગટન ડીસીઃ અમેરિકાની રાજધાનીમાં પડેલા અતિભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા એક કલાક દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે વોશિંગટન ડીસી પાસેથી પસાર થતી પોટોમેક નદીમાં પૂર આવ્યું હતું. વ્હાઈટ હાઉસની વેસ્ટ વિંગની નજીક આવેલા પ્રેસ વર્કશોપના ભોંયરામાં પાણી ઘુસી જતાં કર્મચારીઓએ વેક્યુમ ક્લિનરની મદદથી પાણી કાઢ્યું હતું, ભારે પૂરના કારણે સડકો પર કેડસમા પાણી વહેતા થઈ જતાં વાહનો ફસાઈ ગયા હતા.

fallbacks

વોશિંગટ ડીસીના ગ્રેટ ફોલ્સ, વર્જિનિયા, દક્ષિણમાં આવેલા મોન્ટગોમેરી કાઉન્ટી, મેરીલેન્ડ અને કોલંબિયા જિલ્લાના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ધૂંધળા હવામાનના કારણે હવાઈ સેવાઓ પણ ખોરવાઈ ગઈ હતી. અનેક ફ્લાઈટ એક કલાક કરતાં પણ મોડી ઉપડી હતી. 

અમેરિકાના હવામાન ખાતાએ લોકોને પાણી ભરાયેલા વિસ્તારમાં વાહન ન ચલાવવાની સલાહ આપી છે. હવામાન ખાતાએ જણાવ્યું કે, અતિભારે વરસાદના કારણે પૂર આવ્યું છે અને શહેરી વિસ્તારો, હાઈવે, સ્ટ્રીટ્સ અને અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

મોન્ટગોમેરી કાઉન્ટીના અગ્નિશમન દળ દ્વારા સડકો પર બોટ ઉતારી દેવામાં આવી છે અને વિવિધ સ્થળોએ વાહનોમાં ફસાઈ ગયેલા 50થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, નીચાણવાળા વિસ્તારોમાં પણ જ્યાં પૂરનાં પાણીનો પ્રવાહ વધારે છે અને સ્થિતિ ખરાબ છે ત્યાંથી પણ લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી. ફાયર વિભાગને રાહત અને બચાવ માટે 50થી વધુ કોલ મળ્યા છે. 

(માહિતી સાભાર CNN)

જૂઓ LIVE TV....

દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More