દુબઇ: અબૂ ધાબીએ ઐતિહાસિક નિર્ણય લેતા અરબી અને અંગ્રેજી પછી હિન્દીને તેમની કોર્ટમાં ત્રીજો સત્તાવાર ભાષાનો દરજ્જો આપ્યો છે. ન્યાય સુધી પહોંચ વધારવા માટે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. અબૂ ધાબી ન્યાય વિભાગ (એડીજેડી)એ શનિવારે કહ્યું કે, તેમણે શ્રમ બાબતોમાં અરબી અને અંગ્રેજીમાં હિન્દી ભાષા સહિત, કોર્ટ સમક્ષ રજૂ કરેલા નિવેદનો માટે ભાષાના માધ્યમનો વિસ્તાર કર્યો છે. તેનો ઉદેશ્ય હિન્દી ભાષી લોકોને ટ્રાયલની પ્રક્રિયા, તેમના અધિકારો અને ફરજો વિશે શીખવામાં મદદ કરવી છે.
વધુમાં વાંચો: ચીન: ચન્દ્ર નવા વર્ષની આતિશબાજી દરમિયાન ત્રણ બાળકો સહિત 5ના મોત
સત્તાવાર આંકડા અનુસાર, સંયુકત અરબ અમીરાતની આબાદી લગભગ બે તૃતીયાંશ ભાગ વિદેશોના પ્રવાસી લોકો છે. સંયુક્ત અરબ અમીરાતમાં ભારતીય લોકોની સંખ્યા 26 લાખ છે જે દેશની કુલ આબાદીના 30 ટકા છે અને દેશનો સૌથી મોટો પ્રવાસી સમુદાય છે. એડીજેડીના અવર સચિવ યુસુફ સઈદ અલ-અબ્રીએ કહ્યું કે, દાવા પત્રકો, ફરિયાદો અને અરજીઓ અને અનુરોધ માટે બહુભાષી લાગુ કરવાના ઉદેશ્ય પ્લાન 2021ની રેખાઓ પર ન્યાયિક સેવાઓ વધારવા અને ટ્રાયલની પ્રક્રિયામાં પારદર્શિતા વધારવાનો છે.
(ઇનપુટ ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે