Home> World
Advertisement
Prev
Next

પાકિસ્તાનમાં મુસ્લિમોને પણ માથું ઝુકાવુ પડે છે આ હિન્દુ મંદિરમાં, જાણો સૌથી ભયાનક પૌરાણિક કથા વિશે..

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક મંદિર છે જેનું નામ હિંગળાજ માતાનું મંદિર છે. આ મંદિર તેની પૌરાણિક કથાઓને કારણે આખા પાકિસ્તાનમાં જાણીતું છે. મંદિર વિશે કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ જ્યારે માતા સતીનું માથું કાપવા માટે ચક્ર ફેંક્યું ત્યારે ચક્ર સાથે માથું આ જગ્યા પર પડ્યું હતું.

પાકિસ્તાનમાં મુસ્લિમોને પણ માથું ઝુકાવુ પડે છે આ હિન્દુ મંદિરમાં, જાણો સૌથી ભયાનક પૌરાણિક કથા વિશે..

Ajab Gajab News: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક મંદિર છે, જેનું નામ હિંગળાજ માતાનું મંદિર (Hinglaj Mata Mandir) છે. આ મંદિર તેની પૌરાણિક કથાઓને કારણે આખા પાકિસ્તાનમાં જાણીતું છે. પાકિસ્તાન મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે, શું આપ વિચારી શકો છો કોઈ મંદિર  (Hinglaj Mata Mandir) માં જઈને મુસલમાન પણ માતા (Hinglaj Mata) ની પૂજા-ઉપાસના કરતા હશે. આજે અમે તમને પાકિસ્તાનમાં આવેલા આવા જ એક મંદિર (Hinglaj Mata Temple) મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં ના માત્ર હિન્દુ પરંતુ મુસલમાન પણ પોતાનું શીશ ઝુકાવે છે.

fallbacks

પૌરાણિક કથાઓ માટે પ્રખ્યાત
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક મંદિર છે જેનું નામ હિંગળાજ માતાનું મંદિર છે. આ મંદિર તેની પૌરાણિક કથાઓને કારણે આખા પાકિસ્તાનમાં જાણીતું છે. મંદિર વિશે કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ જ્યારે માતા સતીનું માથું કાપવા માટે ચક્ર ફેંક્યું ત્યારે ચક્ર સાથે માથું આ જગ્યા પર પડ્યું હતું. આ મંદિર બલૂચિસ્તાનથી 120 કિલોમીટર દૂર હિંગુલ નદીના કિનારે આવેલું છે.

ગઝનીએ ઘણી વખત લૂંટ કરી હતી
1500 વર્ષ પહેલા ફરવા આવેલા ચીની બૌદ્ધ સાધુઓએ આ મંદિર વિશે ઘણી વાતો લખી છે. ચીનના બૌદ્ધ સાધુઓએ આ મંદિર વિશે જણાવ્યું કે મોહમ્મદ બિન કાસિમ અને મોહમ્મદ ગઝનીએ ઘણી વખત મંદિરને લૂંટ્યું હતું. રોજ અહીં ભક્તો માતાજીનો જયઘોષ થાય છે. જયકારો બોલાવનારા ભક્તોમાં અમુક ભક્તો મુસલમાન પણ હોય છે. આ મંદિરને હિંગળાજ ભવાની શક્તિપીઠ તરીકે પણ ઓળખાય છે, જે હિંગળાજ પ્રદેશમાં સ્થિત છે.

51 શક્તિપીઠોમાંથી એક
તમને જણાવી દઈએ કે જે સ્થાનો પર માતા સતીના અંગો ભગવાન વિષ્ણુના ચક્રથી કપાયા હતા, તે સ્થાનને શક્તિપીઠ કહેવામાં આવે છે. હિંગળાજ માતાનું મંદિર 51 શક્તિપીઠોમાંથી એક છે. માતાના પહેલા સ્થાન તરીકે હિંગળાજ માતાના મંદિરને ઓળખવામાં આવે છે.

આ કારણે મુસ્લિમો પૂજા કરે છે
હિંગળાજ માતાના મંદિરની સૌથી ખાસ વાત એ છે કે હિંદુઓની સાથે-સાથે મુસ્લિમો પણ અહીં પૂજા કરવા અને માથું નમાવવા આવે છે. આ મંદિરને મુસ્લિમ ધર્મના લોકો 'નાની કા મંદિર'ના નામથી ઓળખે છે. એવું કહેવાય છે કે મુસ્લિમો કેટલીક પ્રાચીન પરંપરાનું પાલન કરે છે અને મંદિરમાં આસ્થા રાખે છે અને માતાના દર્શન કરવા આવે છે. મુસ્લિમ સમાજના લોકો પણ મંદિરને પોતાની યાત્રાનો એક ભાગ માને છે. તેથી જ તે તેને 'નાનીની હજ' કહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More