Home> World
Advertisement
Prev
Next

Corona Vaccine: અનોખી ઓફર...કોરોના રસી મૂકાવો અને જીતો કરોડો રૂપિયાનો આલીશાન ફ્લેટ

એક દેશ એવો છે જ્યાં રસીકરણ કરાવો તો 10 કરોડથી વધુ ઈનામ જીતવાની તક આપવામાં આવી રહી છે. 

Corona Vaccine: અનોખી ઓફર...કોરોના રસી મૂકાવો અને જીતો કરોડો રૂપિયાનો આલીશાન ફ્લેટ

નવી દિલ્હી: ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોમાં કોરોના (Corona Virus)  મહામારી કહેર વર્તાવી રહી છે. સંક્રમણને કાબૂમાં લેવા માટે ઝડપથી લોકોનું રસીકરણ થઈ રહ્યું છે. ભારતમાં પણ રસીકરણના કાર્યક્રમને પ્રોત્સાહન મળી રહ્યું છે. પરંતુ એક દેશ એવો છે જ્યાં રસીકરણ કરાવો તો 10 કરોડથી વધુ ઈનામ જીતવાની તક આપવામાં આવી રહી છે. 

fallbacks

10 કરોડનો એપાર્ટમેન્ટ
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ હોંગકોંગ (Hong Kong) માં એક ડેવલપરે રસીકરણ કરાવનારાને આ અનોખી ઓફર આપી છે. જે મુજબ જો તમે રસી મૂકાવો તો તમને 1.4 મિલિયન ડોલર એટલે કે લગભગ 10 કરોડની રકમ ઈનામમાં મળી શકે છે. જો કે આ રકમ કેશમાં નહીં પરંતુ લોટરી દ્વારા જીતી શકાય છે. વિનરને આ રકમનો એપાર્ટમેન્ટ આપવામાં આવશે. 

Buddhism in China: જાણો એક એવા મંદિર વિશે જેના કારણે ચીનમાં ફેલાયો બૌદ્ધ ધર્મ

સિનો ગ્રુપ નામની કંપની ટેંક ફોંગ ફાઉન્ડેશનની સાથે મળીને રસીકરણ માટે લોકોને પ્રોત્સાહિત કરવાના હેતુસર આ ઓફર આપી રહી છે. કંપની તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે વિજેતાને ગ્રાન્ડ સેન્ટ્રલ પ્રોજેક્ટ હેઠળ એક બ્રાન્ડ ન્યૂ અપાર્ટમેન્ટ આપવામાં આવી રહ્યો છે. 

કોરોનાકાળમાં આ દેશના PM એ ગૂપચૂપ રીતે 23 વર્ષ નાની મંગેતર સાથે લગ્ન કરી લીધા

એક્સપાયર થઈ રહ્યા છે રસીના ડોઝ
હોંગકોંગમાં રસી લગાવી ચૂકેલા લોકો આ લકી ડ્રો જીતવા માટે હકદાર રહેશે. આ ઓફરમાં લગભગ 450 વર્ગ ફૂટનું આલીશાન ઘર ઈનામમાં આપવામાં આવી રહ્યું છે. રસીકરણને પ્રોત્સાહન આપવા માટે સરકાર તરફથી બીજી પણ અનેક ઓફરો આપવામાં આવી રહી છે. અહીં સરકાર રસીના ડોઝ ડોનેટ કરવાનું પણ વિચારે છે કારણ કે ઓગસ્ટ સુધીમાં કેટલાક ડોઝ એક્સપાયર થવાના છે. 

દેશમાં રસીકરણ માટે લોકો ઘરમાંથી બહાર નીકળવા તૈયાર નથી. લગભગ 75 લાખની વસ્તીવાળા હોંગકોંગમાં હજુ સુધી ફક્ત 12 ટકા વસ્તીનું રસીકરણ થયું છે. જ્યારે પાડોશી દેશ સિંગાપુરમાં 28 ટકા  લોકો કોરોનાની રસી મૂકાવી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More