Dubai News: લોકો રજાઓની મઝા માણવા માટે વિદેશોમાં અલગ અલગ જગ્યાએ જાય છે. ઘણા તો પોતાનો દેશ છોડીને કોઈ અન્ય દેશમાં રજાઓ માણવા જાય છે. રજાઓ દરમિયાન તે લોકો જબરદસ્ત એન્જોય કરે છે પરંતુ દુબઈમાં એક યુવાનની રજાઓમાં રંગ તે સમયે ભંગ પડ્યો જ્યારે તે હોટલમાં હતો અને તેની અચાનક પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો. માત્ર 18 વર્ષનો માર્કસ ફકાના દુબઈ રજાઓ માણવા ગયો હતો, પરંતુ તેની રજા એક વર્ષની જેલમાં ફેરવાઈ જાય છે.
આફતવાળી આગાહી! અંબાલાલ અને પરેશ ગોસ્વામીએ કહ્યું આ જિલ્લાઓમાં બે દિવસ છે ખુબ જ ભારે!
હવે તમે વિચારતા હશો કે એવું તો શું થયું કે આ 18 વર્ષના યુવકને પોલીસ ઉપાડી ગઈ. વાસ્તવમાં લંડનના રહેવાસી માર્કસ ફકાના પોતાના પરિવાર સાથે દુબઈ ફરવા આવ્યો હતો. આ દરમિયાન તેની મુલાકાત એક બ્રિટિશ યુવતી સાથે થાય છે. બંને વચ્ચે મિત્રતા થાય છે અને પછી આ સંબંધ શારીરિક સંબંધમાં ફેરવાઈ જાય છે. આ સમય દરમિયાન બંને વચ્ચે તેમના દેશમાં પાછા ફર્યા પછી પણ તેમના સંબંધો ચાલુ રાખવાની વાત થઈ હતી, પરંતુ તે પહેલા ફકાનાને પોલીસે ઝડપી લીધો હતો કારણ કે યુવતીની ઉંમર 18 વર્ષ પૂર્ણ થવામાં થોડા મહિનાઓ બાકી હતા.
આ છે ભારતની 10 સૌથી સુંદર IAS-IPS મહિલા ઓફિસર: તેમની સામે બોલિવુડ હિરોઈનો ફેલ!
17 વર્ષીય યુવતી જ્યારે યુનાઇટેડ કિંગડમ પાછી આવી ત્યારે તેની માતાને આ સંબંધ વિશે જાણ થઈ અને તેણે દુબઈ પોલીસમાં ફકાના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. જે બાદ પોલીસે તરત જ તેની ધરપકડ કરી હતી. ફકાનાએ CNNને કહ્યું, 'તે ખૂબ જ દર્દનાક હતું. મને કોઈ કારણ વગર હોટેલમાંથી લઈ જવામાં આવ્યો. મને મારા માતા-પિતા સહિત કોઈને પણ બોલાવવાની મંજૂરી નહોતી. ફકાના આગળ કહે છે, 'હું ભાષાને કારણે પણ સમસ્યાનો સામનો કરી રહ્યો હતો, કારણ કે બધું અરબીમાં હતું અને મને ખબર નહોતી કે હું ક્યારે બહાર નીકળી શકીશ. મને કોઈ વકીલ, દૂતાવાસ કે મારા માતા-પિતાને મળવાની મંજૂરી નહોતી.
Asia Cup Final 2024: ભારતે જીત્યો એશિયા કપ; ફાઇનલમાં બાંગ્લાદેશને 41 રને પછાડ્યું!
રિપોર્ટ્સ અનુસાર UAEમાં સહમતિથી શારીરિક સંબંધ બાંધવા માટે 18 વર્ષ જરૂરી છે, પરંતુ આ કેસમાં યુવતીની ઉંમર 17 વર્ષ 11 મહિના હતી. જેના કારણે ફકાનાને આ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. ફકાના કહે છે, 'કાયદો તોડવાનો મારો કોઈ ઈરાદો નહોતો, મને એ પણ ખબર નહોતી કે તે 18 વર્ષની થવામાં હજું એક મહિનો બાકી છે.'
તો શું હકીકતમાં શિંદેનો યુગ ખતમ? ફડણવીસ સરકારમાં કેવી રીતે ઘટી ગયું પૂર્વ CMનું કદ?
જોકે ફકાનાએ કાયદો તોડવા બદલ દિલગીરી વ્યક્ત કરી છે. સાથે રાજાશાહીના વડાપ્રધાન અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમને પણ અપીલ કરી રહ્યા છે કે તેઓ ગયા અઠવાડિયે તેમને આપવામાં આવેલી એક વર્ષની જેલની સજા રદ કરે જેથી તેઓ તેમના પરિવાર સાથે નાતાલની ઉજવણી કરવા ઘરે જઈ શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે