કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. તે ન તો સરહદો જુએ છે, ન જાતિ કે ધર્મ. જ્યારે કોઈ વ્યક્તિ કોઈને સાચો પ્રેમ કરે છે, ત્યારે તે બધું છોડીને તે વ્યક્તિ તરફ ખેંચાય છે. અમેરિકન ફોટોગ્રાફર જેક્લીન ફોરેરો અને ભારતના ચંદનની કહાની પણ કંઈક આવી જ છે.
જેકલીન ઈન્સ્ટાગ્રામ દ્વારા આંધ્રપ્રદેશના ચંદન નામના યુવકને મળી હતી. પહેલા શરૂ શરૂમાં વાતચીત થઈ અને ધીમે ધીમે તે ચેટિંગ અને વિડિયો કૉલ્સમાં ફેરવાઈ ગઈ. બંને વચ્ચેનો આ ડિજિટલ રિલેશન 14 મહિના સુધી ચાલ્યું અને પછી જેક્લિને એક મોટો નિર્ણય લીધો. તેના માટે તે ભારત આવી અને ચંદનને મળી.
9 વર્ષ મોટી છે જેકલીન
જેક્લિને ચંદન સાથેની પ્રથમ મુલાકાતનો વિડિયો શેર કર્યો છે, જેમાં તેમના વિડિયો કૉલ્સના સ્નિપેટ્સ અને તેમની પ્રથમ મુલાકાતની ભાવનાત્મક ક્ષણ બતાવવામાં આવી છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, 14 મહિના સાથે અને હવે એક મોટા નવા અધ્યાય માટે તૈયાર છીએ.
રસપ્રદ વાત એ છે કે જેકલીન ચંદન કરતા 9 વર્ષ મોટી છે, પરંતુ આ ઉંમરનો તફાવત પોતાના પ્રેમ સંબંધમાં ક્યારેય દીવાલ બની શક્યો નહીં. જેકલીનને ન તો સમાજની પરવા હતી કે ન તો લોકો શું વિચારે છે. તે માત્ર સાત સમંદર પાર કરીને તેના પ્રેમીને મળવા ભારત આવી હતી. હવે બંને અમેરિકામાં સાથે સ્થાયી થવાનું વિચારી રહ્યા છે.
વાયરલ થઈ લવ સ્ટોરી
તેમની અનોખી લવ સ્ટોરી હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો તેની હિંમત અને સાચા પ્રેમનું ઉદાહરણ આપીને તેની ઉગ્ર પ્રશંસા કરી રહ્યા છે. કોઈ તેમને 'રિયલ લાઈફ લૈલા મજનુ' કહી રહ્યું છે તો કોઈ કહે છે- 'જો પ્રેમ સાચો હોય તો રસ્તાઓ પોતાની મેળે જ બને છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે