Home> World
Advertisement
Prev
Next

લગ્નેત્તર સંબંધનો કરુણ અંજામ, પત્નીએ પતિને એવી સજા આપી...જાણીને થથરી જશો

ઈરાનથી આ ભયાનક ઘટના સામે આવી છે. રિપોર્ટ મુજબ પતિનું અન્ય એક મહિલા સાથે અફેર થઈ ગયું હતું. પત્નીને આ વાત જરાય પસંદ પડી નહી. પતિને તેની પત્ની પસંદ નહતી કારણ કે તે રોજ ઝઘડો  કરતી હતી. બીજી બાજુ પતિ રોજ પત્નીને અને પુત્રીને મારતો હતો. એક દિવસ બંને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે પતિ ચાકૂ લઈને આવી ગયો. ત્યારબાદ ઝઘડો વધી ગયો અને...પછી જે થયું તેનો કોઈ વિશ્વાસ જ ન કરી શકે.

લગ્નેત્તર સંબંધનો કરુણ અંજામ, પત્નીએ પતિને એવી સજા આપી...જાણીને થથરી જશો

પતિની બેવફાઈ પત્નીને એટલી કાળજે લાગી ગઈ કે તેણે પતિને ઘાતકી સજા આપી દીધી. પતિની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી. એટલું જ નહીં મહિલાએ તો પતિની લાશના ટુકડે ટુકડા કરીને લાશને ઘરમાં જ ઠેકાણે લગાવી દીધી. હાલ પોલીસે પતિની હત્યાના આરોપમાં પત્નીની ધરપકડ કરી છે. 

fallbacks

ઈરાનથી આ ભયાનક ઘટના સામે આવી છે. પત્નીએ પહેલા તો પતિને મારી નાખ્યો ત્યારબાદ શરીરના ટુકડે ટુકડા કરીને તેની બિરયાની બનાવીને ખાઈ ગઈ. વાત જાણે એમ છે કે તહેરાનના એસ્લામશહેર નામની એક જગ્યાએ આ હિચકારી ઘટના ઘટી છે. ધ સનના રિપોર્ટ મુજબ પતિ અને પત્ની વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. રિપોર્ટ મુજબ બંને વચ્ચે ઝઘડો એ હદે વકરી ગયો હતોકે રોજ બંને એકબીજાને મારતા હતા. આ બંનેના લગ્ન ઘણા સમય પહેલા થયા હતા અને તેમને 5 વર્ષની એક પુત્રી પણ છે. 

રિપોર્ટ મુજબ પતિનું અન્ય એક મહિલા સાથે અફેર થઈ ગયું હતું. પત્નીને આ વાત જરાય પસંદ પડી નહી. પતિને તેની પત્ની પસંદ નહતી કારણ કે તે રોજ ઝઘડો  કરતી હતી. બીજી બાજુ પતિ રોજ પત્નીને અને પુત્રીને મારતો હતો. એક દિવસ બંને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે પતિ ચાકૂ લઈને આવી ગયો. ત્યારબાદ ઝઘડો વધી ગયો અને પત્નીએ આ દરમિયાન ચાકૂ પતિ પાસેથી છીનવી લીધુ. 

ત્યારબાદ જે થયું તેનો કોઈ વિશ્વાસ જ ન કરી શકે. ગુસ્સામાં પત્નીએ પતિને મારી નાખ્યો અને તેના મૃતદેહના ટુકડા ટુકડા કરી નાખ્યા. એટલું જ નહીં તેની બિરયાની બનાવી અને તેને ખાવા લાગી. પોલીસને જ્યારે જાણવા મળ્યું તો પોલીસ પત્નીના ઘરે પહોંચી અને ત્યાં પતિના મૃતદેહના ટુકડા મળ્યા. પૂછપરછમાં મહિલાએ બધી વિગતો જણાવતા પોલીસ પણ ચોંકી ગઈ. 

હાલ મહિલાની ધરપકડ થઈ છે અને આ મામલાની તપાસ શરૂ થઈ ગઈ છે. પોલીસે પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે મહિલાએ તેના પતિના શરીરના ટુકડા ટુકડા કર્યા અને ત્યારબાદ તેને પકાવી લીધા. પાડોશીઓને જ્યારે દુર્ગંધ આવવા લાગી તો તેમણે પોલીસને આ અંગે જાણકારી આપી હતી. હાલ મહિલા પોલીસ કસ્ટડીમાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More