Home> World
Advertisement
Prev
Next

અમારી સરકાર સત્તામાં આવશે તો પાકિસ્તાનને વિશ્વગુરૂ બનાવીશ: શરીફ !

ભારતીયો વાઘા બોર્ડર પર આવશે અને પાકિસ્તાન સામે પોતાનુ મસ્તક ઝુકાવીને ગુરૂ કહીને સંબોધન કરશે

અમારી સરકાર સત્તામાં આવશે તો પાકિસ્તાનને વિશ્વગુરૂ બનાવીશ: શરીફ !

લાહોર : પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N)ના અધ્યક્ષ શહબાજ શરીફે કહ્યું કે, જો સત્તામાં આવ્યા બાદ તેઓ પાકિસ્તાનને પ્રતિદ્વંદી દેશ ભારતથી આગળ નહી લઇ જાય તો તેમનું નામ બદલી દેજો.  પીએમએલ-એન પ્રમુખે શનિવારે સરગોધામાં એક રેલીમાં લોકોને કહ્યું કે, જો હું છ મહિનામાં વિજળીની અછતને ખતમન નહી કરે તો તમે મારૂ નામ બદલી નાખજો. તેણેડિંગ હાંકતા એમ પણ કહ્યું કે, ભારતીયો વાઘા બોર્ડર પર આવશે અને પાકિસ્તાનને પોતાના ગુરૂ પણ કહેશે.

fallbacks

એક્સપ્રેસ ન્યુઝના રિપોર્ટ અનુસાર પંજાબના પુર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, તેઓ પાકિસ્તાનને મલેશિયા અને તુર્કીના સ્તર પર લઇ આવશે અને તેમણે કહ્યું કે, તેઓ મલેશિયાના નેતા મહાથિર મોહમ્મદ અને તુર્કીના રાષ્ટ્રપતિ તૈય્યપ એર્દોગાન પાસેથી પોતાના દેશને સર્વશ્રેષ્ઠ બનાવવા માટેના ગુણો શિખશે અને પાકિસ્તાનને ફરીથી મહાન રાષ્ટ્ર બનાવવાનો પ્રયાસ કરશે. 

ઇમરાને આપ્યા છે ખોટા વચનો
શહબાઝને કહ્યું કે, પાકિસ્તાન ઇમરાન ખાન જેવા નેતાઓને મત આપીને એક મહાન રાષ્ટ્ર બનાવી નહી શકે. જેમણે અમારા દેશ પાસેથી ખોટા વચન આપ્યા છે. પેશાવર મેટ્રોમાં એક ભ્રષ્ટાચારનો કિસ્સો સામે આવ્યા અંગે તેમણે કહ્યું કે, ઇમરાન ખાને પંજાબ સરકાર વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે પરંતુ મારી વિરુદ્ધ એક પણ પૈસાનો આરોપ હજી સુધી સાબિત થઇ શક્યો નથી. 

નવાઝ શરીફનો બચાવ કરતા તેમના નાના ભાઇએ કહ્યું કે પોતાની બિમાર પત્નીને લંડનમાં છોડીને પાકિસ્તાન પરત ફરશે. તેમણે કહ્યું કે, તેમના મોટા ભાઇ નવાઝ શરીફ તથા તેની પુત્રી બેટી મરિયમ નવાઝની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમને તેમની માંને પણ મળવા દેવામાં આવી નહી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More