Home> World
Advertisement
Prev
Next

Israel Iran war: જો ઈરાને કરી દીધું આ કામ તો ભારતથી જાપાન સુધી બધાની ઊંઘ ઉડી જશે

Iran Israel Conflict: ગોલ્ડમેન સૅક્સ જેવી કંપની પણ માને છે કે બ્રેન્ટ ક્રૂડ $90 થી ઉપર જઈ શકે છે. એશિયા સૌથી વધુ પ્રભાવિત થશે. ચીન, ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં 70% તેલ આયાત આ માર્ગે થાય છે.

Israel Iran war: જો ઈરાને કરી દીધું આ કામ તો ભારતથી જાપાન સુધી બધાની ઊંઘ ઉડી જશે

Iran-Israel tension: તેલ બજારમાં આજે ફરી તેજી આવી છે. બ્રેંટ ક્રૂટનો ભાવ આ સમયે આશરે 77 ડોલર પ્રતિ બેરલ આસપાસ છે, પરંતુ એક ખતરનાક આશંકાએ માર્કેટમાં હલચલ પેદા કરી દીધી છે. જો ઈરાને હોર્મુઝ જલડમરૂમધ્યને બંધ કરી દીધું તો ભારતથી જાપાન સુધીની ઊંઘ ઉડી શકે છે. તેલની કિંમતો 90 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. આ અનુમાન સિપીગ્રુપ બેંકના વિશ્લેષકોએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે.

fallbacks

કેમ આટલું મહત્વપૂર્ણ છે હોર્મુઝ જલડમરૂમધ્ય?
આ સાંકડો દરિયાઈ માર્ગ ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો છે, અને તેને વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ તેલ કોરિડોર માનવામાં આવે છે. અહીંથી દરરોજ 20 મિલિયન બેરલ તેલ પસાર થાય છે. એટલે કે, વિશ્વના કુલ તેલ વપરાશના 20% આ માર્ગ દ્વારા થાય છે. સાઉદી અરેબિયા, ઈરાન, ઇરાક અને કતાર જેવા દેશોમાંથી તેલ આ માર્ગ દ્વારા એશિયા અને યુરોપ પહોંચે છે.

શું ખરેખર બંધ થઈ શકે છે આ માર્ગ?
બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે ઈરાને ભૂતકાળમાં ઘણીવાર આવી ધમકીઓ આપી, ખાસ કરી પશ્ચિમી દબાવ કે ઇઝરાયલ સાથે તણાવ વધવા પર. હાલમાં ઇઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધ છેડાયું છે અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ ઈરાન પર હુમલાનો ઇશારો કર્યો છે. તેનાથી ડર પેદા થયો છે કે ઈરાન હોર્મુઝને બંધ કરી શકે છે.

જો બંધ થયું તો શું થશે?
તેલની સપ્લાય એક ઝટકામાં 30 લાખ બેરલ પ્રતિદિન ઘટી જશે. માર્કેટમાં ડર ફેલાવાથી તેલની કિંમતોમાં 15થી 20 ટકા સુધીનો વધારો થવાનું અનુમાન છે. ગોલ્મેન  સૅક્સ જેવી કંપની પણ માને છે કે બ્રેન્ટ ક્રૂડ 90 ડોલરની ઉપર જઈ શકે છે. સૌથી વધુ અસર એશિયા પર પડશે. ચીન, ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોના તેલની 70 ટકા આયાત આ રસ્તેથી થાય છે.

આ પણ વાંચોઃ જો ઈરાન સાથે વેપાર બંધ થઈ જાય તો ભારતમાં શું મોંઘુ થશે? ખેડૂતોને પણ નુકસાન થશે, જાણો

પરંતુ એક આશા પણ છે
નિષ્ણાંતોનું માનવું છે કે હોર્મુઝના બંધ થવાથી વધુ સમય ટકવાની સ્થિતિ નહીં રહે. અમેરિકા નૌસેનાનો પાંચમો બેડો બહરીનમાં તૈનાત છે જે આ રસ્તાને ખુલ્લો રાખવા માટે કાર્યવાહી કરી શકે છે. સાઉદી અરબ અને યુએઈ પાસે વૈકલ્પિક પાઇપલાઇન છે, જે હોર્મુઝથી બચાવી તેલ પહોંચાડી શકે છે. પરંતુ તેની ક્ષમતા સીમિત છે માત્ર 26 લાખ બેરલ પ્રતિદિન. 

ઈરાન ખુદ પણ આ માર્ગ પર નિર્ભર છે. તેને ચીનને તેલ વેચવા માટે બોર્મુઝની જરૂર પડે છે. જો તેને બંધ કરવામાં આવે તો ઈરાનની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થશે.

આગળ શું થશે?
સિટીગ્રુપના વિશ્લેષકો કહે છે કે જો તણાવ વધુ વધે છે તો તેલ કેટલાક સપ્તાહ માટે 90 ડોલર સુધી પહોંચી શકે છે, પરંતુ જલ્દી ભાવ નીચે આવી જશે. તો ગોલ્ડમેન સૅક્સે ચેતવણી આપી કે જો ઈરાનના 2 કરોડ બેરલ નિર્યાતમાં અડધુ પણ રોકી લીધું તો બ્રેન્ટ ક્રૂડ 85 ડોલર સુધી પહોંચી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More