Home> World
Advertisement
Prev
Next

ભારતથી ડર્યું પાકિસ્તાન, ઇમરાન ખાન બોલ્યા PM નરેન્દ્ર મોદી કરી શકે છે 'સર્જિકલ સ્ટ્રાઇક'


ઇમરાન ખાને એક બાદ એક ઘણા ટ્વીટ કર્યા છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ છે, હું આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ એક વાત સ્પષ્ટ કરી દેવા ઈચ્છુ છું કે જો ભારત પાકિસ્તાન વિરુદ્ધ નકલી ફ્લેગ ઓપરેશન કરે છે તો પાકિસ્તાન પણ ચુપ નહીં બેસે અને ભારતને દરેક મોર્ચા પર જવાબ આપશે. 
 

ભારતથી ડર્યું પાકિસ્તાન, ઇમરાન ખાન બોલ્યા PM નરેન્દ્ર મોદી કરી શકે છે 'સર્જિકલ સ્ટ્રાઇક'

ઇસ્લામાબાદઃ વિપક્ષી પાર્ટીઓના વિરોધનો સામનો કરી રહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પોતાની ખામીઓ છુપાવવા માટે ભારતને બદનામ કરી રહ્યા છે. ટ્વિટર દ્વારા ઇમરાન ખાને ટ્વીટ કરી જાહેર મંચ પર ભારત પર આરોપ લગાવ્યો છે. ઇમરાન ખાનનું કહેવુ છે કે ભારતની મોદી સરકાર કોરોના, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દા પર નિષ્ફળ છે અને તેને છુપાવવા માટે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે. 

fallbacks

ઇમરાન ખાને એક બાદ એક ઘણા ટ્વીટ કર્યા છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ છે, હું આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ એક વાત સ્પષ્ટ કરી દેવા ઈચ્છુ છું કે જો ભારત પાકિસ્તાન વિરુદ્ધ નકલી ફ્લેગ ઓપરેશન કરે છે તો પાકિસ્તાન પણ ચુપ નહીં બેસે અને ભારતને દરેક મોર્ચા પર જવાબ આપશે. 

તેણે પોતાના એક અન્ય ટ્વીટમાં લખ્યું છે કે ભારતની મોદી સરકાર આર્થિક મંદી, કિસાનોનું વિરોધ પ્રદર્શન અને કોરોના વાયરસના મિસ મેનેજમેન્ટનો સામનો કરી રહી છે. આ બધા મોર્ચાને છુપાવવા માટે ભારત પાકિસ્તાન વિરોધી ખોટુ અભિયાન ચલાવી રહ્યું છે. 

fallbacks

ઇમરાન ખાન પાકિસ્તાનના પહેલા એવા નેતા નથી. આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ અબુધાબીમાં દાવો કર્યો હતો કે તેમની પાસે આ વાતના પૂરાવા છે કે ભારત પાકિસ્તાન પર ફરીથી સર્જિકલ સ્ટ્રાઇકની યોજના બનાવી રહ્યું છે. તેમણે ભારત પર સીઝફાયર ઉલ્લંઘનનો ખોટો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે ટ્વીટ કરતા લખ્યું છે કે વર્ષ 2020માં ભારતની સરહદ તરફથી 3000 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું જેના કારણે 276 લોકોના મોત થયા જેમાં 92 મહિલાઓ અને 68 બાળકો સામેલ છે. 

આ પણ વાંચોઃ વિશ્વમાં 7.60 કરોડથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત, અમેરિકામાં સ્થિતિ વધુ ખરાબ  

આ સિવાય ઇમરાને આરોપ લગાવ્યો કે, ભારતે સરહદ પારથી સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓની ગાડી પર ફાયરિંગ કર્યુ છે. તેમણે કહ્યું કે, ગાડી પર સંયુક્ત રાષ્ટ્ર લખેલુ હતું અને યૂએનનો લીલો ઝંડો લાગેલો હતો ત્યારબાદ પણ ભારતીય સૈનિકોએ ગોળીઓ વરસાવી હતી. ઇમરાને કહ્યુ કે, તેનાથી સ્પષ્ટ છે કે ભારત આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરતું નથી અને પાકિસ્તાન ભારતના આ વલણની નિંદા કરે છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More