Home> World
Advertisement
Prev
Next

ઈમરાન ખાને બુદ્ધિનું દેવાળું ફૂંક્યું, કાશ્મીર મુદ્દે ખોટો દાવો કરીને સોશિયલ મીડિયામાં બન્યાં મજાકને પાત્ર

કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી કલમ 370 હટાવાયા બાદથી ધૂંધવાયેલા પાકિસ્તાને ભારતને આંતરરાષ્ટ્રીય મોરચે માત આપવાના ભરચક પ્રયત્નો કર્યાં જેમાં તમામમાં નિરાશા હાથ લાગી છે. ચીનને બાદ કરતા કોઈ પણ દેશે તેને સમર્થન આપ્યું નથી. પાકિસ્તાનના ગૃહ મંત્રીએ પણ એ વાતનો સ્વીકાર કર્યો કે કાશ્મીર મુદ્દે દુનિયા ભારતની સાથે છે પરંતુ આ બધા વચ્ચે ઈમરાનના સામાન્ય જ્ઞાને ફરીથી તેમને મજાકને પાત્ર બનાવી દીધા છે. 

ઈમરાન ખાને બુદ્ધિનું દેવાળું ફૂંક્યું, કાશ્મીર મુદ્દે ખોટો દાવો કરીને સોશિયલ મીડિયામાં બન્યાં મજાકને પાત્ર

નવી દિલ્હી: કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી કલમ 370 હટાવાયા બાદથી ધૂંધવાયેલા પાકિસ્તાને ભારતને આંતરરાષ્ટ્રીય મોરચે માત આપવાના ભરચક પ્રયત્નો કર્યાં જેમાં તમામમાં નિરાશા હાથ લાગી છે. ચીનને બાદ કરતા કોઈ પણ દેશે તેને સમર્થન આપ્યું નથી. પાકિસ્તાનના ગૃહ મંત્રીએ પણ એ વાતનો સ્વીકાર કર્યો કે કાશ્મીર મુદ્દે દુનિયા ભારતની સાથે છે પરંતુ આ બધા વચ્ચે ઈમરાનના સામાન્ય જ્ઞાને ફરીથી તેમને મજાકને પાત્ર બનાવી દીધા છે. તેમણે કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગમાં કથિત સમર્થન બદલ 58 દેશોનો આભાર વ્યક્ત કર્યો. પરંતુ તેમાં તો સભ્ય દેશ 47 જ છે. 

fallbacks

fallbacks

ઈમરાન ખાને ટ્વીટ કરીને કહ્યું કે હું તે 58 દેશોનો આભાર વ્યક્ત કરું છું જેમણે 10 સપ્ટેમ્બરના રોજ માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાનનો સાથ આપીને વિશ્વસમુદાયની માગણીને મજબુત કરી છે કે ભારત કાશ્મીરમાં બળપ્રયોગ રોકે, પ્રતિબંધ હટાવે, કાશ્મીરીઓના અધિકારોની રક્ષા થાય અને સંયુક્ત રાષ્ટ્ર પ્રસ્તાવ મુજબ કાશ્મીર મુદ્દાનું સમાધાન થાય. 

પાકિસ્તાનની પત્રકાર નાયલા ઈનાયતે ઈમરાન ખાનની ટ્વીટ પર વ્યંગ કરતા કહ્યું કે શું સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગ 47 દેશોનું નથી બન્યું? જો કે પીએમ 58 દેશોનો આભાર માનવા માંગે છે. મને લાગે છે કે તેઓ જિન્ન પણ ગણી રહ્યાં છે. 

આ ટ્વીટની સાથે જ ઈમરાન ખાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ થઈ ગયો. ટ્વીટર યૂઝર્સે તેમના આ દાવાની ખુબ મજાક ઉડાવી જેમાં પાકિસ્તાનીઓ પણ બાકાત નહતાં. ટ્વીટના જવાબમાં અનેક લોકોએ તેમને પૂછ્યું કે જનાબ ઈમરાન ખાન, માનવાધિકાર પરિષદમાં કુલ 47 જ સભ્ય દેશ છે તો 58 દેશોએ તમારું સમર્થન કેવી રીતે કર્યું?

શિવ નામના એક યૂઝરે લખ્યું કે શું આ 58 દેશોમાં બલુચિસ્તાન, સિંધુદેશ અને પસ્તુનિસ્તાન પણ સામેલ છે? હાલના UNHRCમાં 47 સભ્ય દેશ છે. \

વિદેશ મંત્રાલયે પણ કર્યો કટાક્ષ
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારને જ્યારે પત્રકારોએ સવાલ કર્યો કે પાકિસ્તાને 60 દેશોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે તો તેમણે કહ્યું કે એ તો પાકિસ્તાન જ જણાવી શકે કે જ્યારે માનવાધિકાર પરિષદમાં 47 જદેશો છે તો તેમને 60 દેશોએ કેવી રીતે સમર્થન આપ્યું. રવીશકુમારે કહ્યું કે જો તેમને કોઈ સમર્થન મળ્યું હોત તો તમને ખબર પડી ગઈ હોત. કારણ કે UNHRCની કોઈ ગુપ્ત બેઠક નહતી. મને લાગે છે કે આ અંગે તો તમારે તેમને જ પૂછવું પડશે. અમારી પાસે તો આવી  કોઈ સૂચિ નથી. તમારે એ સમજવું પડશે કે UNHRCમાં ભારત અને પાકિસ્તાન સહિત કુલ 47 સભ્ય દેશ છે. તેઓ 60નો દાવો કરી રહ્યાં છે. એવું લાગે છે કે તેમણે નક્કી સંખ્યાને પણ પાર કરી લીધી છે. હાલ હાલાત એવા છે  કે જેનાથી તેઓ સંપૂર્ણ રીતે હતાશ થઈ ગયા છે અને આ કારણે ખોટા દાવા કરી રહ્યાં છે. 

જુઓ LIVE TV

પાકિસ્તાનના ગૃહ મંત્રીએ જ ઈમરાન ખાનની ફજેતી કરી નાખી, કાશ્મીર મુદ્દે જૂઠ્ઠાણાનો કર્યો પર્દાફાશ
પાકિસ્તાનના ગૃહ મંત્રી એજાઝ અહેમદ શાહે એક ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે કાશ્મીર મુદ્દે દુનિયા પાકિસ્તાનનો ભરોસો કરતી નથી. તેમણે કહ્યું કે વિશ્વમાં પાકિસ્તાની છબી બિનજવાબદાર રાષ્ટ્રની છે. ઈમરાન ખાનના મંત્રીએ એવું પણ સ્વીકાર કર્યું કે પાકિસ્તાનની લાખ કોશિશો થતાં દુનિયા ભારતનો જ ભરોસો કરે છે. તેમણે કહ્યું કે કાશ્મીર પર અમે કહી રહ્યાં છીએ  કે ત્યાં કરફ્યું લગાવવામાં આવ્યો, ત્યાંના લોકોને દવા નથી મળતી, લોકો માર્યા જાય છે પરંતુ દુનિયા અમારા પર વિશ્વાસ કરતી નથી. દુનિયા ભારત પર વિશ્વાસ કરે છે. આ ( કોઈ દેશના પક્ષમાં આંતરરાષ્ટ્રીય માહોલ) એક દિવસમાં નથી બનતો, તે માટે વર્ષો લાગે છે. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More