Home> World
Advertisement
Prev
Next

ઈમરાનની પૂર્વ પત્નીનો વસીમ અક્રમ પર ગંભીર આરોપ, કહ્યું-પોતાની સેક્સ્યુઅલ...

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને નેતા ઈમરાન ખાનની પૂર્વ પત્ની રહેમ ખાનના પુસ્તકના કેટલાક ભાગ લીક થયા છે જેના કારણે પાકિસ્તાનમાં જાણે ભૂકંપ આવી ગયો છે.

ઈમરાનની પૂર્વ પત્નીનો વસીમ અક્રમ પર ગંભીર આરોપ, કહ્યું-પોતાની સેક્સ્યુઅલ...

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને નેતા ઈમરાન ખાનની પૂર્વ પત્ની રહેમ ખાનના પુસ્તકના કેટલાક ભાગ લીક થયા છે જેના કારણે પાકિસ્તાનમાં જાણે ભૂકંપ આવી ગયો છે. પુસ્તકનું હજુ પ્રકાશન થયું નથી. પરંતુ માર્કેટમાં આવતા પહેલા જ આ પુસ્તકે પાકિસ્તાનને હચમચાવી નાખ્યું છે. રહેમ ખાને આ પુસ્તકમાં એવા ખુલાસા કર્યા છે જે આવનારા દિવસોમાં મોટુ સ્વરૂપ પકડશે. આ પુસ્તકમાં રહેમ ખાને ઈમરાન ખાનની પહેલી પત્ની જેમિમા ગોલ્ડ સ્મીથ, વસીમ અક્રમ, તેના પૂર્વ પતિ એઝાઝ રહેમાન અને એક બ્રિટિશ બિઝનેસમેન સૈયદ ઝુલ્ફિકાર બુખારી વિરુદ્ધ અનેક ખુલાસા કર્યા છે.

fallbacks

હવે આ પુસ્તકના ખુલાસા પર રહેમ ખાનને વસીમ અક્રમ સહિત 4 લોકોએ લીગલ નોટિસ મોકલાવી છે. તેમનો આરોપ છે કે રહેમે તેના પુસ્તકમાં તેઓનું અપમાન કર્યુ છે. ઈમરાન ખાનની પહેલી પત્ની જેમિમા ગોલ્ડ સ્મિથે પણ કહ્યું કે જો આ પુસ્તક રિલીઝ થશે તે રહેમ પર કેસ કરશે. નોટિસમાં રહેમને 14 દિવસનો સમય આપવામાં આવ્યો છે. કહેવાયું છે કે જો આ દરમિયાન તેણે યોગ્ય જવાબ ન આપ્યો તો તેના પર કાર્યવાહી થશે.

ચૂંટણી પહેલા ઈમરાન મોટી મુશ્કેલીમાં, પૂર્વ પત્નીએ લગાવ્યાં ગંભીર આરોપ

રહેમ પૂર્વ ટીવી એંકર રહી ચૂકી છે. ઈમરાન ખાન સાથેના લગ્ન માત્ર 15 દિવસમાં તૂટ્યા હતાં. હવે તે તેના પુસ્તક દ્વારા ચર્ચામાં આવી ગઈ છે. પુસ્તકના કેટલાક અંશ ઈન્ટરનેટ પર લીક થયા છે. પુસ્તકનું નામ રહેમ  ખાન છે. પુસ્તકમાં રહેમના અલગ અલગ સિલિબ્રિટી સાથેની વાતચીત અને ઈમરાન ખાન સાથેના તેના લગ્ન વિશે લખાયું છે.

શું છે વિવાદ, કયાં ગંભીર આરોપોથી મચ્યો છે હોબાળો?

મીડિયા રિપોર્ટ્સ મુજબ જે કન્ટેન્ટ ઓનલાઈન લીક થયું છે તેમાં રહેમે વસીમ અક્રમ પર આરોપ લગાવ્યો છે કે તેણે પોતાની સેક્સ્યુઅલ ફેન્ટસીઝને પૂરી કરવા માટે તેની દિવંગત પત્નીને તેની સામે જ એક અશ્વેત વ્યક્તિ સાથે સેક્સ કરવા કહ્યું હતું. આ અંશ લીક થતા જ વસીમ અક્રમ તરફથી રહેમ ખાનને નોટિસ મોકલવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તે ખુબ જ બદનામી કરનારુ, અશ્લીલ અને અપમાનજનક છે. વસીમ અક્રમ પાકિસ્તાનનો ખુબ મશહૂર પૂર્વ ક્રિકેટર છે.

પુસ્તકના જે ભાગ લીક થયા છે તેમાં બ્રિટિશ બિઝનેસમેન સૈયદ ઝુલ્ફિકાર બુખારી પર ઈમરાન ખાન માટે ખોટુ કામ કરવાનો આરોપ લગાવ્યો છે. એક વિવાદાસ્પાદ આરોપમાં લખવામાં આવ્યું છે કે બુખારીએ લંડનમાં એક યુવતીનું એબોર્શન કરાવ્યું હતું. જેના ઈમરાન ખાન સાથે સંબંધ હતાં. આ પુસ્તકમાં ખ્વાજા પર ઈમરાન ખાન સાથે અનૈતિક સંબંધનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં રહેમે તેના લગ્નની નિષ્ફળતા માટે તેના પહેલા પતિ ડોક્ટર રહેમાનને પણ જવાબદાર ઠેરવી નાખ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More