દુશાન્બેઃ વિદેશ મંત્રી એસ જયશંકરે આજે અફઘાનિસ્તાનના પોતાના સમકક્ષ મોહમ્મદ હનીફ અતમર સાથે તઝાકિસ્તાનની રાજધાની દુશાન્બેમાં મુલાકાત કરી અને આ દરમિયાન અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી છે.
જયશંકર શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ના વિદેશ મંત્રીઓની પરિષદ અને અફઘાનિસ્તાન પર એસસીઓ સંપર્ક સમૂહોની બેઠકોમાં ભાગ લેવા માટે મંગળવારે બે દિવસીય પ્રવાસ પર દુશાન્બે પહોંચ્યા છે.
જયશંકરે ટ્વીટ કર્યુ- મારા દુશાન્બેના પ્રવાસની શરૂઆત અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ હનીફ અતમર સાથે મુલાકાતની સાથે થઈ. હાલના ઘટનાક્રમને લઈને તેમની અદ્યતન જાણકારી મેળવી. અફઘાનિસ્તાન પર એસસીઓ સંપર્ક સમૂહની કાલે યોજાનારી બેઠકરને લઈનેવ ઉત્સાહિત છું.
Began my Dushanbe visit by meeting with Afghan FM @MHaneefAtmar. Appreciate his update on recent developments. Looking forward to the meeting of the SCO Contact Group on Afghanistan tomorrow. pic.twitter.com/O34PDkOFoh
— Dr. S. Jaishankar (@DrSJaishankar) July 13, 2021
ઉલ્લેખનીય છે કે આ બેઠક ખુબ મહત્વપૂર્ણ છે કારણ કે આ તેવા સમયે થઈ રહી છે, જ્યારે તાલિબાની આતંકીઓ અફઘાનિસ્તાનના વિસ્તારમાં ઝડપથી કબજો કરી રહ્યા છે, જેણે વૈશ્વિક સ્તર પર ચિંતા વધારી દીધી છે.
આ પણ વાંચોઃ નેપાળના નવા પ્રધાનમંત્રી બન્યા શેર બહાદુર દેઉબા, પાંચમી વખત સંભાળી દેશની કમાન
ભારતે અફઘાન દળો અને તાલિબાન લડાકુ વચ્ચે ભીષણ લડાઈને ધ્યાનમાં રાખી કંધાર સ્થિત પોતાના વાણિજ્ય દૂતાવાસથી લગભગ 50 રાજદ્વારીઓ તથા સુરક્ષા કર્મીઓને એક સૈન્ય વિમાન દ્વારા પરત બોલાવી લીધા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે