Home> World
Advertisement
Prev
Next

ભારતે હજુ કોરોનાની અન્ય લહેરનો સામનો કરવો પડશે, WHO એ આપી ચેતવણી

દેશમાં કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી છે, પરંતુ હજુ ખતરો ટળ્યો નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, ભારતમાં હજુ કોરોનાની અન્ય લહેર આવી શકે છે. 

ભારતે હજુ કોરોનાની અન્ય લહેરનો સામનો કરવો પડશે, WHO એ આપી ચેતવણી

નવી દિલ્હીઃ દેશ કોરોના મહામારીની બીજી લહેરના ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે. દેશમાં છેલ્લા ઘણા દિવસથી લાખો કેસ સામે આવી રહ્યાં છે તો દરરોજ હજારો લોકોના નિધન થઈ રહ્યાં છે. હા છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યામાં જરૂર ઘટાડો થયો છે. આ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થાએ નવી ચેતવણી જાહેર કરી છે. 

fallbacks

ભારતમાં આવી શકે છે કોરોનાની અનેક લહેરો
આ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં કોરોનાને લઈને એક ચેતવણી જાહેર કરી છે. WHO ના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, હજુ ભારતમાં કોરોનાની અન્ય લહેરો પણ આવી શકે છે. 

તેથી તે મહત્વપૂર્ણ રહેશે કે ભારત આવનારા 6-18 મહિનામાં કોરોના સંકટનો સામનો કરવા માટે ક્યા પ્રકારે તૈયારી કરે છે. ભારતમાં કોરોના સંક્રમણને કારણે આવનારા કેટલાક મહિના ખુબ સંવેદનશીલ રહેવાના છે. 

આ પણ વાંચોઃ Palestine રડી રહેલી બાળકીનો વીડિયો વાયરલ, કહ્યું- અમારી સાથે કેમ આવું થઈ રહ્યું છે  

વેક્સિનની રહેશે મહત્વપૂર્ણ ભૂમિકા
એક મીડિયા સંસ્થાને આપેલા ઈન્ટરવ્યૂમાં ડો. સ્વામીનાથને જણાવ્યું- ભારતમાં કોરોના મહામારી જંગમાં ઘણુ તે વાત પર નિર્ભર કરે છે કે કોરોના વાયરસનો ક્યા પ્રકારે વિકાસ થઈ રહ્યો છે. 

તે વાત પર પણ નિર્ભર કરશે કે કોરોનાના અલગ-અલગ વેરિએન્ટ વિરુદ્ધ કોરોના વેક્સિનથી બનનારી ઇમ્યુનિટી કેટલા દિવસ સુધી અસરકારક સાબિત થાય છે. 

ક્યારે ખતમ થશે કોરોનાની બીજી લહેર
કોરોના મહામારીના બીજા તબક્કાના અંત પર ડો. સ્વામીનાથને કહ્યું- મહામારીના આ ઘાતક તબક્કાનો અંત જરૂર થશે. વર્ષ 2021ના અંત સુધી અમે આ તબક્કાના સમાપ્ત થવાની આશા કરી શકીએ છીએ. 

આ પણ વાંચોઃ Mexico ની Andrea Meza ને મળ્યો મિસ યુનિવર્સનો ખિતાબ, ભારતની એડલિનને મળ્યું આ સ્થાન 

જ્યારે વિશ્વની 30 ટકા વસ્તીનું વેક્સિનેશન થઈ જશે, ત્યારે આપણે આ સંક્રમણની ઝપેટમાં આવીને થતા મોતોની સંખ્યામાં ઘટાડો જોઈશું.

ડો. સ્વામીનાથને કહ્યું કે, આપણે હાલ કોરોના મહામારીના એક મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છીએ. આ તબક્કામાં હજુ ઘણા મુશ્કેલ પડાવ આવવાના બાકી છે. 

તેથી આપણે આ તબક્કામાં સંક્રમણ નિયંત્રણ પર વિચાર કરવો જોઈએ અને આ સાથે મહામારીને ખતમ કરવાના વિષય પર વિચાર કરવો જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More