Home> World
Advertisement
Prev
Next

આ ભારતીય મહિલાએ UNમાં પાકિસ્તાનને માર્યા જોરદાર ચાબખા, પોલ ખોલી નાખી

ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાન તરફથી લગાવવામાં આવેલા આરોપોનો જડબાતોડ જવાબ આપ્યો છે.

આ ભારતીય મહિલાએ UNમાં પાકિસ્તાનને માર્યા જોરદાર ચાબખા, પોલ ખોલી નાખી

સંયુક્ત રાષ્ટ્ર: ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાન તરફથી લગાવવામાં આવેલા આરોપોનો જડબાતોડ જવાબ આપ્યો છે. યુએનમાં ભારતના દૂત એનમ ગંભીરે આરોપોનો જવાબ આપતા કહ્યું કે જૂના બીબામાં નવા પાકિસ્તાનને ઢાળવામાં આવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ ભારત પર 2014માં પેશાવરમાં શાળામાં થયેલા આતંકી હુમલામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ભારતે તેને ફગાવ્યો છે. 

fallbacks

'રાઈટ ટુ રિપ્લાય'ના અધિકારનો ઉપયોગ કરતા સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં ભારતના દૂત એનમ ગંભીરે કુરેશીના આરોપોને મજબુતાઈથી ફગાવ્યાં. ગંભીરે કહ્યું કે પાકિસ્તાન ભલે કહે કે તેણે આતંકવાદ પર નકેલ કસી છે પરંતુ સચ્ચાઈ એ છે કે આતંકી આજે પણ ત્યાં ખુલ્લેઆમ ઘૂમી રહ્યાં છે અને ચૂંટણી સુદ્ધા લડે છે. 

ગંભીરે પાકિસ્તાન પર આરોપ લગાવતા કહ્યું કે 4 વર્ષ પહેલા પેશાવરની શાળા પર થયેલા જીવલેણ હુમલા સંબંધે આ સાવ પાયાવિહોણો આરોપ છે. હું પાકિસ્તાનની નવી સરકારને યાદ અપાવવા માંગુ છું કે ભારતમાં પણ આ હુમલાની ટીકા કરવામાં આવી  હતી. ભારતીય સંસદના બંને સદનોએ માર્યા ગયેલા બાળકોને યાદ કર્યા હતાં. ભારતની શાળાઓમાં આ ઘટનામાં માર્યા ગયેલા બાળકો માટે બે મિનિટ મૌન રાખીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. 

fallbacks

ગંભીરે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે અને તે ભારતનો હિસ્સો બની રહેશે. પાકિસ્તાને દાવો કર્યો છે કે તેણે આતંકવાદ પર લગામ લગાવી છે. પંરતુ હકીકત કઈંક અલગ જ છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું પાકિસ્તાન એ સચ્ચાઈથી ઈન્કાર કરી શકે કે તેણે પોતાના ત્યાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકી સૂચિમાં સામેલ 132 આતંકીઓ અને 22 આતંકી સંગઠનોને શરણ આપી છે?

ગંભીરે પાકિસ્તાનમાં આતંકી હાફિઝ સઈદના ખુલ્લેઆમ ફરવા અંગે પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે શું પાકિસ્તાન એ સ્વીકાર કરશે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી જાહેર થયેલો હાફિઝ સઈદ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ઘૂમે છે અને ત્યાં ચૂંટણીઓમાં પોતાના ઉમેદવાર ઊભા કરે છે?

fallbacks

એનમ ગંભીરે કહ્યું કે અમે એ પણ જોયુ છે કે પાકિસ્તાન માનવાધિકારની પણ વાત કરે છે. તેમણે કહ્યું કે માનવાધિકાર પર પાકિસ્તાનની આ વાતો પણ પોકળ છે. પ્રિન્સ્ટનના અર્થશાસ્ત્રી આતિફ મિયાના ઉદાહરણથી આ વાત સમજી શકાય છે. તેમને ઈકોનોમિક એડવાઝરી કાઉન્સિલથી માત્ર એટલા માટે હટાવવામાં આવ્યાં કારણ કે તેઓ અલ્પસંખ્યક સમુદાયથી આવતા હતાં. તેમણે કહ્યું કે પાકિસ્તાને દુનિયાને ઉપદેશ આપતા પહેલા પોતાના ઘરમાંથી જ માનવાધિકારની શરૂઆત કરવી જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More