Home> World
Advertisement
Prev
Next

મુશ્કેલમાં ફસાયેલા નેપાળને કામ ન આવ્યું ચીને, ભારતે મદદમાં મોકલ્યા 28 વેન્ટિલેટર

 નેપાળમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખ 94 હજારથી વધુ છે. કોરોનાને કારણે અત્યાર સુધી 1108 લોકોના મૃત્યુ થયા છે. તો નેપાળમાં સંક્રમણને માત આપીને સારવાર બાદ 1 લાખ 58 હજાર લોકો સાજા થયા છે. 

 મુશ્કેલમાં ફસાયેલા નેપાળને કામ ન આવ્યું ચીને, ભારતે મદદમાં મોકલ્યા 28 વેન્ટિલેટર

કાઠમાંડુઃ કોરોના કાળ  (Corona Crisis)મા ભારતે એકવાર ફરી નેપાળની મોટી મદદ કરી છે. આ વર્ષે 2020મા ચીનને ખુશ કરવા માટે નેપાળે ભારતની સાથે વર્ષો જૂનો સંબંધ દાવ પર લગાવી દીધો હતો. તેમ છતાં ભારતે નેપાળના સૌથી સારા મિત્રની ફરજ નિભાવી છે. ભારતે કોરોના મહામારી સામે લડાઈમાં મદદ માટે નેપાળ સરકારને 28 આઈસીયૂ વેન્ટિલેટર આપ્યા છે. કાઠમાંડુ સ્થિત ભારતીય દૂતાવાસ તરફથી આ જાણકારી આપવામાં આવી છે. 

fallbacks

દૂતાવાતે નિવેદન જાહેર કરી કહ્યું, ભારતની સરકારે નેપાળ સરકારને કોવિડ-19 વિરુદ્ધ લડાઈમાં સહયોગ હેઠળ 28 આઈસીયૂ વેન્ટિલેટર આપ્યા છે. નિવેદનમાં કહેવમાં આવ્યું છે કે ભારતના રાજદૂત વિનય એમ કાત્રા (Indian envoy VM Kwatra)એ નેપાળના સ્વાસ્થ્ય મંત્રી ભાનુભક્ત ઢાકલ  (Bhanubhakt Dhakal)ને વેન્ટિલેટર સોંપ્યા છે. 

નેપાળનું કોરોના બુલેટિન
તમને જણાવી દઈએ કે નેપાળમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખ 94 હજારથી વધુ છે. કોરોનાને કારણે અત્યાર સુધી 1108 લોકોના મૃત્યુ થયા છે. તો નેપાળમાં સંક્રમણને માત આપીને સારવાર બાદ 1 લાખ 58 હજાર લોકો સાજા થયા છે. 

પરસ્પર સહમતિથી સરહદ વિવાદ ઉકેલવા પર India-China રાજી,  LAC પરથી હટશે જંગી વાહન  

જીવ બચાવવામાં ઉપયોગી વેન્ટિલેટર
ઉલ્લેખનીય છે કે કોરોનાના ગંભીર દર્દીઓનો જીવ બચાવવા માટે વેન્ટિલેટરની સૌથી વધુ જરૂર પડે છે. આ પહેલા પણ ભારતે નેપાળને કોવિડ-19 તપાસ કિટ, વેન્ટિલેટર અને દવાઓ આપી હતી જેથી તે કોરોના પર નિયંત્રણ મેળવી શકે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, વેન્ટિલેટર સોંપવા દરમિયાન રાજદૂત કાત્રાએ મહામારી પર નિયંત્રણ મેળવવા નેપાળની સરકાર અને લોકોની સાથે ભારતની એકતાની વાત કરી અને આ સિલસિલામાં તમામ સહયોગ આપવાની પણ વાત કરી હતી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More