Home> World
Advertisement
Prev
Next

ઈન્ડિયાની મિસાઈલો નથી રોકી શકતા યુદ્ધ શું લડશે... પાકિસ્તાની લોકોએ સોશિયલ મીડિયા પર સેનાની ઉઠાવી રહ્યા છે મજાક

India Pakistan War: પાકિસ્તાનના લોકો સતત પોતાની સરકાર અને સેના પર સવાલો ઉઠાવી રહ્યા છે. પાકિસ્તાનમાં ભારતના જબડાતોડ હુમલાના કારણે જનતા દહેશતમાં છે. સોશિયલ મીડિયા યુઝર્સ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમની મજાક ઉડાવી રહ્યા છે.

ઈન્ડિયાની મિસાઈલો નથી રોકી શકતા યુદ્ધ શું લડશે... પાકિસ્તાની લોકોએ સોશિયલ મીડિયા પર સેનાની ઉઠાવી રહ્યા છે મજાક

India Pakistan War: પાકિસ્તાનના લોકો ભારતના હુમલાને રોકી ન શકવા બદલ તેમની સરકાર અને સેના પર સવાલો ઉઠાવી રહ્યા છે. તેમના દાવાઓની પોલ પાકિસ્તાનની જનતા પોતે સોશિયલ મીડિયા પર ખોલી રહી છે.

fallbacks

ભારતના મિસાઇલ હુમલાઓને રોકવામાં નાકામ પાકિસ્તાની સેનાની તેમના જ દેશના નાગરિકો પ્રતિષ્ઠા ખરાબ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમની ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે. પાકિસ્તાની જનતા સવાલો ઉઠાવી રહી છે કે, આપણે ભારતની એક પણ મિસાઈલ રોકી શકતા નથી. આપણી એર ડિફેન્સ સિસ્ટમ ક્યાં ચાલી ગઈ? સોશિયલ મીડિયા પર પાકિસ્તાનીઓના નિવેદનો વાયરલ થઈ રહ્યા છે.

ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાની શહેરો પર ભારત સતત મિસાઇલ અને ડ્રોન હુમલા કરી રહ્યું છે. મુલ્તાન, ફૈસલાબાદ, બહાવલપુરથી લઈને લાહોર સુધી હલચલ મચી ગઈ છે. પાકિસ્તાને પણ ભારત પર મિસાઈલ ડ્રોન હુમલા કર્યા છે, પરંતુ ભારતની મજબૂત રક્ષા કવચ એર ડિફેન્સ સિસ્ટમની સામે તેઓ નાકામ સાબિત થયા છે. પાકિસ્તાનની યુવા પેઢી પ્રશ્ન ઉઠાવી રહી છે કે ભારતીય હુમલાઓ સામે પાકિસ્તાન લાચાર કેમ છે.

સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું કે, ભારતે સતત બે રાત હુમલા કર્યા. આપણા ઘણા શહેરોને નિશાન બનાવવામાં આવ્યા, આપણા મહત્વપૂર્ણ સ્થળોને નુકસાન પહોંચાડ્યું, પરંતુ આપણે કંઈ કરી શકતા નથી.

અન્ય એક યુઝરે લખ્યું કે, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ પાસે પણ ડ્રોન હુમલો થયો. પાકિસ્તાન પાસે કયા પુરાવા છે કે આ હુમલો ભારતે કર્યો હતો?

વધુ એક યુઝરે લખ્યું કે, પાકિસ્તાન મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. આપમે લાગણીઓમાં ડૂબી જવાને બદલે વાસ્તવિકતા સમજવી જોઈએ. આપણે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ વિશે કેમ વાત નથી કરી રહ્યા છે. ભારત આપણા ઉપર મિસાઇલોનો વરસાદ કરી રહ્યું છે, પરંતુ આપણે તેને રોકી શકતા નથી. ભારત પાસે S-400 છે, ઇઝરાયલ પાસે આયર્ન ડોમ છે, પરંતુ આપણે તેના પર પૈસા ખર્ચ્યા નથી. રાજકારણ પર દોઢ-દોઢ કલાક ઉપદેશ આપનારા કેમ બોલતા નથી?

પાકિસ્તાનના સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર પણ તેમની એર ડિફેન્સ સિસ્ટમ પર સવાલો ઉઠાવી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ભારતે ગઈકાલે રાત્રે 24 મિસાઈલ હુમલા પાકિસ્તાન પર કર્યા. આશ્ચર્યજનક વાત છે કે, બધી મિસાઇલો ટાર્ગેટને હિટ કર્યા. ભારતની એક મિસાઈલને પણ પાકિસ્તાન રોકી શક્યું નહીં. આ તેનાથી પણ વધારે આશ્ચર્યજનક વાત છે. આપણે ભારતની પ્રશંસા નથી કરી રહ્યા, પરંતુ વાસ્તવિકતા કહી રહ્યા છીએ. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, જો ભારતે આ મિસાઇલો પાકિસ્તાનના લશ્કરી ઠેકાણાઓ પર છોડી હોત તો શું થાત.

ઉલ્લેખનીય છે કે, ભારત પર પાકિસ્તાન તરફથી થયેલ ડ્રોન હુમલા અને મિસાઈલ હુમલામાં મોટાભાગના નાકામ કરવામાં આવ્યા છે. મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ S-400 અને આકાશે દુશ્મનના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે. પાકિસ્તાની સેનાએ ડ્રોન અને મિસાઇલોથી જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુર એરબેઝને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

Disclaimer: ભારત-પાકિસ્તાન યુદ્ધને લઈ તમામ દાવા જમીન પર અને ઓનલાઈન થઈ રહ્યા છે. અમે આવી ઘટનાઓના અહેવાલોને લઈ ઉચ્ચતમ સ્તર પર સાવધાની રાખીએ છીએ, પરંતુ અમે બધા નિવેદનો, ફોટા અને વીડિયોની પ્રમાણિકતાની પુષ્ટિ સ્વતંત્ર રીતે નથી કરી શકતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More