Home> World
Advertisement
Prev
Next

ખાલિસ્તાની આતંક પર ભારતે કેનેડાને ચોખ્ખું સંભળાવી દીધુ, એક્શન લો નહીં તો ભારત કરશે જવાબી કાર્યવાહી

India Warning to Canada on Khalistan issue: નવું ભારત હવે પોતાની એક્તા અને અખંડિતતાના મુદ્દે કોઈની પણ સામે ઝૂકવા તૈયાર નથી. તે પોતાના ઘરેલું મામલાઓમાં ટાંગ અડાવનારા દેશોને જવાબ આપવાનું જાણે છે. ભારતે હવે ખાલિસ્તાની અલગાવવાદના મુદ્દે કેનેડાને કડક  ચેતવણી આપી છે.

ખાલિસ્તાની આતંક પર ભારતે કેનેડાને ચોખ્ખું સંભળાવી દીધુ, એક્શન લો નહીં તો ભારત કરશે જવાબી કાર્યવાહી

India Warning to Canada on Khalistan issue: નવું ભારત હવે પોતાની એક્તા અને અખંડિતતાના મુદ્દે કોઈની પણ સામે ઝૂકવા તૈયાર નથી. તે પોતાના ઘરેલું મામલાઓમાં ટાંગ અડાવનારા દેશોને જવાબ આપવાનું જાણે છે. ભારતે હવે ખાલિસ્તાની અલગાવવાદના મુદ્દે કેનેડાને કડક  ચેતવણી આપી છે. ભારતે કેનેડાને કહ્યું છે કે તે ખાલિસ્તાનીઓ પર નકેલ કસે નહીં તો ભારત જવાબ આપવાનો અધિકાર સુરક્ષિત રાખે છે. 

fallbacks

ભારતની અખંડિતતા પર હુમલો થશે તો જવાબ આપીશું
વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે કહ્યું કે કેનેડા જે પ્રકારે ખાલિસ્તાની ઈશ્યુની પતાવટ કરી રહ્યું છે તે ભારત માટે ચિંતાનો વિષય છે. એ સ્પષ્ટ છે કે આ બધુ વોટબેંકની રાજનીતિ હેઠળ થઈ રહ્યું છે. જયશંકરે ચેતવણી આપી છે કે જો ભારતની સુરક્ષા અને અખંડિતતા પર હુમલો થયો તો તેનો અમે યોગ્ય જવાબ આપીશું. 

કેનેડામાં ખાલિસ્તાની ગતિવિધિઓ ચિંતાની વાત
વિદેશમંત્રીએ કહ્યું કે કેનેડામાં જે પ્રકારની ગતિવિધિઓ થઈ રહી છે તે અમારી રાષ્ટ્રીય એક્તા-અખંડિતતા માટે જોખમ છ. ત્યાંની સરકાર ખાલિસ્તાની ઈશ્યુને જે પ્રકારે પહોંચી રહી છે તે ચિંતાની વાત છે. જો અમારા દેશની સુરક્ષાને જોખમ પેદ થયું તો અમારે જવાબ આપવો પડશે. ભારત આ પ્રકારનો અધિકાર સુરક્ષિત રાખે છે. 

આ કારણે વધી રહ્યો છે તણાવ
અત્રે જણાવવાનું કે કેનેડામાં વસેલા ખાલિસ્તાનીઓએ આ મહિનાની શૂઆતમાં જસ્ટિન ટ્રુડો સરકાર પાસે ઈન્દિરા ગાંદીની હત્યાનો સમારોહ કરવા માટે મંજૂરી માંગી હતી. ટ્રુડો સરકારે તે માટે મંજૂરી આપી પણ હતી. ત્યારબાદ ખાલિસ્તાનીઓએ ઈન્દિરા ગાંધીની હત્યા પર ખુશી વ્યક્ત કરતા 4 જૂનના રોજ પરેડ કાઢી હતી. 

Noodles ખાતા હોવ તો સાવધાન! નૂડલ્સ ખાવાથી તબિયત બગડી, ભાઈ-બહેનના મોત

કયા મંત્રીની હકાલપટ્ટી? કોને મળશે જવાબદારી...PM આવાસ પર શાહ-નડ્ડા સાથે મોદીનું મંથન

ગુજરાતના બે જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસાદ મચાવશે તબાહી?

ભારત સરકારે આ ઘટના પર આકરી આપત્તિ વ્યક્ત કરતા કેનેડા સરકાર પાસે કાર્યવાહીની માંગણી કરી હતી. ભારતે કેનેડાને ચેતવ્યું હતું કે આ પ્રકારની ભારત વિરોધી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવું એ બંને દેશોના પરસ્પર સંબંધો માટે યોગ્ય નથી. ત્યારબાદ બંને દેશોના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More