પ્યોંગયાંગઃ ઉત્તર કોરિયામાં ભારતના રાજદૂત અતુલ એમ ગોતસર્વેનો તાનાશાહ કિમ જોંગ ઉનને શુભેચ્છા સંદેશ આપવો ચર્ચાનો વિષય બની ગયો છે. ભારતીય રાજદૂતના સંદેશને ન માત્ર ઉત્તર કરિયાના સરકારી અખબારમાં જગ્યા આપવામાં આવી પરંતુ ટીવી પર પણ તેનું પ્રસારણ કરવામાં આવ્યું છે. જણાવવામાં આવ્યું કે, દુનિયાથી અલગ કોરિયામાં આવુ ખુબ ઓછુ થાય છે કે કોઈ વિદેશી રાજદ્વારીના સંદેશને આટલું મહત્વ આપવામાં આવ્યું હોય.
જણાવવામાં આવી રહ્યું છે કે ઉત્તર કોરિયાના સરાકરી ટીવી ચેનલ નેશનલ ટેલીવિઝન ઓફ નોર્થ કોરિયા પર પ્રાઇમ ટાઇમમાં ન માત્ર ભારતનો ઉલ્લેખ થયો પરંતુ ભારતીય રાજદૂતના સંદેશને વાંચવામાં આવ્યો હતો. ભારતીય રાજદૂત અતુલ એમ ગોતસર્વેએ કિમ જોંગ ઉનને માર્શ બનાવવાના 8 વર્ષ પૂરા થવા પર તેમને શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો. સાથે ફૂલોનું બુકે મોકલ્યું હતું. તેના પર કિંમ જોંગ ઉનના સ્વસ્થ રહેવાની કામના કરવામાં આવી હતી.
Prime Time News on the National Television of DPRK today .#DPRK #Pyongyang pic.twitter.com/ODlzNFreLc
— India in DPR Korea डि.पी.रि.कोरिया में भारत (@indembpyongyang) July 17, 2020
એટલું જ નહીં ભારતીય રાજદૂતના શુભેચ્છા સંદેશને ઉત્તર કોરિયાના સરકારી અખબાર રોડોંગ સિનમુનમાં પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ અખબાર ઉત્તર કોરિયાના સત્તાવાર દ્રષ્ટિકોણને દર્શાવે છે. મહત્વનું છે કે કોરિયન દ્વિપમાં શાંતિની સ્થાપના માટે ભારતે લાંબા સમયથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. કોરિયન યુદ્ધના સમયે ભારતના એમ્બ્યુલન્સ યુનિટે 2 લાખ 20 હજાર લોકોની સારવાર કરી હતી.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે