Spacecraft Splashdown: ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા તેમના ત્રણ અન્ય અંતરિક્ષ યાત્રીઓ સાથે આજે મંગળવાર 15 જૂન 2025ના રોજ અંતરિક્ષથી પૃથ્વી પર સુરક્ષિત રીતે પરત ફર્યા છે. સ્પેસએક્સ ડ્રેગન અંતરિક્ષ યાન 'ગ્રેસ' હવે ધરતી પર પરત ફર્યું છે. અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયા કિનારા નજીક પેસિફિક મહાસાગરમાં સ્પેસક્રાફ્ટનું સ્પ્લેશડાઉન થઈ ગયું છે. તમારામાંથી ઘણા લોકો વિચારતા હશે કે, આખરે સ્પેસક્રાફ્ટને સમુદ્રમાં જ કેમ ઉતારવામાં આવે છે. તેને જમીન પર કેમ ઉતારવામાં આવતું નથી? શું છે તેના પાછળનું કારણ? ચાલો તમને જણાવીએ.
સ્પ્લેશડાઉન
સ્પેસક્રાફ્ટ એટલે અંતરિક્ષ વિમાનને જમીનના બદલે સમુદ્રમાં ઉતારવા પાછળ એક લોજિક અને વિજ્ઞાન છે. વાસ્તવમાં જ્યારે અંતરિક્ષમાંથી કોઈ વિમાન ધરતી પર પરત ફરતું હોય છે, ત્યારે તેને પેરાશૂટની મદદથી પાણીમાં ઉતારવામાં આવે છે. આ પ્રક્રિયાને સ્પ્લેશડાઉન કહેવામાં આવે છે. આ એટલા માટે કરવામાં આવે છે કારણ કે જ્યારે કોઈ સ્પેસક્રાફ્ટ સ્પેસમાંથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે, ત્યારે તેની સ્પીડ હજારો કિલોમીટર પ્રતિ કલાક હોય છે. સ્પેસક્રાફ્ટની સ્પીડ વધુ હોવાને કારણે ફ્રિક્શનથી વધુ પડતી ગરમી ઉત્પન્ન થાય છે, જેનાથી સ્પેસક્રાફ્ટ અને અંતરિક્ષ યાત્રીઓને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં સ્પેસક્રાફ્ટને સ્પેશિયલ હીટ શિલ્ડથી સુરક્ષિત કરવામાં આવે છે. પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા પછી સ્પેસક્રાફ્ટની સ્પીડ ઘટાડવા માટે પેરાશૂટનો ઉપયોગ કરવામાં આવે છે.
જ્યારે હેમા માલિનીને 'રામાયણ'ના આ કલાકારે ગાલ પર મારી હતી 20 થપ્પડ, કારણ જાણીને થઈ જશો હેરાન
નેચરલ ગાદી
સ્પેસક્રાફ્ટનેને જમીનને બદલે પાણીમાં એટલા માટે ઉતારવામાં આવે છે, કારણ કે પાણી એક નેચરલ ગાદીનું કામ કરે છે. સ્પેસક્રાફ્ટ જ્યારે પાણીમાં ઉતરે છે, ત્યારે તેને જમીન કરતાં ઓછો આંચકો લાગે છે. આનાથી અંતરિક્ષ યાત્રીઓ અને અંતરિક્ષ યાન બન્નેને ઓછું નુકસાન થાય છે. આ જ કારણ છે કે, સ્પેસક્રાફ્ટને જમીનને બદલે સમુદ્રમાં ઉતારવામાં આવે છે, એટલે કે સ્પ્લેશડાઉન કરવામાં આવે છે. બીજી બાજુ જો જમીન પર સ્પેસક્રાફ્ટનું સ્પ્લેશડાઉન કરવામાં આવે તો પર્વતો, ઢોળાવ અથવા ઉબડખાબડ જમીનને કારણે અકસ્માત થઈ શકે છે.
'સૂતેલો શેતાન' છે ભારતનો આ સૌથી ખતરનાક જ્વાળામુખી, જો જાગી ગયો તો સૌથી પહેલા રાખ થશે આ શહેર!
જો કે, કેટલાક નિષ્ણાતો માને છે કે પાણીને બદલે જમીન પર સ્પેસક્રાફ્ટનું લેન્ડિંગ વધુ સુરક્ષિત હોઈ શકે છે. જો જમીન ઉબડખાબડ હોય તો પણ પેરાશૂટની મદદથી સુરક્ષિત લેન્ડિંગ કરી શકાય છે. જો કે, જો પાણીમાં થોડી ખલેલ પહોંચે તો સ્પેસક્રાફ્ટને બહાર નીકળવામાં મુશ્કેલી પડી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે