Home> World
Advertisement
Prev
Next

USAમાં ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, Viral Video માં પીછો કરતા જોવા મળ્યા 3 લોકો 

Viral Video: અમેરિકાના શિકાગોમાં એક ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલાના સમાચારે હડકંપ મચાવી દીધો છે. 4 ફેબ્રુઆરીએ થયેલા આ હુમલાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

USAમાં ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, Viral Video માં પીછો કરતા જોવા મળ્યા 3 લોકો 

અમેરિકાના શિકાગોમાં એક ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલાના સમાચારે હડકંપ મચાવી દીધો છે. 4 ફેબ્રુઆરીએ થયેલા આ હુમલાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ વિદેશમાં રહેતા ભારતીયોની સુરક્ષાની ચિંતા મોટો પ્રશ્ન બની રહ્યો છે. જે વિદ્યાર્થી પર હુમલો થયો તે હૈદરાબાદનો છે અને હુમલા બાદ ઊંડા માનસિક તણાવ અને શોકમાં ગરકાવ થયો છે. 

fallbacks

એએનઆઈના રિપોર્ટ મુજબ વિદ્યાર્થીનું નામ સૈયદ મજાહિર અલી છે જે હૈદરાબાદનો રહીશ છે. તેની પત્ની ભારતમાં રહે છે. મજલિસ બચાવો તહરીક (એમબીટી)ના પ્રવક્તા ઉલ્લાહ ખાને આ ઘટના સંલગ્ન કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા પ્રશાસનનું ધ્યાન મજાહિર ઉપર કેન્દ્રીત કર્યું છે. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થી ઈન્ડિયાના વેસ્લે યુનિવર્સિટીથી આઈટીમાં માસ્ટર્સ કરી રહ્યો છે. 4 ફેબ્રુઆરીના રોજ કેટલાક લોકોએ તેના પર જીવલેણ હુમલો કર્યો અને લૂટફાટ કરી. વીડિયો દ્વારા ઈન્ડિયન એમ્બેસી પાસે મદદની ગુહાર પણ લગાવી છે. 

ઘટનાનો વીડિયો વાયરલ
વાયરલ વીડિયોઝમાં એકમાં મજાહિર જોવા મળી રહ્યો છે જેનો ચહેરો લોહીલુહાણ છે અને તે જણાવી રહ્યો છે કે આ ઘટના ક્યારે અને કેવી રીતે ઘટી. બીજો વીડિયો તે સીસીટીવી ફૂટેજનો છે જે ખુબ ચોંકાવનારો છે. તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વિદ્યાર્થી સામાન લેવા માટે રસ્તા પર જઈ રહ્યો હતો. ત્યારે અચાનક 3 લોકો તેનો પીછો કરવા લાગ્યા. તેની નજર પડી તો તે ભાગવાનું શરૂ કરી દે છે અને તે ત્રણ લોકો પણ તેનો પીછો કરતા કરતા તેની બાજુ ભાગે છે. 

પોસ્ટને 80 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. મજાહિરની પત્ની રુકૈયા ફાતિમાએ વીડિયો દ્વારા વિદેશમંત્રી પાસે મદદની ગુહાર લગાવી. ભારતીય એમ્બેસીએ જવાબમાં લખ્યું છે કે કોન્સ્યુલેટ મજાહિર અને ભારતમાં રહેતી તેની પત્નીના સંપર્કમાં છે. તેમને દરેક પ્રકારની મદદ આપવાનું પણ આશ્વાસન આપવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More