Home> World
Advertisement
Prev
Next

Indonesia Law on Live-In: લગ્ન પહેરા શારીરિક સંબંધ નહીં, લિવ-ઇન પર લાગશે પ્રતિબંધ! આ મુસ્લિમ દેશ લાવશે કાયદો

Indonesia New Criminal Law: બિઝનેસ સમૂહોએ તેને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેનું કહેવું છે કે નવા નિયમોને કારણે ઈન્ડોનેશિયાની છબીને અસર થઈ શકે છે, જેને હોલિડે અને ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. 
 

Indonesia Law on Live-In: લગ્ન પહેરા શારીરિક સંબંધ નહીં, લિવ-ઇન પર લાગશે પ્રતિબંધ! આ મુસ્લિમ દેશ લાવશે કાયદો

જકાર્તાઃ  World News: વિશ્વમાં સૌથી વધુ મુસલિમ વસ્તીવાળા દેશ ઈન્ડોનેશિયામાં આ સપ્તાહે નવો કાયદો પાસ થવાની આશા છે. તે હેઠળ લગ્ન બહાર સેક્સ કરનારાઓને એક વર્ષની સજા આપવામાં આવશે. આ સિવાય કાયદામાં મહિલા અને પુરૂષના લિવ-ઇનમાં રહેવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે. ડ્રાફ્ટ સાથે જોડાયેલા એક રાજનેતા બંબાગ વુરિયન્ટોએ કહ્યુ કે કોડ આ સપ્તાહની શરૂઆતમાં પાસ કરી શકાય છે. જો આ કાયદો પાસ થાય છે તો ઈન્ડોનેશિયાના નાગરિકો અને વિદેશીઓ પર અલગ-અલગ રીતે લાગૂ થશે. 

fallbacks

શું છે નિયમ
એડલ્ટ્રી માટે સજા ત્યારે પ્રભાવી થઈ શકે છે જ્યારે કોઈ અધિકારીઓની પાસે તેની ફરિયાદ નોંધાવવા જાય. જે પરણેલા છે તેને આ મામલામાં ફરિયાદ દાખલ કરાવવાનો અધિકાર પતિ કે પત્નીને હશે. કુંવારા લોકોના માતા-પિતા બાળકોના સેક્સ કરવા પર ફરિયાદ નોંધાવી શકે છે. લગ્ન પહેલા લિવ-ઇનમાં રહેવું કાયદાકીય રીતે પ્રતિબંધિત થઈ જશે, તે માટે 6 મહિનાની જેલની સજા ભોગવવી પડશે. 

ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે બિઝનેસ સમૂહોએ તેને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેનું કહેવું છે કે નવા નિયમોને કારણે ઈન્ડોનેશિયાની છબીને ધક્કો લાગી શકે છે, જેને હોલિડે અને ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. 

આ પણ વાંચોઃ Lion City: ચીનમાં પણ દ્વારકાની જેમ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અનોખી નગરી!

ઈન્ડોનેશિયાના એમ્પ્લોયર્સ એસોસિએશન (APINDO) ના ડેપ્યુટી ચેરપર્સન શિંટા વિદજાજા સુકમદાનીએ કહ્યુ- બિઝનેસ સેક્ટર માટે આ કાયદો લાગૂ થવો અસ્થિરતા પેદા કરશે અને રોકાણકારો ઈન્ડોનેશિયામાં રોકાણ કરતા પહેલાં ફરી વિચાર કરશે. 

2019માં થયા હતા પ્રદર્શન
નોંધનીય છે કે વર્ષ 2019માં કાયદાનો ડ્રાફ્ટ પાસ થવાનો હતો, પરંતુ હજારો લોકો અને વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજધાની જકાર્તામાં ઘર્ષણ અને હિંસા પણ થઈ હતી. પથ્થરમારો કરનાર લોકોને વેરવિખેર કરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ અને પાણીનો મારો ચલાવ્યો હતો. 

લોકોને મળે છે સજા
યૌન સંબંધો અને રિલેશનશિપને લઈને કડક કાયદો ઈન્ડોનેશિયામાં કોઈ નવી વાત નથી. આંચે પ્રાંતમાં કડક મુસ્લિમ કાયદો લાગૂ છે અને સટ્ટો રમવા, દારૂ પીવા અને વિપરીત લિંગને મળનારને સજા આપવામાં આવે છે. 2021માં પાડોશીઓએ સેક્સ કરવા માટે બે પુરૂષોની નિંદા કરી હતી. બંનેને જાહેરમાં 77 ચાબુક મારવામાં આવ્યા હતા. આ દિવસે એક મહિના અને એક પુરૂષ ઝડપાયા તો તેને 20-20 કોડા મારવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More