Home> World
Advertisement
Prev
Next

એક સમયે કાર ચોરી કરતી હતી 18 વર્ષની છોકરી, 6 કલાકમાં જ કમાયા સાડા સાત કરોડ રૂપિયા

એક સમયે કાર ચોરનાર એક છોકરી તેના હિંસક સ્વભાવને કારણે એટલી લોકપ્રિય થઈ ગઈ કે તે 18 વર્ષની ઉંમરમાં કરોડપતિ બની ગઈ. જ્યારે તેણે ઈરોટિક સાઈટ OnlyFans પર એન્ટ્રી લીધી ત્યારે તેણે શરૂઆતના 6 કલાકમાં લગભગ સાડા સાત કરોડની કમાણી કરી લીધી હતી.

એક સમયે કાર ચોરી કરતી હતી 18 વર્ષની છોકરી, 6 કલાકમાં જ કમાયા સાડા સાત કરોડ રૂપિયા

નવી દિલ્હીઃ એક સમયે કાર ચોરનાર એક છોકરી તેના હિંસક સ્વભાવને કારણે એટલી લોકપ્રિય થઈ ગઈ કે તે 18 વર્ષની ઉંમરમાં કરોડપતિ બની ગઈ. જ્યારે તેણે ઈરોટિક સાઈટ OnlyFans પર એન્ટ્રી લીધી ત્યારે તેણે શરૂઆતના 6 કલાકમાં લગભગ સાડા સાત કરોડની કમાણી કરી લીધી હતી.

fallbacks

એક સમયે કાર ચોરી કરતી હતી કરોડપતિ છોકરી
ડેઈલી સ્ટારના સમાચાર અનુસાર, Bhad Bhabie ના નામથી જાણીતી આ 18 વર્ષની છોકરી 12 વર્ષની ઉંમરે Dr Phil શોમાં આવ્યા બાદ સનસનાટીભરી બની ગઈ હતી. ત્યાં તેણે કબૂલ્યું કે તેણે કારની ચોરી કરી હતી અને તેની માતાના ક્રેડિટ કાર્ડમાંથી પૈસાની ચોરી કરી હતી. આ શોની એક ક્લિપ એટલી વાયરલ થઈ હતી કે તેને યુટ્યુબ પર લગભગ 50 મિલિયન લોકોએ જોઈ હતી. હવે તે OnlyFans અને રેપ મ્યુઝિકને કારણે કરોડપતિ છે. તેની પાસે એટલા પૈસા છે કે હવે તે 18 વર્ષની ઉંમરે નોકરીમાંથી નિવૃત્તિ લઈ શકે છે. માત્ર 6 વર્ષ પછી, ડેનિયલ જેને હવે વ્યવસાયિક રીતે Bhad Bhabie તરીકે ઓળખાય છે, તે એક કરોડપતિ છે જે રેપ મ્યુઝિક અને ઓન્લી ફેન્સ દ્વારા રોકડ કમાણી કરે છે.

Budget માં યાત્રીઓ માટે આવશે ગુડ ન્યૂઝ, સરકાર કરી શકે છે આ મોટી જાહેરાત

સૌથી નાની વયે રેપર બની હતી આ છોકરી
Dr Phil શોમાં દેખાવાના એક વર્ષ પછી, તે સૌથી નાની છોકરી રેપર બની અને પછીથી એટલાન્ટિક રેકોર્ડ્સ સાથે રેકોર્ડ ડીલ પર હસ્તાક્ષર કર્યા. તેનું રેપ નામ Bhad Bhabie છે અને  Spotify પર તેના 30 લાખથી વધુ માસિક શ્રોતાઓ છે. તેણે ટોરી લેનેઝ, લિલ બેબી અને કોડક બ્લેક જેવા કલાકારો સાથે કામ કર્યું છે.

ઇન્સ્ટાગ્રામ પર ત્રણ પોસ્ટ, 16 મિલિયનથી વધુ ફોલોઅર્સ
ડેનિયલનું પહેલું આલ્બમ જ્યારે તે માત્ર 15 વર્ષની હતી ત્યારે રિલીઝ થયું હતું અને તેનું નવું સોલો રિમિક્સ આલ્બમ ગયા વર્ષે નવેમ્બરમાં બહાર આવ્યું હતું. માત્ર ત્રણ સાર્વજનિક પોસ્ટ હોવા છતાં તેના હવે Instagram પર 16 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

બજેટ પહેલાં શેર બજારમાં તેજી, 10 વર્ષોમાં પહેલીવાર થયો આ ચમત્કાર

6 કલાકમાં સાડા સાત કરોડ રૂપિયાની કરી કમાણી
રેપર ડેનિયલ ગયા વર્ષે OnlyFans સાથે જોડાઇ હતી અને તેણે સાઇન અપ કર્યાના માત્ર 6 કલાકમાં જ સાડા સાત કરોડથી વધુની કમાણી કરીને જૂનો રેકોર્ડ તોડવાનો દાવો કર્યો હતો. તેણી તેના પેજ પર માસિક ઍક્સેસ માટે રૂ. 1800 ચાર્જ કરે છે. માત્ર 6 કલાકમાં રૂ. 7.5 કરોડની કમાણી કરીને, તેણે ભૂતપૂર્વ ડિઝની સ્ટાર બેલા થોર્નના અગાઉના રેકોર્ડને તોડી નાખ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More