નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં 22 ઓક્ટોબરને 'ઈન્ટરનેશનલ સ્ટટરિંગ એન્ડ સ્ટેમરિંગ' (International Stuttering and Stammering Day) તરીકે ઉજવામાં આવે છે. સ્ટેમરિંગ (Stammering)નો અર્થ થાય છે તોતડું બોલવું. આ એક પ્રકારની સ્પીચ ડિસઓર્ડર છે, જેમાં લોકોને ખબર હોય છે કે તેમને બોલવાનું શું છે, પરંતુ તેઓ આખો શબ્દ કે વાક્ય સળંગ બોલી શક્તા નથી. આ કારણે જ તોતડું બોલતા લોકો ફોન ઉપાડવાથી પણ ડરતા હોય છે.
'ધ ઈન્ડિયન સ્ટેમરિંગ એસોસિએશન' અનુસાર ભારતમાં લગભગ 1 કરોડ કરતાં વધુ લોકોને બોલવામાં તકલીફ થાય છે કે તેઓ તોતડું બોલે છે. એ જ રીતે સમગ્ર દુનિયામાં 36 કરોડ લોકોને તોતડું બોલવાની સમસ્યા છે. એક અનુમાન અનુસાર વર્ષ 2040 સુધી દુનિયામાં તોતડું બોલતા લોકોની સંખ્યા વધીને 45 કરોડ થઈ જશે.
આ બિમારીનું મુખ્ય કારણ લોકો તેનો યોગ્ય રીતે ઈલાજ નથી કરાવતા કે પછી તેને દૂર કરવા માટે જાત-જાતના ટૂચકા અપનાવે છે. કોઈ માનસિક તકલીફ સમજીને બદામ ખવડાવે છે તો કોઈ બાળકોની જીભ કાપીને તેનો ઈલાજ કરવાનો પ્રયાસ કરે છે તો કોઈ કાગડાનું જૂઠું પાણી પીવડાવે છે તો કેટલાક લોકો દોરા-તાવીજ કરાવતા હોય છે.
સ્પીચ થેરાપિસ્ટ, ડો. સજીવ અદલખાએ જણાવ્યું કે, એક માન્યતા એવી છે કે જે લોકો તોતડું બોલે છે તેઓ માનસિક રીતે નબલા હોય છે, પરંતુ સત્યતા તદ્દન અલગ છે. જે લોકો તોતડું બોલે છે તેમનું મગજ બીજા કરતાં વધુ તેજ ચાલતું હોય છે. તેઓ તોતડું એટલા માટે બોલતા હોય છે કે તેમનું સ્પીચ ઓર્ગન તેમના મગજ સાથે તાદાત્મ્ય સાધી શકતું નથી.
થાઈ રાજાએ એક મિસ્ટ્રેસને આપ્યો હતો રાણીનો દરજ્જો, હવે 3 જ મહિનામાં છીનવી લીધો, જાણો કારણ
તોતડું બોલવાના કારણઃ
સ્પીચ થેરપિસ્ટ સીમ અદલખાએ આ અંગે જણાવ્યું કે, "લોકો સ્પીચ થેરપીથી એટલા માટે ડરતા હોય છે કે તેમને એવું લાગતું હોય છે કે તેઓ કોઈ બિમારીનો ઈલાજ કરાવા આવ્યા છે. હકીકતમાં આ કોઈ સર્જરી નથી, પરંતુ એક પ્રકારની કસરત છે, જેની પ્રેક્ટિસ કરાવાય છે. નાના બાળકોને પણ થેરપી આપી શકાતી નથી, તેના માટે બાળકોના માતા-પિતાને ટ્રેનિંગ આપવામાં આવે છે, જેથી તેઓ બાળકોને કસરત કરાવે કે તેમણે કેવી રીતે બોલવાનું છે."
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે