Israel-Iran War: હાલમાં ઇઝરાયલ અને ઈરાન એકબીજા પર બોમ્બ વરસાવી કરી રહ્યા છે, તે એક સમયે એકબીજાના મિત્ર હતા. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેની દુશ્મનાવટ વચ્ચે આજે અમે તમને આ બન્ને દેશો વચ્ચેની જૂની મિત્રતા વિશે જણાવી રહ્યા છીએ.
શું ઈરાનમાં આવશે જૂનો સમય? તખ્તાપલટ
રઝા પહલવીએ ખામેનેઈને તખ્તાપલટ કરવાની પ્રતિજ્ઞા લીધી છે અને એવું માનવામાં આવે છે કે, જો આવું થશે, તો એ સમય પાછો આવશે જ્યારે રઝા પહલવીના પિતા મોહમ્મદ શાહ રઝા પહલવી ઈરાન પર શાસન કરતા હતા. મોહમ્મદ શાહ પહલવી 1941માં 'શાહ' એટલે કે ઈરાનના રાજા બન્યા. મોહમ્મદ શાહ ઈરાનને આધુનિક બનાવવા માંગતા હતા. તેમણે સત્તામાં આવતાની સાથે જ તેમણે મહિલાઓને શિક્ષણનો અધિકાર આપ્યો. મતદાનનો અધિકાર આપ્યો. ત્યારે ઈરાનમાં વેસ્ટર્ન કલ્ચરની એક લહેર આવી હતી. આ દરમિયાન 1948માં ઇઝરાયલે આઝાદીની જાહેર કરી. એક તરફ જ્યારે મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો સંપૂર્ણપણે ઇઝરાયલની વિરુદ્ધ હતા, ત્યારે બીજી તરફ મોહમ્મદ શાહે પ્રો-વેસ્ટર્ન ઇઝરાયલને માન્યતા આપી અને આ પછી બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા.
પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ,દર મહિને માત્ર 3000 રૂપિયાનું કરો રોકાણ;આટલું મળશે રિટર્ન
ઈરાન-ઈઝરાયલ વચ્ચે હતા મજબૂત સંબંધો
1950ના દાયકામાં ઈઝરાયલ સતત પોતાની લશ્કરી શક્તિ વધારી રહ્યું હતું. 1967માં ઈરાને SIX DAY WARમાં સીરિયાને માત આપી હતી. આ દરમિયાન મોહમ્મદ શાહ પણ પોતાની લશ્કરી શક્તિ વધારવા માંગતા હતા, તેથી તેમણે ઈઝરાયલની મદદ લીધી. મોહમ્મદ શાહના શાસનકાળ દરમિયાન ઈરાન અને ઈઝરાયલે સંયુક્ત લશ્કરી પ્રોજેક્ટ 'પ્રોજેક્ટ ફ્લાવર' શરૂ કર્યો હતો. બન્ને દેશો સાથે મળીને મિસાઈલ બનાવી રહ્યા હતા. બન્ને દેશો વચ્ચેના સંબંધો એવા બની ગયા હતા કે, ઈરાન ઈઝરાયલને તેલ સપ્લાય કરી રહ્યું હતું અને ઈઝરાયલ ઈરાનને હથિયાર આપી રહ્યું હતું.
બન્ને દેશો વચ્ચેના સંબંધો એટલા મજબૂત બની ગયા હતા કે, ઈરાન યહૂદીઓનું બીજું ઘર બની ગયું હતું. ત્યારે તેહરાનમાં 1 હજારથી વધુ યહૂદીઓ રહેતા હતા. તેહરાન અને તેલ અવીવ વચ્ચે સીધી ફ્લાઇટ્સ ચાલતી હતી. ઈઝરાયલી અધિકારીઓને ઈરાનમાં રોયલ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી. એક તરફ આ મિત્રતા મિડિલ ઈસ્ટના મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોને પરેશાન કરી રહી હતી, તો બીજી તરફ ઈરાનની અંદર પણ અસંતોષનું વાતાવરણ ફેલાઈ રહ્યું હતું.
જે કંઈ પણ હતું બધુ આપી દીધું... ઐશ્વર્યા સાથે છૂટાછેડાની અફવાઓ વચ્ચે અભિષેકની પોસ્ટ
1979માં મોહમ્મદ શાહે છોડ્યું ઈરાન
1979 આવતા-આવતા તેહરાન સિવાય ઈરાનના બાકી રાજ્યોમાં ગરીબી ચરમસીમાએ હતી. લોકો બેરોજગાર હતા. સાથે જ કટ્ટરપંથી વિચારધારા ધરાવતા લોકોએ એન્ટી વેસ્ટ સેન્ટિમેન્ટને ભડકાવવાનું શરૂ કરી દીધું હતું. પરિણામ એ આવ્યું કે, મોહમ્મદ શાહે 16 જાન્યુઆરી 1979ના રોજ ઈરાન છોડવું પડ્યું.
આ પછી 1 એપ્રિલ 1979ના રોજ ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનની સ્થાપના કરવામાં આવી. અહીંથી ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચેની દુશ્મનાવટ શરૂ થઈ. ઈરાનમાં અમેરિકાને શેતાન અને ઈઝરાયલને નાનો શેતાન માનવામાં આવતું હતું. 1980ના દાયકા સુધી કંઈ ખાસ વધારે ખરાબ થયું ન હતું. ઈરાન-ઈરાક યુદ્ધ દરમિયાન ઈરાન ઈઝરાયલ પાસેથી હથિયાર ખરીદતું હતું, પરંતુ આ યુદ્ધના અંત પછી બન્ને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ રીતે બગડ્યા.
શું 1941નો ઈતિહાસનું પુનરાવર્તન કરી રહ્યું છે 2025... સંયોગ કે પછી વિનાશનો સંકેત?
બન્ને દેશો વચ્ચે થઈ ગઈ દુશ્મનાવટ
દોસ્તી દુશ્મનીમાં એવી રીતે બદલાઈ ગઈ કે એક તરફ ઈરાન ઈઝરાયલ સામે પ્રોક્સી વોરમાં ઉતર્યું, તો બીજી તરફ ઈરાને અન્ય દેશોમાં ઈરાની ઠેકાણાઓ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. 1979 સુધી કટ્ટર મિત્રો હતા, તે આજે કરો યા મરોનું યુદ્ધ લડી રહ્યા છે. એક દિવસ પહેલા જ ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે, ટૂંક સમયમાં ઇઝરાયલ અને ઈરાન એવા જ ગાઢ મિત્રો બની જશે, જેવા એક સમયમાં હતા.
હવે ટાલિયાપણાથી મળશે છૂટકારો! વૈજ્ઞાનિકોએ વાળને ફરીથી ઉગાડવાની કરી સરળ શોધ
હવે મોહમ્મદ શાહના પુત્ર રઝા પહલવીએ પણ તખ્તાપલટ કરવાની જાહેરાત કરી છે, તેથી એવું માનવામાં આવે છે કે, ઈરાન ફરી એકવાર ઇઝરાયલ અને અમેરિકા તરફ મિત્રતાનો હાથ લંબાવશે અને 45 વર્ષ જૂનો તે યુગ પાછો આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે