Iran Attack on US Military Bases: ઈરાન-ઈઝરાયલ યુદ્ધ હવે પશ્ચિમ એશિયામાં ફેલાઈ રહ્યું હોય તેવું લાગે છે. અમેરિકાના તેના 3 પરમાણુ ઠેકાણાઓ પર હુમલા બાદ ગુસ્સે ભરાયેલા ઈરાને આખરે આજે લગભગ 36 કલાક પછી મોટો વળતો હુમલો કર્યો છે. ઈરાને કતાર, ઈરાક, બહેરીન અને કુવૈતમાં અમેરિકાના લશ્કરી ઠેકાણાઓ પર અનેક બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. આ હુમલાઓમાં અમેરિકાને કેટલું નુકસાન થયું છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે હવે અમેરિકા પણ આનો જવાબ આપશે. જેના કારણે આ લશ્કરી સંઘર્ષ સંપૂર્ણ યુદ્ધમાં ફેરવાઈ જવાનો ભય વધી ગયો છે.
UAEમાં એરસ્પેસ બંધ, બહેરીન બ્લેકઆઉટ
ઈરાનના હુમલા બાદ UAEએ એલર્ટ જાહેર કર્યું છે. અહીં પર પણ અમેરિકાનું મોટો લશ્કરી ઠેકાણાઓ આવેલા છે. તેના પર ઈરાની હુમલાના ડરથી UAE સરકારે તેનું એરસ્પેસ બંધ કરી દીધું છે. ઈરાની હુમલા બાદ બહેરીને સમગ્ર દેશમાં બ્લેકઆઉટ લાદી દીધું છે. સફળ હુમલા બાદ ઈરાને એક મોટું નિવેદન બહાર પાડ્યું છે. ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે, તેણે જેટલી મિસાઈલો છોડી છે તેટલી જ મજબૂત બદલો લેવામાં આવશે.
લગ્ન પહેલા જ બે બાળકોનો પિતા બની ગયો હતો આ ખેલાડી, રસપ્રદ છે આ પ્લેયરની લવ સ્ટોરી!
અમેરિકાની તેના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી
અમેરિકાએ ખાડી દેશોમાં તેના લશ્કરી ઠેકાણાઓ પર હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે, તે આનો યોગ્ય જવાબ આપશે. મિસાઇલ હુમલા પછી અમેરિકાએ ખાડી દેશોમાં હાજર તેના તમામ નાગરિકોને આગામી સૂચના સુધી સલામત સ્થળોએ રહેવાની સલાહ આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકા પહેલાથી જ આ હુમલાથી ડરી ગયું હતું. તેથી, તેણે આ હુમલાનો સામનો કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલમાં આ હુમલામાં થયેલા નુકસાનની વિગતો જાહેર કરવામાં આવી નથી.
શું સાચી પડવા જઈ રહી છે વિશ્વ યુદ્ધની ભવિષ્યવાણીઓ, આખી દુનિયાની ઊંઘ કરી દીધી હરામ...
ફરી હુમલો કરી શકે છે અમેરિકા
એવું માનવામાં આવી રહ્યું છે કે, અમેરિકા ફરી ઈરાન પર હુમલો કરશે. આ વખતે તેનો હુમલો પહેલા કરતા મોટો અને વધુ વિનાશક હોઈ શકે છે. જેમાં તેના લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવી શકાય છે. બીજી તરફ ઈઝરાયલ સતત ઈરાન પર હવાઈ હુમલા કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ઈરાનને હવે બે મોરચે એકલા લડવું પડી શકે છે. આ દરમિયાન જો નાટો પણ યુદ્ધમાં જોડાય છે, તો ઈરાન માટે યુદ્ધમાં ટકી રહેવું મુશ્કેલ બનશે અને ઈસ્લામિક શાસનનો પણ નાશ થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે