Home> World
Advertisement
Prev
Next

ઈઝરાયેલમાં સાયરનોના અવાજ, બંકરોમાં છૂપાતા લોકો, આકાશમાંથી વરસતી મિસાઈલો.. ઈરાનનો પલટવાર

ઈઝરાયેલી સેનાએ 13 જૂનના રોજ સવારે ઈરાન પર પહેલો હુમલો કર્યો હતો. જેને Operation Rising Lion નામ આપવામાં આવ્યું. જેના જવાબમાં ઈરાને ટ્રુ પ્રોમિસ 3 ઓપરેશન શરૂ કર્યું અને ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા કર્યા. 

ઈઝરાયેલમાં સાયરનોના અવાજ, બંકરોમાં છૂપાતા લોકો, આકાશમાંથી વરસતી મિસાઈલો.. ઈરાનનો પલટવાર

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના તણાવે પશ્ચિમ એશિયામાં તણાવમાં ભયંકર વધારો કર્યો છે. ઈઝરાયેલે સતત બીજા દિવસે ઈરાન પર એરસ્ટ્રાઈક ચાલુ રાખી. નેતન્યાહૂની સેના ઈરાનના પરમાણુ ઠેકાણાઓને સતત નિશાન  બનાવી રહી છે. શુક્રવારે મોડી રાતે ઈઝરાયેલે તાબડતોડ મિસાઈલો છોડી. ઈરાને પણ જવાબી કાર્યવાહીમાં ઈઝરાયેલ પર અનેક મિસાઈલો છોડી. 

fallbacks

ઈઝરાયેલી સેનાએ 13 જૂનના રોજ સવારે ઈરાન પર પહેલો હુમલો કર્યો હતો. જેને Operation Rising Lion નામ આપવામાં આવ્યું. આ ઓપરેશન હેઠળ ઈરાન પર 200થી વધુ ફાઈટર જેટ્સથી ઈરાનના 100થી વધુ ઠેકાણાઓ પર હુમલા કર્યા. જેમાં મોટાભાગના ઈરાનના પરમાણુ અને સૈન્ય ઠેકાણા હતા. હુમલામાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના પ્રમુખ હુસૈન સલામી, ઈરાની સેનાના ચીફ ઓફ સ્ટાફ મોહમમદ બાઘેરી, ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના નજીકના અલી શામખાની અને આઈઆરજીસીની એરફોર્સના કમાન્ડર આમિર અલી હાજીજાદેહ જેવા મોટા અધિકારીઓ પણ માર્યા ગયા. આવામાં હવે ઈરાન પણ જવાબી કાર્યવાહી પર ઉતરી આવ્યું છે. 

ઈરાનના આ હુમલાઓ વચ્ચે ઈઝરાયેલની સેનાએ જણાવ્યું કે ઈરાને ફરીથી મિસાઈલ હુમલા શરૂ કર્યા છે. ઈરાનની મિસાઈલોના કારણે સતત સાયરનો વાગી રહી છે અને લોકો ઈઝરાયેલમાં બંકર્સમાં શરણ લઈ રહ્યા છે. લોકોને બોમ્બ શેલ્ટર્સમાં જવાની અપીલ કરાઈ છે. 

ઈરાની મીડિયાના રિપોર્ટ્સ મુજબ ઈઝરાયેલે પણ ઈરાનના ઈસ્ફહાન શહેર પર મિસાઈલથી હુમલો કર્યો છે. ઈઝરાયેલનો દાવો છે કે આ હુમલો ઈરાનના પરમાણુ હથિયારો વિક્સિત કરવાની ક્ષમતાને રોકવા માટે કરાયો. કારણ કે ઈરાન પાસે હવે પરમાણુ બોમ્બ બનાવવા માટે પુરતુ યુરેનિયમ જમા થઈ રહ્યું છે. ઈઝરાયેલી આઈડીએફએ 200થી 300 ફાઈટર જેટ્સનો ઉપયોગ કર્યો. જેનાથી ઈરાનના ચાર પરમાણુ અને બે સૈન્ય ઠેકાણા પર હુમલો કરાયો. ઈઝરાયેલી હુમલામાં અત્યાર સુધીમાં 78 લોકોના મોત થયા છે જ્યારે 350થી વધુ લોકો ઘાયલ થયા. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે આ ઓપરેશન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઈઝરાયેલની સુરક્ષા સુનિશ્ચિત નહીં થાય. 

ઈરાનની જવાબી કાર્યવાહી ટ્રુ પ્રોમિસ 3
ઈઝરાયેલના હુમલાઓના જવાબમાં ઈરાને શુક્રવારે રાતે ટ્રુ પ્રોમિસ 3 સૈન્ય ઓપરેશન શરૂ કર્યું. જે હેઠળ ઈરાને 150થી વધુ બેલિસ્ટિક મિસાઈલો ઈઝરાયેલ પર છોડી. જેમાંથી 6 મિસાઈલ રાજધાની તેલ અવીવીમાં પડી જેમાં એક મહિલાનું મોત થું. જ્યારે 63 લોકો ઘાયલ થયા. ઈરાની મીડિયા રિપોર્ટ્સમાં ઈઝરાયેલી રક્ષા મંત્રાલયને પણ નિશાન બનાવવાનો દાવો કરાયો. 

ઈરાને હાલ પોતાનો એરસ્પેસ બંધ કર્યો છે અને દેશભરમાં ઈમરજન્સી લાગૂ કરી છે. ઈઝરાયેલી રક્ષા બળનો દાવો છે કે તેમના એર ડિફેન્સ સિસ્ટમે ઈરાનની મોટાભાગની મિસાઈલો અને ડ્રોન નષ્ટ કર્યા. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર સુરત્રા પરિષદની  તત્કાળ બેઠક બોલાવવાની માંગણી કરી છે અને ઈઝરાયેલી હુમલાઓને આક્રમક સૈન્ય કાર્યવાહી ગણાવી. 

અત્રે જણાવવાનું કે આ અગાઉ ઈરાને એપ્રિલ 2024માં ઓપરેશન ટ્રુ પ્રોમિસ 1 હેઠળ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ હુમલો એક એપ્રિલ 2024ના રોજ સીરિયામાં ઈરાની કોન્સ્યુલેટ પર થયેલા હુમલાના જવાબમાં કરાયો હતો. ઈરાની રેવોલ્યુશનરી ગાડ્સે આ ઓપરેશન હેઠળ ઈઝરાયેલ પર સેંકડો ડ્રોન અને મિસાઈલો છોડ્યા હતા. ત્યારબાદ ઓક્ટોબર 2024માં ટ્રુ પ્રોમિસ 2 હેઠળ ઈઝરાયેલ પર હુમલો કરાયો હતો. આ ઓપરેશન હિજબુલ્લાહ નેતા હસન નસરલ્લાહની હત્યા અને ઈરાનના મિલેટ્રી ઠેકાણાઓ પર હુમલાના જવાબમાં શરૂ કરાયું હતું. 

અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે ઈઝરાયેલ અને ઈરાને હવે આરપારનું મન બનાવી લીધુ છે. બંને દેશો વચ્ચે રાતભર હુમલા થતા રહ્યા. ઈઝરાયેલે તેહરાન અને અન્ય શહેરો પર વારંવાર હવાઈ હુમલા કર્યા. જ્યારે ઈરાને મિસાઈલ અને ડ્રોનથી પલટવાર  કર્યો. ઈઝરાયેલમાં લાખો લોકો બંકરોમાં છે કારણ કે મિસાઈલ હુમલાના કારણે સમગ્ર દેશમાં સતત સાઈરનો વાગી રહી છે. ઈરાને પણ પોતાના નાગરિકોને સુરક્ષિત સ્થળો પર જવાના નિર્દેશ આપ્યા છે. ઈઝરાયેલી હુમલામાં ઈરાનમાં અત્યાર સુધી 78 લોકોના મોત અને 329 લોકોના ઘાયલ થવાના સમાચાર છે. 

અત્રે જણાવવાનું કે બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ છે અને હુમલાઓ હજુ પણ ચાલુ છે. ઈઝરાયેલે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી ઈરાનનો પરમાણુ ખતરો ખતમ નહીં થાય ત્યાં સુધી ઓપરેશન લાયન ચાલુ રહેશે. ઈરાને જવાબી હુમલાની ચેતવણી આપી છે અને પોતાની બેલિસ્ટિક મિસાઈલ ક્ષમતાને વધારવાની યોજના ઘડી છે. ઈઝરાયેલમાં રેડ એલર્ટ જાહેર છે અને નાગરિકોને બંકરોમાં રહેવાના નિર્દેશ આપ્યા છે. 

ઈરાનની અમેરિકાને ચેતવણી
બીજી બાજુ ઈરાને ચેતવણી આપી છે કે જો કોઈ પણ દેશ ઈઝરાયેલની રક્ષામાં સામે આવ્યો તો તેમના ક્ષેત્રીય સૈન્ય ઠેકાણાઓને પણ નિશાન બનાવવામાં આવશે. આ નિવેદન અમેરિકા દ્વારા ઈઝરાયેલી મિસાઈલોને ઈન્ટરસેપ્ટ કરવામાં મદદના રિપોર્ટ્સ બાદ આવ્યો. તેનો અર્થ એ થયો કે તેણે અમેરિકાને ચેતવણી આપી છે. ઈરાની અધિકારીએ સ્પષ્ટ કર્યું કે જો કોઈ પણ દેશ ઈરાન વિરુદ્ધ ઈઝરાયેલનો સાથ આપશે તો તેણે પણ જવાબી કાર્યવાહી કરવી પડશે. 

ઈઝરાયેલની કાર્યવાહી આત્મરક્ષામાં
બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠકમાં અમેરિકાએ સ્પષ્ટ કર્યું કે ઈઝરાયેલની કાર્યવાહી આત્મરક્ષામાં હતી અને અમેરિકા હુમલાઓમાં સામેલ નહતું. અમેરિકી પ્રતિનિધિ મૈકોય પિટે કહ્યું કે અમેરિકાની પ્રાથમિકતા પોતાના નાગરિકો અને સૈન્ય મથકોની સુરક્ષા છે. તેમણે ચેતવણી આપી કે જો ઈરાન કે તેનો કોઈ સમર્થક અમેરિકા પર હુમલો કરશે તો તેના ગંભીર પરિણામો ભોગવવાનો વારો આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More