Dubai Package: જો તમે વિદેશ ફરવા જવા ઈચ્છો છો અને બજેટમાં વિદેશની ટૂર સેટ થતી નથી તો ભારતીય રેલવે તમારા માટે જોરદાર ઓફર લઈને આવ્યું છે. ભારતીય રેલવે દ્વારા દુબઈ માટે ખાસ પેકેજ લોન્ચ કરવામાં આવ્યું છે. ભારતીય રેલવે તરફથી દુબઈ ટુર પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજમાં તમે ઓછા ખર્ચે દુબઈ ફરીને પરત આવી શકો છો. આઈઆરસીટીસીના આ પેકેજમાં તમને ફ્લાઈટમાં આવવા જવા સાથે ભોજન અને રહેવાની સુવિધા પણ મળશે.
11 થી 15 માર્ચ સુધી ફરો દુબઈ
આ પણ વાંચો:
રાજસ્થાનમાં ખાલી રતનપુર અને આબુ જ નથી, આ સ્થળોની મુલાકાત લેશો તો ખુશ થઈ જશે દિલ!
Passport માટે હવે નહીં ખાવા પડે ધક્કા, જાણો ઘરેબેઠાં આસાનીથી પાસપોર્ટ મેળવવાની રીત
રેલવે તરફથી જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે પાંચ દિવસ અને ચાર રાતનું છે જેમાં તમે 11 થી 15 માર્ચ સુધી દુબઈમાં ફરવાની મજા લઇ શકો છો. આ પેકેજના ખર્ચની વાત કરીએ તો પ્રતિ વ્યક્તિ 85,100 નો ખર્ચ થાય છે. જો તમારી સાથે કોઈ બાળક છે તો 84,400 નો ખર્ચ થશે. પરંતુ જો બાળક નાનું હોય અને તેના માટે એક્સ્ટ્રા બેડ ની જરૂર ન પડે તો 73,300 ખર્ચ થશે. આ પેકેજ અંગેની વધુ જાણકારી આઈઆરસીટીસી ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કરવામાં આવી છે.
દુબઈ પેકેજમાં પ્રવાસીઓને મળશે આ બધું
દુબઈથી રિટર્ન આવવાની ટિકિટ
નોર્મ દુબઈ વિઝા ફી
ડિલક્સ હોટલમાં રોકાવાની સુવિધા
ચાર બ્રેકફાસ્ટ અને ચાર ડિનર
ટ્રાન્સફર અને સાઈટ સીન
ટ્રાવેલ ઇન્સ્યોરન્સ
દુબઈમાં એક લોકલ ઇંગ્લિશ સ્પીકિંગ ટુર રીપ્રેઝન્ટેટિવ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે