Home> World
Advertisement
Prev
Next

ISISની બદલો લેવાની ધમકી, અમેરિકા બગદાદીને મારવાનો અંજામ ભોગવશે

દુનિયાના સૌથી ખતરનાક આતંકી સંગઠન ISISએ ખલીફા બગદાદીના ખાત્માને એક અઠવાડિયું વીતી ગયા બાદ હવે પોતાના નવા ખલીફાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ ISISએ અમેરિકાને બદલો લેવાની ધમકી આપી દીધી છે. અગાઉ એવું લાગતું હતું કે બગદાદીના ખાત્મા સાથે જ ISISનો પણ અંત થઈ ગયો. સમગ્ર દુનિયામાં એવી ચર્ચાઓ વધી ગઈ હતી પરંતુ હવે દુનિયાનું આ સૌથી ક્રુર અને મોટું આતંકી સંગઠન એકવાર ફરીથી સામે આવ્યું અને તેણે અબુ બકર અલ બગદાદીના માર્યા ગયા હોવાની પુષ્ટિ પણ કરી. મેસેજિંગ સર્વિસ ટેલિગ્રામ દ્વારા જાહેરાત કરી કે અબુ ઈબ્રાહિમ અલ હાશમી હવે ISISના નવા ખલીફા હશે. 

ISISની બદલો લેવાની ધમકી, અમેરિકા બગદાદીને મારવાનો અંજામ ભોગવશે

નવી દિલ્હી: દુનિયાના સૌથી ખતરનાક આતંકી સંગઠન ISISએ ખલીફા બગદાદીના ખાત્માને એક અઠવાડિયું વીતી ગયા બાદ હવે પોતાના નવા ખલીફાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ ISISએ અમેરિકાને બદલો લેવાની ધમકી આપી દીધી છે. અગાઉ એવું લાગતું હતું કે બગદાદીના ખાત્મા સાથે જ ISISનો પણ અંત થઈ ગયો. સમગ્ર દુનિયામાં એવી ચર્ચાઓ વધી ગઈ હતી પરંતુ હવે દુનિયાનું આ સૌથી ક્રુર અને મોટું આતંકી સંગઠન એકવાર ફરીથી સામે આવ્યું અને તેણે અબુ બકર અલ બગદાદીના માર્યા ગયા હોવાની પુષ્ટિ પણ કરી. મેસેજિંગ સર્વિસ ટેલિગ્રામ દ્વારા જાહેરાત કરી કે અબુ ઈબ્રાહિમ અલ હાશમી હવે ISISના નવા ખલીફા હશે. 

fallbacks

ISISએ દાવો કર્યો છે કે અબુ ઈબ્રાહિમ અલ હાશમી અબુ બકર અલ બગદાદીથી પણ મોટો ખલીફા સાબિત થશે. જેના નામથી દુનિયામાં દહેશત પેદા થશે અને અમેરિકા બગદાદીને મારવાનો અંજામ ભોગવશે. અત્રે જણાવવાનું કે અબુ ઈબ્રાહિમ અલ હાશમીનું નામ અમેરિકી સુરક્ષાદળો માટે બિલકુલ નવું છે. ઈસ્લામિક સ્ટેટે પોતાના નવા ચીફ અંગે વધુ જાણકારી આપી નથી. તેની  કોઈ તસવીર પણ સાર્વજનિક કરી નથી. પરંતુ કહેવાય છે કે ISISએ આ દ્વારા અમેરિકાને બદલો લેવાનો સંદેશ આપી દીધો છે. અમેરિકા પર મોટા હુમલાની ચેતવણી આપી છે. 

જુઓ LIVE TV

નોંધનીય છે કે દુનિયાના સૌથી ખુંખાર આતંકવાદી આઈએસ ચીફ અબુ બકર અલ બગદાદીનો અંજામ ખુબ જ ડરામણો હતો. તેણે સમગ્ર દુનિયામાં ડરનું સામ્રાજ્ય ફેલાવેલું હતું. અમેરિકી ડેલ્ટા કમાન્ડોઝે છૂપાયેલા બગદાદીને શોધીને અંજામ સુધી પહોંચાડ્યો પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બગદાદીના અંતના સૌથી મોટા હીરોનો ખુલાસો કરતા દુનિયા સ્તબ્ધ થઈ હતી. અમેરિકાનો આ હીરો કોઈ સૈન્ય અધિકારી નહીં પરંતુ અમેરિકી ડેલ્ટા ફોર્સનો એક ટ્રેઈન્ડ ડોગ હતો જેણે બગદાદીને મોતના મુખમાં પહોંચાડી દીધો હતો.  

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More