Home> World
Advertisement
Prev
Next

જેલમાંથી મુક્ત થઇ આસિયા, કટ્ટરપંથીઓ ઘરે ઘરે જઇને શોધી રહ્યા છે

પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે આસિયા બીબીને મુક્ત કરી છે, ત્યાર બાદ પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓનાં હોબાળા બાદ તેમની સુરક્ષાને ધ્યાને રાખી હોસ્પિટલમાં રખાયા હતા

જેલમાંથી મુક્ત થઇ આસિયા, કટ્ટરપંથીઓ ઘરે ઘરે જઇને શોધી રહ્યા છે

ઇસ્લામાબાદ : ઇશનિંદાના આરોપમાં કોર્ટની તરફથી મુક્ત કરાયેલી ક્રિશ્ચિયન મહિલા આસિયા બીબી અને તેમનાં પરિવારજનો હજી પણ ખોફ હેઠળ છે. એક રિપોર્ટ અનુસાર આસિયા બીબીના પરિવારજનોનું કહેવું છે કે ઇસ્લામીક કટ્ટરવાદી તેમની હત્યા કરવા માટે પીછો કરી રહ્યા છે. કથિત રીતે પેગમ્બર મોહમ્મદનું અપમાન કરવાનાં આરોપમાં આસિયા બીબીને 8 વર્ષ માટે જેલની સજા થઇ હતી. 

fallbacks

ત્રણ અઠવાડીયા પહેલા પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટે આસિયા બીબીવે મુક્ત કર્યા હતા પરંતુ ત્યાર બાદ પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓના હોબાળા બાદ તેને તત્કાલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. મુસ્લિમ કટ્ટરપંથી આસિયા બીબીને ફાંસીની માંગ કરી રહ્યા છે. આસિયા જ નહી તેમના પરિવારજનો પણ ડરેલા છે કે છુપાઇને તેઓ ફરી રહ્યા છે. 

ઇસ્લામિક કટ્ટરપંથી આસિયા બીબી અને તેમના પરિવારજનોની તસ્વીરો લઇને ઘરે ઘરે ફરી રહ્યા છે. એટલે સુધી કે આસિયા બીબીને કાયદેસરની સહાય આપનાર ટીમ પણ ખતરામાં છે. સ્પેન, ફ્રાંસ અને કેનેડા સહિત અનેક દેશોએ આસિયા બીબી અને તેમની મદદ કરનારા લોકોને શરણ આપવાની વાત કહી છે. 

2010થી જ આસિયા બીબીની મદદ કરનારા બ્રિટનનાં જોન પોન્ટિફેક્સનું કહેવું છે કે આસિયા અને તેમનો પરિવાર ગંભીર ખતરાનો સામનો કરી રહ્યું છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, તેમણે અમને જણાવ્યું છે કે કટ્ટરપંથીઓ તેમના પાડોશમાં ઘરે ઘરે જઇને તસ્વીરો દેખાડીને લોકોએ તેમના અંગે પુછી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More