Home> World
Advertisement
Prev
Next

2.51 મિનિટનો ભયાનક વિડિયો : હમાસના આતંકવાદીઓએ મ્યુઝિક ફેસ્ટિવલે બનાવી દીધું કબ્રસ્તાન, બસ લાશો જ લાશો

 7 ઓક્ટોબરના રોજ, હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલમાં આયોજિત સંગીત સમારોહ પર હુમલો કર્યો અને જ્યાં જુઓ ત્યાં મૃતદેહોને વિખેરી દીધા હતા. જે પણ નજરમાં આવ્યું એ દરેકને ગોળી મારી દેવામાં આવી હતી અથવા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.
 

2.51 મિનિટનો ભયાનક વિડિયો : હમાસના આતંકવાદીઓએ મ્યુઝિક ફેસ્ટિવલે બનાવી દીધું કબ્રસ્તાન, બસ લાશો જ લાશો

ગાઝાઃ ઇઝરાયેલ-હમાસ યુદ્ધને એક મહિનો વીતી ગયો છે. આ લડાઈમાં 10 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ લડાઈ 7 ઓક્ટોબરે પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલ પર અત્યાર સુધીના સૌથી ખરાબ હુમલા બાદ શરૂ થઈ હતી.

fallbacks

7 ઓક્ટોબરે હુમલા દરમિયાન હમાસના આતંકવાદીઓએ ગાઝા સરહદ નજીક આયોજિત સંગીત સમારોહમાં મૃતદેહોનો ઢગલો કરી દીધો હતો. એક ખુલ્લી જગ્યામાં સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ગાઝાની સરહદ નજીક હતું. જ્યારે હમાસના આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે ઉત્સવમાં હાજર રહેલા સેંકડો લોકો પાસે છુપાઈ જવાની જગ્યા નહોતી. જેઓ ભાગી છૂટવામાં નસીબદાર હતા તેઓને હમાસના આતંકવાદીઓએ ઠાર માર્યા હતા. અહીંથી ગાઝા સુધી મોટી સંખ્યામાં લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.

હમાસના આતંકવાદીઓએ મ્યુઝિક ફેસ્ટિવલમાં કેવી રીતે લોહીની હોળી ખેલી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ ભયાનક વીડિયોમાં જમીન પર પડેલા મૃતદેહો જોઈ શકાય છે. જ્યાં પણ જુઓ ત્યાં લાશો જ લાશો દેખાઈ રહી છે. અહીં હાજર કોઈને પણ છોડવામાં આવ્યા ન હતા. સીધી ગોળીઓ મરાઈ હતી. 

હમાસના હુમલામાં 1400 લોકો માર્યા ગયા હતા
ઉલ્લેખનીય છે કે હમાસના હુમલામાં ઈઝરાયેલમાં 1400 લોકો માર્યા ગયા હતા. આ પછી ઇઝરાયલે હમાસ સામે યુદ્ધની જાહેરાત કરી હતી. ઇઝરાયેલ દ્વારા ગાઝા પર પ્રથમ જંગી હવાઈ બોમ્બમારો કરવામાં આવ્યો હતો. આ પછી ઈઝરાયેલના સૈનિકો ગાઝામાં ઘૂસીને હમાસના આતંકવાદીઓને ખતમ કરી રહ્યા છે. માહિતી સામે આવી છે કે ઈઝરાયેલના હુમલામાં 9,000 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More