Home> World
Advertisement
Prev
Next

યુદ્ધમાં હવે અમેરિકાની પણ થઈ એન્ટ્રી! ઈરાકી એરબેસ પર હુમલા બાદ સીરિયામાં એર સ્ટ્રાઈક, ઈરાને આપી વોર્નિંગ

US Air Strike In Syria: અમેરિકી સેનાએ ગુરુવારે પૂર્વ સીરિયામાં  ઈરાનના ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ અને તેના સમર્થિત ગ્રુપ્સના બે ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી. રોયટર્સના જણાવ્યાં મુજબ હુમલાનો આદેશ રાષ્ટ્રપતિ જો બાઈડેને આપ્યો હતો. અમેરિકાએ આ પગલું ઈરાક અને સીરિયામાં અમેરિકી સેના વિરુદ્ધ કરાયેલા હુમલાના જવાબમાં લીધુ છે.

યુદ્ધમાં હવે અમેરિકાની પણ થઈ એન્ટ્રી! ઈરાકી એરબેસ પર હુમલા બાદ સીરિયામાં એર સ્ટ્રાઈક, ઈરાને આપી વોર્નિંગ

US Air Strike In Syria: અમેરિકી સેનાએ ગુરુવારે પૂર્વ સીરિયામાં  ઈરાનના ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ અને તેના સમર્થિત ગ્રુપ્સના બે ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી. રોયટર્સના જણાવ્યાં મુજબ હુમલાનો આદેશ રાષ્ટ્રપતિ જો બાઈડેને આપ્યો હતો. અમેરિકાએ આ પગલું ઈરાક અને સીરિયામાં અમેરિકી સેના વિરુદ્ધ કરાયેલા હુમલાના જવાબમાં લીધુ છે. પેન્ટાગને કહ્યું કે ઈરાકમાં યુએસ એરબેસ પર ફરીથી હુમલો કરવામાં આવ્યો. ઈરબિલ એરબેસ પર હુમલાની કોશિશ કરાઈ. પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. માત્ર મામૂલી નુકસાન થયું. 

fallbacks

અત્રે જણાવવાનું કે ઈઝરાયેલ-હમાસ સંઘર્ષને લઈને વધતા તણાવ વચ્ચે ઈરાન સમર્થિત ગ્રુપ્સે ઈરાકમાં ઓછામાં ઓછી 12 વખત અને સીરિયામાં ચાર વખત અમેરિકી અને ગઠબંધન સૈનિકો પર હુમલો કર્યો છે. આ હુમલામાં લગભગ 21 અમેરિકી કર્મીઓને ઈજા થઈ. 

આ સ્વીકારી શકાય નહીં
અમેરિકી રક્ષા સચિવ લોયડ ઓસ્ટિને એક નિવેદનમાં કહ્યું કે આ સેલ્ફ ડિફેન્સ એટેક 17 ઓક્ટોબરના રોજ શરૂ થયેલા ઈરાની સમર્થિત મિલિશિયા ગ્રુપ્સ દ્વારા ઈરાક અને સીરિયામાં અણેરિકી દળો વિરુદ્ધ ચાલી રહેલા તથા વધુ નિષ્ફળ હુમલાની એક સીરિઝની પ્રતિક્રિયા છે. તેમણે કહ્યું કે અમેરિકી દળો વિરુદ્દ આ ઈરાન સમર્થિત હુમલા અસ્વીકાર્ય છે અને તેને રોકવા જોઈએ. 

ઈરાનની અમેરિકાને ચેતવણી
ઈરાનના વિદેશમંત્રી હોસૈન અમીરબડોલ્લાહિયને ગુરુવારે સંયુક્ત રાષ્ટ્રમાં ચેતવણી ઉચ્ચારી કે જો ગાઝા વિરુદ્ધ ઈઝરાયેલની જવાબી કાર્યવાહી ખતમ ન થઈ તો સંયુક્ત રાજ્ય અમેરિકા પણ 'આ આગથી બચી શકશે નહીં'.

અમે યુદ્ધના વિસ્તારની વિરુદ્ધમાં
ઈરાની વિદેશમંત્રીએ મધ્ય પૂર્વ પર 193 સભ્યોની મહાસભાની એક બેઠકમાં આ વાત કરી. તેમણે કહ્યું કે હું અમેરિકી રાજનેતાઓથી, જે હવે પેલેસ્ટાઈનમાં નરસંહારની વ્યવસ્થા કરી રહ્યા છે, સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે અમે ક્ષેત્રમાં યુદ્ધના વિસ્તારનું સ્વાગત કરતા નથી. પરંતુ જો ગાઝામાં નરસંહાર ચાલુ રહ્યો તો તેઓ આ આગથી બચી શકશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More