Home> World
Advertisement
Prev
Next

ઈરાને ભેદી કાઢ્યું ઈઝરાયેલનું સૌથી મોટું 'કવચ', નેતન્યાહૂના 'પેન્ટાગન' પર પડી મિસાઈલ

રશિયા યુક્રેન બાદ હવે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે પણ યુદ્ધ છેડાઈ ગયું છે. ઈઝરાયેલે ઈરાન પર ભયંકર હુમલા કરીને તેહરાનમાં તબાહી મચાવી. હવે ઈરાને પણ પલટવાર કરતા અનેક મિસાઈલો છોડી છે. ઈરાની મિસાઈલ આયર્ન ડોમનું કવચ તોડીને રક્ષા મુખ્યાલય પર જઈ પડી. 

ઈરાને ભેદી કાઢ્યું ઈઝરાયેલનું સૌથી મોટું 'કવચ', નેતન્યાહૂના 'પેન્ટાગન' પર પડી મિસાઈલ

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે જંગ છેડાઈ ગઈ છે. ઈઝરાયેલે ઈરાન પર એટેક કરીને તેહરાનમાં ભીષણ તબાહી મચાવી હતી. હુમલાઓના કારણે હાહાકાર મચ્યો. હવે ઈરાને પણ પલટવાર કર્યો. એક ખૌફનાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે ઈરાની મિસાઈલ કેવી રીતે આયર્ન ડોમ તોડીને ઈઝરાયેલના ડિફેન્સ હેડક્વાર્ટર પર જઈ પડી. આયર્ન ડોમ ઈઝરાયેલની સૌથી શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ છે. 

fallbacks

સુરક્ષા ઘેરો તોડ્યો
આયર્ન ડોમ ઈઝરાયેલની અત્યંત શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ છે જે હવાઈ હુમલાથી રક્ષા મુખ્યાલયની સુરક્ષા કરે છે. તેલ અવીવ ઉપરાંત અન્ય શહેરોને ટાર્ગેટ કરીને ઈરાને 150થી વધુ મિસાઈલો છોડી છે. આ હુમલાઓના કારણે ઈઝરાયેલને ભારે નુકસાન થયું છે. વીડિયોમાં મિસાઈલ ગુંબજને તોડીને રક્ષા મુખ્યાલય પર પડતી જોવા મળી રહી છે. આ વીડિયોને એક્સ પર પોસ્ટ કરી લખાયું છે કે ઈરાને પહેલા હુમલા હેઠળ તેલ અવીવ સ્થિત ઈઝરાયેલી રક્ષા મંત્રાલયના મુખ્યાલયને નિશાન બનાવ્યું. 19 સેકન્ડનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં માર્ગનિટ ટાવર પણ જોઈ શકાય છે. જે તેલ અવીવનું એક પ્રમુખ લેન્ડમાર્ક છે. 

ઈરાનને જવાબદાર ઠેરવ્યું
ત્યારબાદ IDF એ જણાવ્યું કે સમગ્ર દેશ પર ઈરાનથી હુમલા થઈ રહ્યા છે. ઉત્તર ઈઝરાયેલના અનેક વિસ્તારોમાં મિસાઈલ એલર્ટ બાદ લોકો સુરક્ષિત સ્થળોને શોધવા માટે ભાગતા જોવા મળ્યા. આઈડીએફના પ્રવક્તા લેફ્ટેનન્ટ કર્નલ નદાવ શોશનીએ એક્સ પર લખ્યું કે મધ્ય પૂર્વમાં હાલના તણાવ માટે ઈરાન અને ફક્ત ઈરાન જ જવાબદાર છે. પરમાણુ હથિયાર હાંસલ કરવા અને ઈઝરાયેલને નક્શાથી ભૂસાડી દેવાની તેમની  ચાહત જ અમને અહીં સુધી લાવી છે. આ ઉપરાંત લખ્યું છે કે ઈઝરાયેલે હજારો માઈલ દૂરથી આતંકી ઠેકાણાઓ પર સટીક હુમલા કર્યા પરંતુ ઈરાને નાગરિક વસાહતો પર અંધાધૂંધ મિસાઈલો છોડી. એક પક્ષ બહાદૂરીથી ઓપરેશન કરે છે અને પોતાના નાગરિકોને સુરક્ષિત કરે છે. બીજો પક્ષ કાયરોની જેમ છૂપાય છે અને નાગરિકોને નિશાન બનાવે છે. બસ આટલું જ તમારે જાણવું જોઈએ. 

પરિણામ ઘાતક હશે
બીજી બાજુ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઈએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે ઈઝરાયેલી શાસને એક મોટી ભૂલ કરી છે. એક ગંભીર ભૂલ કરી છે અને એક બેજવાબદાર કામ કર્યું છે. તેના પરિણામ તેના શાસકોને બરબાદ કરી નાખશે. અત્રે જણાવવાનું કે જે પ્રકારે ઈરાને પલટવાર કર્યો છે તે જોતા તેના પરિણામ ખુબ વિનાશકારી આવી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More