Home> World
Advertisement
Prev
Next

ગાઝા ફેન્સ પાસે 250 બંધકોને છોડાવવાનું ઈઝરાયેલી સેનાએ કર્યું હતું લાઈવ ઓપરેશન, 60 હમાસ આતંકીઓ માર્યા ગયા, 26 પકડ્યા

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ભીષણ સંધર્ષ ચાલુ છે. આ બધા વચ્ચે ઈઝરાયેલી સેનાએ 7 ઓક્ટોબરના રોજ  હમાસના આતંકીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા પોતાના ઓપરેશનનો એક વીડિયો શેર કર્યો છે.

ગાઝા ફેન્સ પાસે 250 બંધકોને છોડાવવાનું ઈઝરાયેલી સેનાએ કર્યું હતું લાઈવ ઓપરેશન, 60 હમાસ આતંકીઓ માર્યા ગયા, 26 પકડ્યા

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ભીષણ સંધર્ષ ચાલુ છે. આ બધા વચ્ચે ઈઝરાયેલી સેનાએ 7 ઓક્ટોબરના રોજ  હમાસના આતંકીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા પોતાના ઓપરેશનનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સીસ (IDF) ના જવાન એક પરિસરમાં ઘૂસીને ત્યાં હમાસના આતંકીઓ દ્વારા બંધક  બનાવવામાં આવેલા લોકોને છોડાવી રહ્યા છે. 

fallbacks

IDF એ શેર કર્યો વીડિયો
તેનો બોડી કેમ ફૂટેજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર બહાર પાડતા આઈડીએફએ લખ્યું કે ઈઝરાયેલી સેનાએ ગાઝા સિક્યુરિટી ફેન્સની નજીક એક મોટું લાઈવ ઓપરેશન કરતા હમાસના આતંકીઓ દ્વારા બંધક બનાવામાં આવેલા 250 બંધકોને છોડાવી લીધા હતા. આ દરમિયાન હમાસના 60થી વધુ આતંકીઓને ઠાર પણ કર્યા હતા. 

60 આતંકીઓ માર્યા
આઈડીએફના જણાવ્યાં મુજબ 7 ઓક્ટોબરના રોજ સૂફા સૈન્ય ચોકી પર નિયંત્રણ મેળવવાના સંયુક્ત પ્રયત્નમાં ફ્લોટિલા 13 વિશિષ્ટ યુનિટ (આઈડીએફની યુનિટ) ને ગાઝા સિક્યુરિટી ફેન્સની આજુબાજુના ક્ષેત્રમાં તૈનાત કરાઈ હતી. જવાનોએ લગભગ 250 બંધકોને જીવતા બચાવ્યા. 60થી વધુ હમાસના આતંકીઓનો ખાતમો કર્યો અને 26ને પકડી લીધા હતા. જેમાં હમાસ દક્ષિણી નેવી ડિવિઝનના ઉપ કમાન્ડર મોહમ્મદ અબુ અલી પણ સામેલ હતો. 

આ બધા વચ્ચે યુદ્ધ હવે તેજ થવાની સંભાવના વધી રહી છે. જોઈન્ટ ડાઈરેક્ટર એટેક મ્યૂનિશન (JDAM) કિટથી લેસ ઈઝરાયેલી MK-84 2000lb બોમ્બ ઈઝરાયેલના અજાણ્યા એરબેસ પર ઓપરેશન માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં 2000 પાઉન્ડના એમકે84 બોમ્બ સામેલ છે. તેને ફાઈટર જેટ્સમાં લગાવવાની તૈયારી થઈ રહી છે. 

ઈઝરાયેલે બહાર પાડી દર્દનાક તસવીરો
ઈઝરાયેલે ગુરુવારે હમાસ દ્વારા માર્ય ગયેલા અને બાળી મૂકાયેલા બાળકોની દર્દનાક તસવીરો બહાર પાડી છે. પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ કેટલીક તસવીરો અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકનને દેખાડી જે પોતાના ઈઝરાયેલ પ્રવાસ પર છે. તસવીરોમાં બાળકોના કાળા અને બળેલા મૃતદેહો જોવા મળી રહ્યા છે. ઈઝરાયેલે કહ્યું કે બાળકોની હત્યા હમાસના આતંકીઓએ કરી છે. 

અમેરિકાએ પણ મોકલી મદદ
ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ)ના જણાવ્યાં મુજબ અમેરિકી હથિયારોથી લેસ વિમાન મંગળવારે મોડી રાતે ઈઝરાયેલના નેબાતિમ એરબેસ પર પહોંચ્યું છે. અમેરિકાએ જે હથિયારો મોકલ્યા છે તેમાં નેવીનું વિમાનવાહન જહાજ યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ (સીવીએન 78) સામેલ છે. આ ઉપરાંત મદદગાર વિમાનોની 8 સ્ક્વોડ્રન અને ટિકોનડેરોગા ક્લાસ ગાઈડેડ મિસાઈલ ક્રૂઝર યુએસએસ નોર્મડી (સીજી 60), મિસાઈલ વિધ્વંસક યુએસએસ થોમસ હડનર (ડીડીજી 116), યુએસએસ રામેઝ (ડીડીજી 61), યુએસએસ કાર્ની (ડીડીજી 64), અને યુએસએસ રૂઝવેલ્ટ (ડીડીજી 80) તથા આર્લે બર્ક ક્લાસ ગાઈડેડ મિસાઈલ પણ સામેલ છે. 

અમેરિકાની જેમ જ બ્રિટન અને ઓસ્ટ્રેલિયા પણ ઈઝરાયેલનું મજબૂતાઈથી સમર્થન કરી રહ્યા છે. યુરોપના શક્તિશાળી દેશોએ પણ ઈઝરાયેલના આત્મરક્ષાના અધિકારની વાત કરતા તેના પડખે રહેવાની વાત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More